Surat : પરિણીત યુવકનું કારસ્તાન : યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી કરી તરછોડી દેતા નોંધાઈ પોલીસ ફરિયાદ

|

Aug 10, 2022 | 12:09 PM

પ્રતિકે પોતાની પત્ની (Wife )સાથેના છૂટાછેડાનું પ્રમાણપત્ર બતાવીને યુવતીની સાથે રજીસ્ટ્રારમાં પોતાના લગ્નની નોંધણી કરાવી હતી. બાદમાં યુવતી હોસ્પિટાલીટીના અભ્યાસ માટે સિંગાપોર જતી રહી હતી.

Surat : પરિણીત યુવકનું કારસ્તાન : યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી કરી તરછોડી દેતા નોંધાઈ પોલીસ ફરિયાદ
Surat Kapodra Police Station
Image Credit source: File Image

Follow us on

સુરત(Surat ) શહેરના મોટા વરાછામાં(Varachha ) રહેતી મેડીકલ વિદ્યાર્થીનીને કાપોદ્રામાં રહેતા એક યુવકે તેની પત્ની (Wife ) સાથે છૂટાછેડા લઇ લીધાનું ખોટુ પ્રમાણપત્ર બતાવીને બળાત્કાર કરી ગર્ભવતી બનાવી હતી. લોકડાઉન દરમિયાન એકવાર એબોર્શન કરાવ્યા બાદ યુવતી જ્યારે ઉચ્ચ અભ્યાસ માટે સિંગાપોર ગઇ ત્યારે યુવકે ત્યાં સિંગાપોરમાં જઇને યુવતીના નગ્ન ફોટા વાઇરલ કરવાની ધમકી આપી હતી અને તેને બીજીવાર પણ ગર્ભવતી બનાવી હતી. આ દરમિયાન યુવકે યુવતીને અપનાવી ન હતી, યુવતીએ સુરત આવીને યુવકના ઘરે જઇને હોબાળો કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. બનાવ અંગે કાપોદ્રા પોલીસે યુવકની સામે બળાત્કારનો ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રેમજાળમાં ફસાવી પરિણીત યુવકે યુવતી ને ગર્ભવતી કરી

પ્રાપ્ત વિગતો મુજબ મોટા વરાછા વિસ્તારમાં રહેતી યુવતીની મુલાકાત સને-2016-17માં મુળ જૂનાગઢ જિલ્લાના વિસાવદરના કાના વડલા ગામના વતની અને સુરતમાં પુણાગામ અમિપાર્ક સોસાયટીમાં રહેતા પ્રતિક ભીખાભાઇ વાલાણીની સાથે સોશીયલ મીડિયા ફેસબુક ઉપર થઇ હતી. ત્યારબાદ તેઓ સૌપ્રથમ 2018માં કાપોદ્રા મરઘાકેન્દ્ર પાસે મળ્યા હતા, પરંતુ ત્યારે પ્રતિકના લગ્ન થઇ ગયા હોવાથી તેઓએ વાત કરવાનું બંધ કર્યું હતું. બાદમાં પ્રતિકે ફરીવાર યુવતીનો સંપર્ક કરીને તેણીને કહ્યું કે, મારે મારી પત્ની સાથે બનતુ નથી, મારે છૂટાછેડા લઇ લેવા છે એવું કહીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી.

2019માં તકનો લાભ લઇને પ્રતિકના ઘરે કોઇ હાજર ન હતું ત્યારે પ્રતિકે યુવતીને પોતાના ઘરે બોલાવી બેડરૂમમાં લઇ ગયો હતો અને કહ્યું કે, હું તારી સાથે જ લગ્ન કરવાનો છું તેમ જણાવી સેક્સની માંગ કરી હતી. આ દરમિયાન પ્રતિકે ઉર્વીના નગ્ન ફોટા પોતાના મોબાઇલમાં શૂટ કરી લીધા હતા. ત્યાં જ લોકડાઉન આવી જતાં પ્રતિકે યુવતીને કહ્યું કે, હાલમાં લોકડાઉન છે, મારા છૂટાછેડા થશે નહીં, પરંતુ આપણે લગ્ન કરવાના છે તેમ કહીને ફરીવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન યુવતી ગર્ભવતી બની હતી, ત્યારે પ્રતિકે તેણીને સરથાણાની હોસ્પિટલમાં લઇ જઇને એબોર્શન કરાવી નાંખ્યું હતું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વિદેશમાં પણ જઈ ગુજાર્યો બળાત્કાર

ત્યારબાદ પણ તેઓએ શરીરસંબંધ શરૂ જ રાખ્યો હતો. બાદમાં પ્રતિકે પોતાની પત્ની સાથેના છૂટાછેડાનું પ્રમાણપત્ર બતાવીને યુવતીની સાથે રજીસ્ટ્રારમાં પોતાના લગ્નની નોંધણી કરાવી હતી. બાદમાં યુવતી હોસ્પિટાલીટીના અભ્યાસ માટે સિંગાપોર જતી રહેતા ત્યાં પણ પ્રતિક વિઝીટર વિઝા લઇને પહોંચી ગયો હતો અને બળજબરીથી યુવતીની સાથે રહીને તેના ફોટા વાઇરલ કરવાની ધમકી આપી બળાત્કાર કરીને સુરત આવતો રહ્યો હતો. ત્યારે ફરીવાર આ યુવતી ગર્ભવતી બની હતી, ત્યારે તેણીએ પ્રતિકનો સંપર્ક કરતા પ્રતિકે કહ્યું કે, હમણાં તું સુરત આવી જા આપણે તેનો કોઇક રસ્તો કાઢીએ.

બીજી તરફ પ્રતિક અને તેના પરિવારની વચ્ચે માથાકૂટ થઇ હતી. પ્રતિકે કોઇપણ જવાબ નહીં આપતા આખરે યુવતી પ્રતિકના ઘરે પહોંચી ગઇ હતી. ત્યારે ખબર પડી કે, પ્રતિકે તેની પ્રથમ પત્નીને કોઇ છૂટાછેડા આપ્યા નથી અને છૂટાછેડાનું બોગસ પ્રમાણપત્ર બનાવીને તેણીની સાથે બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી છે. આ બાબતે કાપોદ્રા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે પ્રતિકની સામે ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Article