AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સુરતની જાંબાઝ પોલીસે લઠ્ઠાકાંડ બાદ અચાનક દેશી દારૂના અડ્ડા પર કરી રેડ, ભઠ્ઠી ઝડપાઈ પણ બુટલેગરો ગાયબ !

જ્યારે વહેલી સવારે (Morning ) tv9 ની ટીમ અલગ-અલગ ભઠ્ઠીઓ પર પહોંચી હતી. ત્યારે અમારા કેમેરામાં લાઈવ એટલે કે દેશી દારૂ બનતો રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો

Surat : સુરતની જાંબાઝ પોલીસે લઠ્ઠાકાંડ બાદ અચાનક દેશી દારૂના અડ્ડા પર કરી રેડ, ભઠ્ઠી ઝડપાઈ પણ બુટલેગરો ગાયબ !
Surat police raid at River Tapi (File Image )
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 26, 2022 | 5:26 PM
Share

ગુજરાતમાં(Gujarat ) દારૂબંધી ની વાત કરવામાં આવે છે પણ તેની સામે એટલા જ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ (Alcohol )અને દેશી દારૂનું વેચાણ થતું હોય છે. બોટાદ(Botad ) જિલ્લામાં લઠ્ઠાકાંડનો  જે મામલો સામે આવ્યો છે. જેની અંદર 28થી વધુ લોકોના જીવ ગયા છે ત્યારે ગુજરાત પોલીસ તમામ શહેરો અને તમામ જિલ્લાઓની અંદર પોતાના બચાવ માટે તેમના વિસ્તારોમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ અને દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે આખી રાત કામગીરી શરૂ કરી દીધી હતી.

જેમાં સુરત શહેર પણ બાકાત નથી રહ્યું. સુરત શહેરની અંદર અલગ અલગ વિસ્તારો ની અંદર ચાલતા વિદેશી દારૂ અને દેશી દારૂનો અડ્ડાઓ બંધ કરાવી તમામ બુટલેગરોને ભગાડી દેવામાં આવ્યા છે/ સાથે મોડી રાત સુધી અલગ અલગ બ્રાન્ચો દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી તે પણ એક શંકા ના દાયરામાં છે. કારણ કે બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ પોલીસ જાગી હોય તેવું ફલિત થઇ રહ્યું છે.

આ લઠ્ઠાકાંડ બાદ સુરત પોલીસની પીસીબી ની ટીમ, ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા મોડી રાત સુધી શહેરના મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને જે વિસ્તારોમાં સૌથી વધુ આ દુષણ રહ્યું છે જેવા કે પાંડેસરા, લિંબાયત, ગોડાદરા, ડીંડોલી, સચિન જીઆઇડીસી, ડુમ્મસ, સિંગણપુર, ચોક બજાર, ઈચ્છાપોર, સચિન પોલીસ આ તમામ વિસ્તારો ની અંદર ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવવામાં આવી હતી. અને બુટલેગરોને ત્યાંથી ભગાડી દેવામાં આવ્યા હતા,

જ્યારે વહેલી સવારે tv9 ની ટીમ અલગ-અલગ ભઠ્ઠીઓ પર પહોંચી હતી. ત્યારે અમારા કેમેરામાં લાઈવ એટલે કે દેશી દારૂ બનતો રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો અને તમામ મુદ્દા માલ જે તે જગ્યા ઉપરથી મળી આવ્યો હતો પણ આટલા મોટા પ્રમાણમાં એક સાથે અસંખ્ય ભઠ્ઠીઓ ચાલતી હતી . છતાં પણ ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હતા. જેથી કહી શકાય કે મોડી રાત્રે અથવા તો વહેલી સવારે પોલીસે તમામ લોકોને સૂચના આપી દીધી હશે કે થોડા દિવસ માટે આ ભઠ્ઠીઓ બંધ કરી દેવામાં આવે.

મહત્વનું તો એ છે કે બોટાદ જિલ્લાની આ કાંડ જે બહાર આવ્યો ત્યારબાદ તપાસ તો કરવામાં આવશે પણ અત્યારસુધી સુરત શહેરની અંદર આ ધમધમતી હતી દેશી દારૂની તે કોની રહેમ નજર હેઠળ ચાલતી હતી તે બાબતે જો તપાસ કરવામાં આવે તો અનેક રહસ્યો બહાર આવી શકે છે. કારણ કે દારૂના હપ્તા પોલીસ અધિકારી સુધી પણ પહોંચાડવામાં આવતા હોવાની માહિતી મળી રહી છે. તેમાં પણ ખાસ કરીને આખા સુરત શહેરમાં આ દારૂનું ઓપરેશન પીસીબીના ટીમ નેજા હેઠળ કરવામાં આવતું હોય છે.

g clip-path="url(#clip0_868_265)">