Surat : રવિવારે ભારે પવન બાદ મોડી રાત્રે વરસાદી ઝાપટું પડતા સુરતમાં સર્જાયો હિલ સ્ટેશન જેવો ઠંડો માહોલ

|

May 23, 2022 | 10:04 AM

રવિવારે (Sunday ) વાતાવરણમાં આવેલા પલટાને કારણે શહેરભરમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી. 

Surat : રવિવારે ભારે પવન બાદ મોડી રાત્રે વરસાદી ઝાપટું પડતા સુરતમાં સર્જાયો હિલ સ્ટેશન જેવો ઠંડો માહોલ
File Image

Follow us on

સુરત (Surat )શહેરમાં રવિવારે સાંજ પછી હિલ સ્ટેશન(Hill Station ) જેવું ઠંડુ વાતાવરણ રહ્યું હતું. આખો દિવસ ભારે પવનો(Wind ) ફુંકાયા પછી મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા મળ્યાં હતાં. તેમજ શહેરના અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટું પણ પડ્યું હતું. જેના કારણે રસ્તાઓ ભીના થઇ ગયા હતાં અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ખાસ કરીને સુરતના અણુવ્રત દ્વાર અને અલથાણ, ઉધના અને પાંડેસરા વિસ્તારમાં વરસાદના અમીછાંટણા થયા હતાં. રવિવારે વહેલી સવારથી જ આકાશમાં વાદળોની સંતાકૂકડી જોવા મળી હતી. શહેરમાં 16 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી જ્યારે ન્યૂનત્તમ તાપમાન 28.4 સેલ્સિયસ ડિગ્રી નોંધાયું હતું.  હવામાં ભેજનું પ્રમાણ 68 ટકા જ્યારે હવાનું દબાણ 1004.5 મિલીબાર નોંધાયું હતું.

મોટાવરાછા શ્યામકૃષ્ણ રો-હાઉસ પાસે રસ્તા પર પાર્ક કરેલી કાર ઉપર ઝાંડની ડાળીઓ તૂટી પડતા બે કાર દબાઇ ગઇ હતી. કારને નુકશાન થયું હતું. ઉપરાંત અમરોલી કોસાડ પરની માધવબાગ સ્કુલ પાસે રસ્તા પર ઝાડની ડાળીઓ તૂટી પડી હતી. એટલું જ નહીં સીમાડા ચાર રસ્તા મણીનગર સોસાયટી પાસે અને ચેક પોસ્ટ ઓફિસ પાસે અને સરથાણ જકાતનાકા મેઘમલ્હાર રેસિડેન્સ પાસે રસ્તા પર ઝાડ તૂટી પડવાના બનાવો બન્યા હતા. સુરત ફાયર વિભાગને રવિવારે ઝાડ તૂટી પડવાના 15 જેટલા કોલ મળ્યા હતા.

ભારે પવનને સાથે વરસાદ તૂટી પડતા આવેલા વાતાવરણમાં બદલાવને કારણે અલથાણ ખાડી બ્રિજ પાસેના વિસ્તારમાં પણ 15 થી વધારે બાઈક સ્લીપ થઇ હતી જેના કારણે વાહનચાલકોને નાની મોટી ઇજા પહોંચી હતી. ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકોને ગાડી ચલાવવામાં તેમજ રાહદારીઓને પણ ભારે મુશ્કેલી પડી હતી. નોંધનીય છેકે હજી પણ આગામી પાંચ દિવસ માટે 11 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બે દિવસ બાદ પવનની ગતિમાં ઘટાડો થાય તેવી સંભાવના છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ શહેરમાં અને દક્ષિણ ગુજરાતમાં હાલ પ્રિ મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઇ ગયો હોવાનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે. રવિવારે વાતાવરણમાં આવેલા પલટાને કારણે શહેરભરમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી.

Next Article