Surat : ઓનલાઇન FIR અંગે માર્ગદર્શન આપવા સુરત પોલીસ દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો

|

Aug 05, 2022 | 4:35 PM

ગુજરાત પોલીસ (Police )દ્વારા અને અલગ અલગ જિલ્લા પોલીસ અને સાથે શહેર પોલીસ દ્વારા થોડા સમય પહેલા થયેલ લોકોને માર્ગદર્શન મળી રહે તે માટે અલગ અલગ અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે.

Surat : ઓનલાઇન FIR અંગે માર્ગદર્શન આપવા સુરત પોલીસ દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો
Online FIR Awareness Programme (File Image )

Follow us on

ગુજરાત (Gujarat )ગૃહ વિભાગ દ્વારા લોકોને પોતાની ફરિયાદ(Complaint ) સરળતા રહે તે માટે ઓનલાઈન એફઆઈઆર (FIR) માટેની વ્યવસ્થા ઉભી કરી છે તે અંતર્ગત સુરત પોલીસ દ્વારા આજે અગ્રસેન ભવનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ઈ એફઆઈઆર કઈ રીતે લોકોને ઉપયોગી થઈ શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે આ કાર્યક્રમની અંદર મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી જોડાયા હતા અને લોકો સાથે સંવાદ કર્યો હતો.

ગુજરાત પોલીસ દ્વારા અને અલગ અલગ જિલ્લા પોલીસ અને સાથે શહેર પોલીસ દ્વારા થોડા સમય પહેલા થયેલ લોકોને માર્ગદર્શન મળી રહે તે માટે અલગ અલગ અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે. તે અંતર્ગત સુરત પોલીસ દ્વારા શહેરની અંદર અલગ અલગ હોડિંગ ,બેનરો, એડવર્ટાઇઝ અને અલગ કેમ્પ અથવા તો અલગ અલગ કાર્યકરોમાં મારફતે લોકોને ઓનલાઈન કેવી રીતે કરી શકાય તે માટેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ઈ એફઆઈઆર માટે અપાયું માર્ગદર્શન :

તે દરમિયાન આજે સુરત પોલીસ દ્વારા મહા કેમ્પનું આયોજન કર્યું હતું. જેની અંદર ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી જોડાયા હતા અને ડીસીપી સાગર વાઘબાર દ્વારા ઓનલાઈન એફઆઇઆર કઈ રીતે કરી શકાય તે માટેની એક પછી સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સુરત શહેરમાં જે લોકોએ ઓનલાઇન ફરિયાદ કરી છે અને ત્યારબાદ તેમના મોબાઈલ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં તેનો ઉકેલ કેવી રીતે લાવવામાં આવ્યો તેમજ અને જે ઈસમો દ્વારા ચોરી કરી તે લોકોને પોલીસે કેવી રીતે ઝડપી પાડ્યા હતા તેની માહિતી પણ આપી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ કાર્યક્રમમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય મહેમાન તરીકે સાથે સુરત પોલીસ કમિશનર અજય તોમર, એસએમસીના સ્ટેન્ડિંગ ચેરમેન સાથે અલગ અલગ સમાજના આગેવાનો આ કાર્યક્રમની અંદર હાજરી આપી હતી. સાથે સુરત શહેરના અલગ અલગ ચાર ઝોનના ડીસીપી એસીપી અને અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પ્રોજેક્ટર મારફતે અને વિડીયો મારફતે લોકોને ઓનલાઈન ફરિયાદ કઈ રીતે કરી શકાય તે માટે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Next Article