Surat : 600 માર્ક્સ, 6 વિષય અને મેળવેલું પરિણામ વાંચીને તમે પણ વિચારશો ક્યાંથી આવે છે આ મહાન લોકો !

|

Jun 11, 2022 | 9:16 AM

જોકે સૌથી સારી વાત આ વિદ્યાર્થીએ(Student ) એ કહી હતી કે આ પરીક્ષા મારા જીવનની પરીક્ષા નથી. મને ખબર હતી કે હું પાસ થવાનો નથી. મારા માતાપિતાને પણ તેની માહિતી હતી.

Surat : 600 માર્ક્સ, 6 વિષય અને મેળવેલું પરિણામ વાંચીને તમે પણ વિચારશો ક્યાંથી આવે છે આ મહાન લોકો !
Marksheet of 10th Student in Surat (File Image )

Follow us on

ધોરણ 10-12 ની બોર્ડની (Board ) પરીક્ષાઓ વિદ્યાર્થીઓ માટે ખુબ જ મહત્વની (Important ) ગણવામાં આવે છે. આ પરીક્ષા પછી જ વિદ્યાર્થીઓની (Student ) કારકિર્દી નક્કી થતી હોય છે. તાજેતરમાં જ બોર્ડની પરીક્ષાનું પરિણામ પણ જાહેર થયું છે. જેમાં રાજ્યભરમના અસંખ્ય વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જયારે કેટલાક વિદ્યાર્થીઓએ તો સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપીને ટોપર વિદ્યાર્થી તરીકે સ્થાન પણ મેળવ્યું છે. આખા વર્ષની મહેનતનું પરિણામ જયારે મળે ત્યારે તેની એક અલગ ખુશી હોય છે. પણ એનો અર્થ એ નથી કે જો ધાર્યું પરિણામ ન મળે તો નાસીપાસ થઈને હતાશ થઇ જવાય.

બોર્ડના પરિણામમાં ઘણા એવા વિદ્યાર્થીઓ એવા પણ હશે જેમને તેમનું અપેક્ષા પ્રમાણેનું પરિણામ નથી પણ મળ્યું. આ વિદ્યાર્થીઓ હતાશ થાય એ સ્વાભાવિક પણ છે. પણ સુરતના એક વિદ્યાર્થીનું પરિણામ જો તમે જોશો તો જરૂર ચોંકી જશો. કારણ કે આ વિદ્યાર્થીએ 100 માર્ક્સની પરીક્ષાના 6 પેપર આપ્યા છે. અને જેનું કુલ ટોટલ વાંચીને તમારી પણ આંખો પહોળી થઇ જશે. આ વિદ્યાર્થીએ દરેક પેપરમાં 000 માર્ક્સ મેળવ્યા છે. જેથી કુલ ટોટલ પણ મળીને 000 આવ્યું છે. જે આશ્ચર્યની વાત ગણી શકાય.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

માસ પ્રમોશનની આશા નીવડી ઠગારી

મૂળ અમદાવાદના અને સુરતમાં રહેતા આ વિદ્યાર્થી સાથે ટીવી9 એ વાતચીત પણ કરવાનો પ્રયત્ન કર્યો હતો કે એવું તો ઉત્તરવહીમાં એણે શું લખ્યું હતું જેથી આ પરિણામ તેને મળ્યું છે. વિદ્યાર્થીએ અમને હસતા હસતા જણાવ્યું હતું કે કોરોના સમયમાં બે વર્ષ દરમ્યાન મળેલા માસ પ્રમોશનને કારણે અસંખ્ય વિદ્યાર્થીઓ વગર મહેનતે પાસ થઇ ગયા હતા. જેથી તેને પણ એવું હતું કે આ વહેતી ગંગામાં તે પણ આસાનીથી નીકળી જશે. અને તેણે ધોરણ 10નું ફોર્મ ભર્યું. જોકે તેમ ન થયું. કારણ કે કોરોના કાળ સમાપ્ત થતા જ શાળાઓ રેગ્યુલર શરૂ થવા લાગી અને બોર્ડની પરીક્ષાની તારીખો પણ જાહેર થઇ. જેમાં તેને તૈયારી કરવાનો સમય ન મળ્યો.

વધુમાં આ વિદ્યાર્થીએ ઉમેર્યું હતું કે તેને પેપરમાં કંઈ જ આવડતું ન હતું. તેને ફક્ત સવાલોને જ ઉત્તરવહીમાં ઉતાર્યા હતા. જેથી આ પરિણામ મળવું સ્વાભાવિક જ હતું. જોકે તેણે એવું પણ કહ્યું હતું કે તેની સાથેના અન્ય એક વિદ્યાર્થીએ પણ આવું જ કર્યું છે. પણ તે વિદ્યાર્થીને 3 થી 5 માર્ક્સ આપવામાં આવ્યા છે. નિરીક્ષકે તેને પણ આટલા માર્ક્સ આપવા જોઈતા હતા તેવી તેને આશા હતી.

આ મારા જીવનની અંતિમ પરીક્ષા નથી : વિદ્યાર્થી

જોકે સૌથી સારી વાત આ વિદ્યાર્થીએ એ કહી હતી કે આ પરીક્ષા મારા જીવનની પરીક્ષા નથી. મને ખબર હતી કે હું પાસ થવાનો નથી. મારા માતાપિતાને પણ તેની માહિતી હતી. પણ આ પરીક્ષામાં ભલે જે પરિણામ આવ્યું હું હવે મારા રસના વિષયમાં કારકિર્દી બનાવવા માંગુ છું. મને ફોટોગ્રાફીનો ખુબ શોખ છે. જેથી હું હવે તેમાં આગળ વધવા માંગુ છું. તેણે બીજા વિદ્યાર્થીઓને સંદેશો આપ્યો હતો કે પરીક્ષાના પરિણામની ક્યારેય મગજ પર અસર લાવવા દેવી જોઈએ નહીં કારણ કે જિંદગીમાં બીજા ઘણા રસ્તા છે, જેના પર તમે ધ્યાન આપો તો આગળ વધી શકો છો.

Next Article