Surat : સમાજ માટે ખરેખર શરમજનક ઘટના, કોસંબામાં 70 વર્ષીય વૃદ્ધા સાથે બળાત્કાર-હત્યાની ઘટનાથી સન્નાટો

|

Aug 02, 2022 | 8:54 AM

સિવિલ(Civil ) હોસ્પિટલના તબીબો દ્વારા મહિલાની સર્જરી કરવામાં આવી હતી. પણ ઇજા એટલી ગંભીર હતી કે વૃદ્ધાએ ગણતરીના સમયમાં જ દમ તોડી દીધો હતો.

Surat : સમાજ માટે ખરેખર શરમજનક ઘટના, કોસંબામાં 70 વર્ષીય વૃદ્ધા સાથે બળાત્કાર-હત્યાની ઘટનાથી સન્નાટો
Kosamba (File Image )

Follow us on

સમાજ માટે એક શર્મનાક કિસ્સો સુરતના કોસંબા (Kosamba )સામે આવ્યો છે. જ્યાં 70 વર્ષીય વૃદ્ધ(Aged ) મહિલા સાથે બળાત્કાર(Rape ) ગુજારવામાં આવ્યો છે. આ ઘટના પ્રકાશમાં આવતાની સાથે જ આસપાસના વિસ્તારમાં આશ્ચર્યની સાથે આરોપી પર ફિટકાર પણ વરસી રહ્યો છે. લોકો આ ઘટનાને ખુબ ગંભીરતાથી જોઈ રહ્યા છે. વધુમાં મળતી માહિતી પ્રમાણે સુરતના કોસંબા રેલવે સ્ટેશન નજીક તારીખ 28 જુલાઈના રોજ રાત્રે 2.45 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જેમાં અજાણ્યા ઇસમે આ વિસ્તારમાં રહેતી એક 70 વર્ષીય વૃદ્ધ મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. મહિલાની એકલતાનો લાભ લઈને કોઈ અજાણ્યા શખ્સે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

આ ઘટનાથી હેબતાઈ ગયેલી વૃદ્ધાએ બુમાબુમ કરતા આરોપી ગભરાઈ ગયો હતો. અને આવેશમાં આવીને તેણે મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં હાથ નાખીને શરીરના અંદરના અવયવો પણ ખેંચી કાઢીને મહિલાને ગંભીર ઇજા પહોંચાડી હતી. વૃદ્ધાને લોહીલુહાણ હાલતમાં 108ની મદદથી સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા મહિલાની સર્જરી કરવામાં આવી હતી. પણ ઇજા એટલી ગંભીર હતી કે વૃદ્ધાએ ગણતરીના સમયમાં જ દમ તોડી દીધો હતો. જોકે સમગ્ર બાબતે મેડિકલ ઓફિસરને શંકા ગઈ હતી. અને તેઓએ મહિલાનું પીએમ કરાતા વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસને જાણ કરાતા પોલીસે આ ઘટનામાં 376 અને 302ની કલમ લગાવી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પોલીસે તપાસમાં એક શંકાસ્પદ યુવકની અટકાયત પણ કરી હતી. અને આ યુવકે પોલીસ પૂછપરછમાં પોતાનો ગુનો કબુલ પણ કરી લીધો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ માટે તજવીજ શરૂ કરી છે.

Input Credit by Suresh Patel (Olpad )

Published On - 8:48 am, Tue, 2 August 22

Next Article