Surat : કામરેજ તાલુકાના વેલંજાનું પ્રોઢ દંપતિ ગેસ દુર્ઘટનામાં દાઝી ગયું

|

Aug 23, 2022 | 9:32 AM

સવારની પહોરમાં અચાનક થયેલા ગેસના(Gas ) ધડાકાના કારણે ઘરની દીવાલો પણ ધ્રુજી ઉઠતા બાજુના રૂમમાં સુતેલા વિજય અને તેમના પત્ની હોલમાં લાગેલી આગની લપેટમાં આવી ગયા હતા.

Surat : કામરેજ તાલુકાના વેલંજાનું પ્રોઢ દંપતિ ગેસ દુર્ઘટનામાં દાઝી ગયું
Surat: A couple from Velanja of Kamraj district got burnt in a gas accident

Follow us on

કામરેજ (Kamrej )તાલુકાના વેલંજા ખાતે આવેલી શ્યામ રેસીડેન્સી ઘર નંબર 72 માં રહેતા વિજયભાઇ પોપટભાઈ માલવીયા પોતાની પત્ની(Wife ) અને  પુત્રી (daughter )સહિત માતા પિતા સાથે રહે છે. તેમજ અમરોલી સાયણ રોડ પર આવેલી અંજની ઇન્ડસ્ટ્રીઝમાં રાધેશ્યામ નામની ઈલેક્ટ્રીકની દુકાન ધરાવે છે. ગત તા 19 ઓગસ્ટના વહેલી સવારે છ વાગ્યાની આસપાસ તેમના માતા સવિતાબેને પાણી ગરમ કરવા ગેસનો ચૂલો ચાલુ કરતી વેળાએ અચાનક ગેસમાં આગનો ભડકો થતા આગ રસોડામાં પ્રસરી ગઈ હતી.

ત્યારે તેમના માતા સહિત પિતા પોપટભાઈ પણ ગેસ દુર્ઘટનામાં લાગેલી આગની લપેટમાં આવી ગયા હતા. સવારની પહોરમાં અચાનક થયેલા ગેસના ધડાકાના કારણે ઘરની દીવાલો પણ ધ્રુજી ઉઠતા બાજુના રૂમમાં સુતેલા વિજય અને તેમના પત્ની હોલમાં લાગેલી આગની લપેટમાં આવી ગયા હતા.

ત્યાર બાદ પુત્ર વિજયે ઘરનો મુખ્ય દરવાજો ખોલી પરિવારના તમામ સભ્યોને બહાર લઈ ગયા હતા. તેમજ ગેસ સિલિન્ડરનું રેગ્યુલેટર કાઢી સિલિન્ડર પણ બહાર ખસેડી દીધો હતો. 108 એમ્બ્યુલન્સને ફોન કરતા ઘટના સ્થળે આવી પહોચી હતી. ત્યારે બાદ દાઝેલા માતા પિતાને સાયણ ખાતે આવેલી જીવનરક્ષા હોસ્પિટલમાં પુત્ર વિજય સારવાર અર્થે લઈ ગયા હતા.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

પરંતુ જીવન રક્ષા હોસ્પિટલના એ.સી રૂમની વ્યવસ્થા ના હોવાથી હોસ્પીટલના સૂત્રો દ્વારા અન્ય હોસ્પીટલમાં લઈ જવાનું કહેતા ગેસ દુર્ગંધટનામાં દાઝેલા માતા પિતાને સુરત ખાતેની કિરણ હોસ્પીટલ માં વધુ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. હાલ આ કેસમાં દાઝેલા ઇજાગ્રસ્તોની હાલત સામાન્ય હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આગમાં બ્લાસ્ટ એટલો મોટો હતો કે આસપાસની દીવાલો પણ ધ્રુજી ઉઠી હતી. અને લોકોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો.

Input Credit Jignesh Mehta (Bardoli )

Next Article