સુરતના(Surat)કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાકરાણી જવેલર્સની દુકાનમા બેગમા ડુપ્લીકેટ બોમ્બ(Duplicate Bomb) મુકી તથા ઉત્રાણ વિસ્તારના ગોપીગામ રોડ ઉપર ધોળે દિવસે એક મહીલાના હાથમાથી બળજબરીથી મોબાઈલ ફોન લઈ જઈ તેજ ફોનથી નાકરાણી જવેલર્સના માલીકને ફરીથી ફોન કરી ખંડણી માંગી હતી.આરોપીને ગણતરીના કલાકોમાં સુરત શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે પકડી પાડ્યો છે.
સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાકરાણી જવેલર્સ નામની દુકાનમાં શુક્રવારના રોજબેગની અંદર લાલ કલરના કાગળમાં વીંટાળેલ એક પાર્સલ અને તેમા બે સરકીટ સાથે વાયર જોડેલા હોય જે બોમ્બ જેવુ શંકાસ્પદ લાગતા આ અંગેની જાણ સુરત શહેર કંટ્રોલરૂમને કરવામા આવતા સુરત પોલીસ દોડતી થઈ ગઈ હતી.
આ પકડાયેલ આરોપીએ મોબાઈલની લૂંટ કર્યા બાદ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે નાકરાણી જવેલર્સના માલીકને ફોન આવેલ અને જણાવેલ કે તમારી કાપોદ્રા ખાતેની નાકરાણી જવેલર્સ દુકાનમા બોમ્બ મુકી દીધેલ છે જે તમને જાણવા મળેલ હશે. તુ ૭૦૦ ગ્રામ સોનુ હુ કહુ ત્યા પહોંચાડી દેજે નહીતર કોઈપણ પરીણામ ભોગવવાની તૈયારી રાખજે તેવી ધમકી માલિકને આપવામાં આવી હતી હાલ તો પોલીસે આરોપી ધર્મેશ ઘનશ્યામભાઈ ભાલાળાની ધરપકડ કરી ને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
આ બનાવને પગલે સુરત પોલીસે બનાવની ગંભીરતા જોઈને તુરંત અલગ લલગ દિશામાં તપાસ હાથ ધરી હતી ત્યારે સુરત પોલીસે બાતમીના આધારે નકલી બૉમ્બ મૂકીને જ્વેલર્સેના મલીક પાસેથી ખંડણી માંગનારને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો છે.પકડાયેલ આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવતા કબૂલાત કરી હતી કે ઓનલાઇન વેપાર ધંધો ચાલતો ન હોવાથી દેવું વધી ગયેલ હોય જે ચુકતે કરવા માટે આ ગુના આચરેલ છે.
હાલ તો પોલીસે આ મામલે જીણવટ ભરી તપાસ હાથ ધરીને રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંગલે જણાવ્યું હતું કે આરોપી આઈ.ટી.આઈ પાસ આઉટ છે જ્યારે તેના પિતા ઇલેક્ટ્રિક ની દુકાન ચલાવે છે જેથી તેને ડુબલીકેટ બોમ્બ બનાવ્યો હતો. જેમાં ટાઇમર પણ મૂક્યું હતું આ સાથે તેની પાસે એક નકલી ગન પણ મળી હતી.
વધુમાં જણાવ્યું હતું કે આરોપીએ સગાઈ અને લગ્નમાં નાકરાણી જ્વેલર્સ માંથી સોનાની ઘરેણાંની ખરીદી કરી હતી જેથી તેને ખાતરી હતી કે અહીંથી રૂપિયા નીકળી શકે એમ છે જેથી આરોપીએ નાકરાણી જ્વેલર્સ તેના ઘરે પણ આ રીતનો બહુ જ ટાઇમર બોમ્બ મૂક્યો હતો.વધુમાં જણાવ્યું હતું કે આરોપી ના એક મહિના પહેલા લગ્ન થયા હતા. જેમાં સોનાના ઘરેણા નાકરાણી જ્વેલર્સ માંથી જ ખરીદ્યા હતા ત્યારબાદ અહીં જ બોગસ બોમ્બ બનાવીને મૂક્યો હતો અને 700 ગ્રામ સોનાની માગણી કરી હતી.
ગુજરાત સહિત સુરત જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો