Surat : કર્ણની ભૂમિમાં માત્ર 10 રૂપિયામાં રોજના 500 વ્યક્તિઓને કરાવાય છે ભરપેટ ભોજન
સુરતને કર્ણની ભૂમિ કહેવાય છે. સુરત એટલે દાનવીરોની ભૂમિ છે. સુરતમાં દરરોજ દાન પુણ્ય માટે લોકો કંઈને કંઈ કરતા નજરે પડે છે. તેમાંય વાત કરવામાં આવે ભૂખ્યા મજૂરોની તો દરરોજને માટે એક જ સવાલ જમવા ક્યાં જવું ? પણ સુરતના કાપોદ્રા તેમજ નાના વરાછા વિસ્તારમાં ભૂખ માટે ટળવળતા અને અસક્ષમ એવા તમામ લોકોને 10 રૂપિયામાં ભરપેટ ભોજન આપવામાં આવે છે.
સુરતમાં (Surat) ભૂખ્યાને ભોજન (Meals)કરવા માટે અનોખી સેવા (Unique service)હાથ ધરવામાં આવી છે. જેમાં ફક્ત 10 રૂપિયામાં જ ભરપેટ ભોજન મળે છે. વાત સાંભળી આપ પણ અચંબામાં પડી જશો. પણ આ હકીકત છે, જ્યાં સુરતમાં દરરોજ અંદાજે 500 જેટલા લોકો ફક્ત 10 રૂપિયામાં ભરપેટ ભોજન કરે છે.
સુરતને કર્ણની ભૂમિ કહેવાય છે. સુરત એટલે દાનવીરોની ભૂમિ છે. સુરતમાં દરરોજ દાન પુણ્ય માટે લોકો કંઈને કંઈ કરતા નજરે પડે છે. તેમાંય વાત કરવામાં આવે ભૂખ્યા મજૂરોની તો દરરોજને માટે એક જ સવાલ જમવા ક્યાં જવું ? પણ સુરતના કાપોદ્રા તેમજ નાના વરાછા વિસ્તારમાં ભૂખ માટે ટળવળતા અને અસક્ષમ એવા તમામ લોકોને 10 રૂપિયામાં ભરપેટ ભોજન આપવામાં આવે છે.
સુરતના ફાલ્ગુની રસોડા ટ્રસ્ટ દ્વારા આ રસોડું ચલાવવામાં આવે છે. જેમાં સભ્યો દ્વારા રસોઈ બનાવી દરરોજના માટે 500 જેટલા લોકોને માત્ર 10 રૂપિયામાં જમાડવામાં આવે છે.
કોઈનો જન્મદિવસ હોય કે અન્ય પ્રસંગ હોય ત્યારે લોકો ખોટા ખર્ચ કરે છે. પણ કેટલાક લોકો દ્વારા આ ટ્રસ્ટને આ કાર્ય માટે પણ મદદ કરવામાં આવે છે. જે પણ દાન આવે તેનો સદુપયોગ આ રીતે કરવામાં આવે છે. હાલ દરરોજ માટે 500.લોકોને તેઓ જમાડે છે. અને મળેલા ખૂટતા રૂપિયા મેનેજ કરીને દરરોજનું જમણવાર તૈયાર કરવામાં આવે છે.
કોરોનાની મહામારીમાં લોકડાઉન સમયે મજૂર વર્ગને જમવાની ખૂબ તકલીફ ઊભી થઈ હતી. ત્યારે આ જોઈ છેલ્લા બે મહિના થી ફક્ત ત્રણ લોકો દ્વારા ટ્રસ્ટ બનાવવામા આવ્યું છે.
અને દરરોજને માટે સેવાભાવી લોકો સેવામા જોડાઈને ભૂખ્યા લોકોને ભોજન કરાવે છે. આ સેવા થકી લોકોમા એક જ મેસેજ પાઠવવા માંગે છે કે ભૂખ્યાને ભોજન કરાવો.
આ પણ વાંચો : Ahmedabad: ગૃહ રાજ્ય પ્રધાન ધંધુકાના મૃતક કિશનના પરિવારજનોને મળી પાઠવી સાંત્વના, ઝડપી ન્યાય અપાવવાની આપી ખાતરી