રાજ્યમાં દારૂબંધી છતાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે પોલીસની આંખમાં ધૂળ નાખીને દારૂ વેચવાના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ સુરતમાં થયો છે. જ્યાં ખાણીપીણીની લારીની આડમાં દારૂ વેચતા આરોપીની વેસુ પોલીસે ધરપકડ કરી છે.
સુરત શહેરમાં દારૂ લાવવા માટે અને વેચવા માટે અવનવા ખેલ કરતા નજરે પડતા હોય છે, ત્યાં સુરત શહેરના વેસુ પોલીસે ફુડની લારી ચલાવનારને દારૂ સાથે ઝડપી પાડ્યો હતો. જે પોષ વિસ્તારમાં ફુડની લારી પર જ ગ્રાહકો બનાવી તેને દારૂનું વેચાણ કરતો હતો. પોલીસે તપાસ હાથ ધરતા આરોપીના ફ્લેટમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ જોતા થોડા સમય માટે પોલીસ પણ ચોકી ઉઠી હતી.
સુરત પોલીસ કમિશનર દ્વારા કરાયેલા આદેશ પ્રમાણે વેસુ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી આધારે વેસુ ખાતે આવેલી હાઈટેક રેસીડેન્સીના ફ્લેટમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી સુનિલ શાહ (ઉ.વ.55)ને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી સુનિલ રાહુલરાજ મોલ પાસે જાહેરમાં લારી ચલાવતો હતો. જ્યાં ગ્રાહકો આવતા તેમને દારૂ અંગે કહેતો અને દારૂ માટે ગ્રાહકો બાંધતો હતો. ત્યારબાદ ઘરેથી દારૂ લાવી વેચાણ કરતો હતો. પોલીસ દ્વારા આરોપી દારૂ ક્યાંથી લાવતો હતો, કોને કોને વેચાણ કર્યું છે તે અંગે વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો- Surat: લિંબાયતમાં ભ્રૂણનું ગર્ભપાત કરાવનાર માતા-પિતા ઝડપાયા, શિખા હોસ્પિટલના ડોક્ટર અને નર્સની પણ ધરપકડ
આરોપીના ફ્લેટમાં પોલીસે તપાસ કરતા ભારતીય બનાવટોને ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અલગ અલગ કંપનીની નાની મોટી કુલ 96 બોટલ મળી આવી હતી. જેની કિંમત અંદાજે 50700 રૂપિયા થાય છે. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…