Surat : સ્માર્ટ સીટી સમિટની તૈયારીના નિરીક્ષણ માટે કેન્દ્રીય ટીમ સુરત આવશે

સુરત મનપા દ્વારા શહેરની વિવિધ હોટલોમાં 500 થી વધુ રૂમો બુક કરવામાં આવ્યા છે . આગામી 1 લી અને 2 જી એપ્રિલ સુધી સ્માર્ટ સિટી સમિટમાં કયા શહે૨ - રાજ્યમાંથી કેટલાં પ્રતિનિધિઓ , મંત્રીઓ કયા દિવસે હાજર રહેશે ? તે અંગેની વિગતો સુરત મહાનગરપાલિકા ને ઉપલબ્ધ થવાની શક્યતા છે.

Surat : સ્માર્ટ સીટી સમિટની તૈયારીના નિરીક્ષણ માટે કેન્દ્રીય ટીમ સુરત આવશે
Smart City Summit in Surat (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 9:35 AM

આગામી 18 થી 20 એપ્રિલ દરમિયાન સુરત (Surat )ખાતે આયોજીત થનાર સ્માર્ટ સિટી સમિટની (Smart City Summit ) તૈયારીઓની માટે સમીક્ષા આવતીકાલે સ્માર્ટ સિટી મિશનની ઉચ્ચ સ્તરીય ટીમ(Team ) સુરત આવી રહી છે . ગૃહમંત્રી અમિત શાહ સહિત પાંચથી વધુ કેન્દ્રીય મંત્રી અને 100 સ્માર્ટ સિટીના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ હાજરી મંડળની ધરાવનાર આ સ્માર્ટ સિટી સમિટ માટેના મિશન અંતર્ગત નક્કી કરાયેલ માપદંડો મુજબ સુરત મનપા દ્વારા તૈયારી કરવામાં આવી છે કે કેમ ? તેની સમીક્ષા કેન્દ્રીય ટીમ દ્વારા કરવામાં આવશે. કેન્દ્રીય ટીમની મુલાકાત પૂર્વે સુરત મહાનગરપાલિકા માં સંબંધિત અધિકારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે . સ્માર્ટ સિટી મિશન દ્વારા નક્કી કરાયેલ માપદંડો મુજબ સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આયોજન કઇ રીતે ગોઠવવું તે અંગેનો રોડ મેપ આજે નક્કી કરવામાં આવશે , આ ઉપરાંત કેન્દ્રીય ટીમ દ્વારા અપાનારી સુચનાનો અમલ કરવામાં આવશે .

સુરત મનપા દ્વારા શહેરની વિવિધ હોટલોમાં 500 થી વધુ રૂમો બુક કરવામાં આવ્યા છે . આગામી 1 લી અને 2 જી એપ્રિલ સુધી સ્માર્ટ સિટી સમિટમાં કયા શહે૨ – રાજ્યમાંથી કેટલાં પ્રતિનિધિઓ , મંત્રીઓ કયા દિવસે હાજર રહેશે ? તે અંગેની વિગતો સુરત મહાનગરપાલિકા ને ઉપલબ્ધ થવાની શક્યતા છે.

100 શહેરો માંથી આવનારા મહેમાનો માટે રહેવા , જમવા સહીતની વ્યવસ્થા લગભગ કરી દેવામાં આવી છે . મનપાના આયોજનમાં કોઇ કચાસ નહી રહી જાય તે માટે મનપાના મેયર સહિતના પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશ્નર સહીતના અધિકારીઓ વચ્ચે સમિટને લઇ એક બેઠક મળી હતી . મનપાના અધિકારીઓ દ્વારા તૈયારીનું પ્રેઝેન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આમ પહેલી વાર સુરતમાં સ્માર્ટ સીટી સમિટ નું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે કોર્પોરેશન દ્વારા તેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સ્માર્ટ સિટીની સ્પર્ધામાં અગ્રેસર રહેલા સુરત શહેરના અનેક પ્રોજેક્ટોની જાણકારી પણ સુરતના મહેમાન બનનાર અન્ય શહેરોના મેયર અને અધિકારીઓને આપવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષથી સુરત મનપાને એવોર્ડ પ્રાપ્ત થઇ રહ્યો છે . આ સાથે દર વર્ષે એક મિટનું આયોજન પણ કરવામાં આવે છે .આ વર્ષે પ્રથમ વખત સુરત શહેરમાં રાષ્ટ્રીય સમિટનું આયોજન થવા જઇ રહ્યું છે .

આ પણ વાંચો :

Surat : ધોરણ 10-12ની બોર્ડની આજથી પરીક્ષા, સુરતમાં 1.45 લાખ પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા

VNSGUની ઓનલાઇન પરીક્ષા ફેઈલ, પહેલા જ્યાં વિદ્યાર્થીઓ 30 ટકા માર્ક્સ મેળવતા હતા તે હવે 90 ટકા માર્ક્સ મેળવે છે !

g clip-path="url(#clip0_868_265)">