Surat : રખડતા ઢોર મામલે હાઇકોર્ટના આકરા વલણ બાદ કોર્પોરેશન એક્શનમાં, એક જ દિવસમાં 17 તબેલા હટાવ્યા

|

Aug 26, 2022 | 10:21 AM

અત્યારસુધી શહેરીજનોની અસંખ્ય ફરિયાદોને(Complaints ) ફક્ત ઘોળીને પી જવામાં આવતી હતી. જોવાનું એ રહેશે, કે આગામી કેટલા દિવસો સુધી કોર્પોરેશનની આ કામગીરી યથાવત રહે છે.

Surat : રખડતા ઢોર મામલે હાઇકોર્ટના આકરા વલણ બાદ કોર્પોરેશન એક્શનમાં, એક જ દિવસમાં 17 તબેલા હટાવ્યા
Surat: After the High Court's strong stand on the issue of stray cattle, in a corporation action, 17 stables were removed in a single day.

Follow us on

સુરત (Surat )સહિત સમગ્ર રાજ્યમાં રખડતાં ઢોર(Stray Cattles ) મુદ્દે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગુરુવારે સવારે કતારગામ (Katargam) ઝોનમાં આંબા તલાવડી સહિત વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર તબેલાઓ દુર કરવા માટે મનપા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. તબેલાના માલિકો દ્વારા વિરોધની પ્રબળ શક્યતાઓને પગલે મનપા દ્વારા માર્શલો અને એસઆરપીના જવાનોની ટીમો સાથે રાખીને અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 20થી વધુ ગૌવંશોને પાંજરાપોળ મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સુરત મહાનગર પાલિકાના કમિશનર દ્વારા હાલમાં જ રખડતા ઢોર મુદ્દે લાલ આંખ કરવામાં આવી છે. તેઓએ આ સંદર્ભે સ્પષ્ટ શબ્દોમાં શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દુર કરવા અંગે આદેશ ફરમાવવામાં આવ્યા બાદ આજે સવારથી જ શહેરના કતારગામ ઝોનમાં અલગ – અલગ વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર તબેલાઓ વિરૂદ્ધ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન આંબા તલાવાડી અને આસપાસના વિસ્તારોમાં રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે તબેલાઓ દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવતાં એક તબક્કે વાતાવરણ તંગ બની જવા પામ્યું હતું.

ગેરકાયદેસર તબેલાના માલિકો દ્વારા શરૂઆતમાં આ તબેલાઓ દૂર ન કરવા માટે હરસંભવ પ્રયાસ કર્યા હતા. જો કે, માર્શલો અને એસઆરપીના જવાનો સાથે પહોંચેલી મનપાની ટીમ ટસની મસ ન થતાં અંતે 17 જેટલા સ્થળેથી તબેલાઓ દુર કરવામાં આવ્યા હતા. જ્યારે 20 જેટલા ગૌવંશોને પાંજરાપોળ મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ કામગીરી મોડી રાત સુધી ચાલુ રહી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આમ હાઇકોર્ટના આકરા વલણ બાદ સુરત મહાનગરપાલિકાની ટિમ એક્શનમાં આવી છે. અને મોડે મોડે પણ હવે રખડતા ઢોર મામલે કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. બાકી અત્યારસુધી શહેરીજનોની અસંખ્ય ફરિયાદોને ફક્ત ઘોળીને પી જવામાં આવતી હતી. જોવાનું એ રહેશે, કે આગામી કેટલા દિવસો સુધી કોર્પોરેશનની આ કામગીરી યથાવત રહે છે.

Next Article