Surat: ભંગાર લેવાનો ધંધો કરતા શખ્સ પાસે મળી આવ્યા 83 મોંઘાદાટ મોબાઈલ, અમરોલી પોલીસે હાથ ધરી તપાસ

|

May 18, 2022 | 2:38 PM

પકડાયેલા આરોપી (Accused )ને પોલીસ એ વધુ પુછ પરછ હાથ ધરી તો આરોપી ખૂબ શાંતિર જણાયો હતો.પહેલા તો  તેણે પોલીસ ને ગોળ ગોળ જવાબ આપ્યો હતો અને કહ્યુ હતુ કે તેણે આ તમામ મોબાઈલ ભંગાર માં લીધા છે.

Surat: ભંગાર લેવાનો ધંધો કરતા શખ્સ પાસે મળી આવ્યા 83 મોંઘાદાટ મોબાઈલ, અમરોલી પોલીસે હાથ ધરી તપાસ
Surat police caught a man with 83 mobiles (File Image )

Follow us on

સુરતમાં અમરોલી(Amroli) પોલીસે કોસાડ આવાસમાંથી મળેલી બાતમીના આધારે રેડ (Raid) કરી એક મકાનમાંથી શંકાસ્પદ ચોરીના મોંઘાદાટ 83 મોબાઈલ (Mobile) ઝડપી પાડયા છે. પોલીસને શંકા છે કે આ તમામ મોબાઈલ સ્નેચિંગ અથવા ચોરીના છે. એકસાથે 83 મોબાઈલ મળી આવતા પોલીસ દ્વારા આ ઈસમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. શહેરમાં મોબાઈલ ચોરીના સતત ગુનાઓ વધી રહ્યા છે. સામાન્ય રીતે રોજ જ એક કે બે મોબાઈલ સ્નેચિંગ કે ચોરીની ફરિયાદો પોલીસને મળી રહી છે. ત્યારે અમરોલી પોલીસ આવા ગુનેગારોને શોધવા અલગ અલગ ટીમ બનાવી હતી અને આવા ગુનેગારો પર સતત વોચ ગોઠવી હતી.

ત્યારે અમરોલી પોલીસના હેડ કોન્સ્ટેબલ કિરીટ ઠક્કર અને દિપક દેવરેને બાતમી મળી હતી કે અમરોલીના કોસાડ આવાસ માં એક ઈસમ જેનું નામ છે નરેશ ભગવાન ચૌહાણ જે ભંગાર લેવાનો ધંધો કરે છે પણ તે કેટલાક સમયથી ચોરી છુપે મોંઘા મોબાઈલ સસ્તામાં વેચી રહ્યો છે. પોલીસે આ બાતમીની ખરાઈ કરીને કોસાડઆવાસના એક મકાનમાં રેડ કરી હતી. જ્યાં આ શંકાસ્પદ ઈસમ પાસેથી અલગ અલગ કંપનીના 83 જેટલા મોબાઈલ મળી આવ્યા હતા, પોલીસે આ તમામ મોબાઈલ લઈ તેની વધુ પુછપરછ હાથ ધરી કે તે આ મોબાઈલ કોની પાસેથી અને ક્યાંથી લાવ્યો હતો સાથે જ કેટલા રૂપિયામાં લાવ્યો હતો.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

પકડાયેલા આરોપીને પોલીસે વધુ પુછપરછ હાથ ધરી તો આરોપી ખૂબ શાંતિર જણાયો હતો. પહેલા તો તેણે પોલીસને ગોળ ગોળ જવાબ આપ્યો હતો અને કહ્યું હતુ કે તેણે આ તમામ મોબાઈલ ભંગારમાં લીધા છે. સાથે જ પોલીસે પકડાયેલા આરોપી ની કડકાઈથી વધુ પુછ પરછ હાથ ધરી છે તો તેણે કબલ્યુ છે કે તેણે આ મોબાઈલ નજીવા રૂપિયામાં અલગ અલગ ઈસમ પાસે થી લીધા છે. જોકે તે મોબાઈલ ચોરીના છે. હાલ તો પોલીસે આ તમામ મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે કે ખરેખર આ યુવક આટલા બધા મોબાઈલ ક્યાંથી અને કોની પાસે થી લાવ્યો છે. પોલીસે તેને કોર્ટમાં મોકલી રિમાન્ડ મેળવી ને વધુ તપાસ માટે તજ વીજ હાથ ધરી છે.

Next Article