AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : મા બાપ માટે ચેતવણી રૂપ કિસ્સો, રસ્તા પર સસ્તામાં મળતા પૉપ પૉપ ફટાકડાએ લીધો બાળકનો કિંમતી જીવ !

ડિંડોલીમાં રહેતા અને મૂળ બિહારના રાજ શર્માએ પોતાના બે સંતાનો માટે પૉપ પૉપ લઈને ગયા હતા. જોકે છેલ્લા 24 કલાકથી તેમના મોટા પુત્ર શૌર્યની તબિયત સતત બગડતી ચાલી હતી. ગઈકાલે તેને ઉલ્ટીઓ થતા તેમાંથી પૉપ પૉપ નીકળતા તેની માતા પણ ચોંકી ઉઠી હતી. 

Surat : મા બાપ માટે ચેતવણી રૂપ કિસ્સો, રસ્તા પર સસ્તામાં મળતા પૉપ પૉપ ફટાકડાએ લીધો બાળકનો કિંમતી જીવ !
Surat: Parents read special: Cheap pop firecrackers found on the road took the life of a child in Surat?
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 6:08 PM
Share

જો તમારું બાળક પણ પૉપ પૉપ(pop pop ) ફટાકડા ફોડવાનું શોખીન હોય તો આ સમાચાર તમારા માટે ખાસ છે. કારણ કે સુરતમાં ત્રણ વર્ષીય બાળક નાનકડું પૉપ પૉપ ગળી જતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા અને મૂળ બિહારના વતની રાજ શર્મા ના ત્રણ વર્ષીય પુત્રનું પૉપ પૉપ ગળી ગયા બાદ ઝાડા ઉલ્ટી થતા મોત નીપજ્યું છે. 

બનાવની હકીકત એવી છે કે ડિંડોલીમાં રહેતા અને મૂળ બિહારના રાજ શર્માએ પોતાના બે સંતાનો માટે પૉપ પૉપ લઈને ગયા હતા. જોકે છેલ્લા 24 કલાકથી તેમના મોટા પુત્ર શૌર્યની તબિયત સતત બગડતી ચાલી હતી. ગઈકાલે તેને ઉલ્ટીઓ થતા તેમાંથી પૉપ પૉપ નીકળતા તેની માતા પણ ચોંકી ઉઠી હતી.

આ વાતની જાણ થતા તેની બાળકને તુરંત જ ખાનગી હોસ્પિટલમાં લઇ ગઈ હતી. જ્યાં તેની તબિયત વધુ લથડતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. પરિવારજનોને શંકા છે કે બાળક રમત રમતમાં પૉપ પૉપ ગળી  ગયો હશે અને તે કારણથી તેની તબિયત વધારે બગડી હોય શકે છે.

શું હોય છે પૉપ પૉપ ? રસ્તા પર અત્યંત સસ્તામાં મળતા આ ફટાકડાને પૉપ પૉપ કહે છે. કાગળની પોટલીમાં દારૂખાના અને રેતી ભરીને તેને બાંધવામાં આવે છે. આ પૉપ પોપની કિંમત પાંચ કે દસ રૂપિયા સુધીની જ હોય છે. દીવાલ કે જમીન પર પટકવાથી તે સામાન્ય અવાજ સાથે ફૂટે છે. અને બાળકો તેને સૌથી વધારે પસંદ કરે છે.

પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરવાનો કર્યો ઇન્કાર  પરિવારજનોએ બાળકનું પોસ્ટમોર્ટમ કરવાની મનાઈ કરી છે. જોકે બાળકનું મૃત્યુ પૉપ પૉપ ખાવાથી જ થયું છે કે કોઈ બીજું કારણ છે તે જાણવા મૃતદેહનું પોસ્ટમોર્ટમ થવું જરૂરી છે. પરંતુ પરિવારજનો મૃત બાળકનું પોસ્ટમોર્ટમ કરવાનો ઇન્કાર કરી રહ્યા છે. જેથી મૃત્યુ પાછળનું સાચું કારણ સામે આવી શક્યું નથી. જોકે ડિંડોલી પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. મૃતક શૌર્યના પરિવારજનો 8 મહિના પહેલા જ બિહારથી રોજી રોટી માટે સુરત સ્થાયી થયા હતા. પરિવારમાં તેમને નાની 2 વર્ષની દીકરી પણ છે.

આ પણ વાંચો : Surat : રાજ્યની એકમાત્ર જૂની અને જર્જરિત સુરત સિવિલ હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવશે

આ પણ વાંચો : Surat : રાંદેર ઝોનના છ વિસ્તારોમાં 24 કલાક પાણી પુરવઠાની કોર્પોરેશનની યોજના અંતિમ તબક્કામાં

અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરે તેવો રોબોટ
અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરે તેવો રોબોટ
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
g clip-path="url(#clip0_868_265)">