Surat: આગામી ગોલ ઓલિમ્પિકમાં મેડલ જીતવાનો, એરપોર્ટ ઉપર ‘ગોલ્ડન બોય’ હરમીતનું થયું ધમાકેદાર સ્વાગત

|

Aug 10, 2022 | 11:54 PM

ટેબલ ટેનિસમાં (Table tennis) હરમિતે ટીમ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. સુરત એરપોર્ટ પર પહોંચતાની સાથે જ હરમીતના પરિવારજનો અને મિત્રોએ ભારત માતા કી જયના નારા સાથે હરમીતને આવકાર્યો હતો.

Surat: આગામી ગોલ ઓલિમ્પિકમાં મેડલ જીતવાનો, એરપોર્ટ ઉપર ગોલ્ડન બોય હરમીતનું થયું ધમાકેદાર સ્વાગત
Surat: Harmeet Desai, who made the name of the city shine on the world stage, will be felicitated

Follow us on

કોમનવેલ્થ ગેમ્સમાંથી (Commonwealth Games 2022)  ગોલ્ડ મેડલ જીતી સુરતનો ‘ગોલ્ડન બોય’ હરમીત દેસાઈ  (Harmeet Desai) વતન પહોંચી ગયો હતો ત્યારે સુરત એરપોર્ટ (Surat Airport) પર હરમીત દેસાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  ટેબલ ટેનિસમાં (Table tennis) હરમિતે ટીમ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. સુરત એરપોર્ટ પર પહોંચતાની સાથે જ હરમીતના પરિવારજનો અને મિત્રોએ ભારત માતા કી જયના નારા સાથે હરમીતને આવકાર્યો હતો. તો હરમીતે પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. હરમીતે કહ્યું કે, હવે તેનો ગોલ ઓલિમ્પિકમાં ક્વોલિફાઈ થઈ ભારત માટે મેડલ લઈ આવવાનો છે. 

 

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સુરતના આ ગુજરાતી પુત્રએ કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022) માં ટેબલ ટેનિસ ટીમ ઈવેન્ટમાં દેશને ગોલ્ડ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. હરમીત દેસાઈ (Harmeet Desai) એ સિંગાપોર સામે પુરૂષોની ટીમની ફાઇનલમાં સાથિયાન જ્ઞાનસેકરન સાથે શરૂઆતની ડબલ્સ મેચ જીતી હતી અને પછી સિંગલ્સમાં ચોથી મેચ જીતીને ટીમનો ગોલ્ડ મેડલ સુનિશ્ચિત કર્યો હતો. હરમીત દેશાઈ સિંગલ્સ અને ડબલ્સમાં શાનદાર ખેલાડી છે. પરંતુ મેડલ મેળવવા માટે તે સ્પોર્ટ્સ સિવાય ફૂડ પર ખાસ ધ્યાન આપે છે. કોમનવેલ્થ ગેમ્સ 2022 ની તૈયારી માટે હરમીતે મીઠાઈ અને ભાતને અલવિદા કહી દીધું હતું. પરંતુ તેનું મીઠું ફળ તેને સોનાના રૂપમાં મળ્યું.

ગુજરાતના સુરતમાં 19 જુલાઈ 1993 ના રોજ જન્મેલા હરમીતે 6 વર્ષની ઉંમરે ટેબલ ટેનિસની રમત શરૂ કરી હતી. હરમીતના પિતાએ TV9 સાથેના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જ્યારે તે ટેબલ ટેનિસથી દૂર હોય છે ત્યારે તે બેચેન થઈ જાય છે અને તેના કારણે તે પરિવાર સાથે બહુ ઓછો સમય પસાર કરે છે. કારણ કે મોટાભાગનો સમય તે ટૂર્નામેન્ટ પ્રેક્ટિસ માટે દુનિયાભરમાં ફરતો હોય છે.

ફિટનેસ જાળવી રાખવા માટે હરમીત મીઠાઈઓ અને આઈસ્ક્રીમથી દૂર રહેતો

હરમીત દેસાઈ 2018 ગોલ્ડ કોસ્ટમાં પુરુષોની ટેબલ ટેનિસ ટીમનો પણ ભાગ હતો. જેમાં તેણે દેશ માટે ગોલ્ડ જીત્યો હતો. આ પછી 2018 એશિયન ગેમ્સમાં ઐતિહાસિક ટીમ બ્રોન્ઝ જીતનારી ભારતીય ટીમમાં હરમીતનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. હરમીતને આઈસ્ક્રીમ અને મીઠાઈઓનો ઘણો શોખ છે. પરંતુ ટૂર્નામેન્ટની તૈયારીમાં તેની ફિટનેસ જાળવવા તેણે લાંબા સમય સુધી મીઠાઈઓ ખાધી ન હતી અને ખાંડની બનેલી કોઈ વસ્તુને અડી પણ ન હતી. તેણે મેન્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો.

Published On - 11:53 pm, Wed, 10 August 22

Next Article