Surat : કતારગામ વિસ્તારમાં 9 જુગારીઓ પકડાયા, 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત

|

Dec 29, 2021 | 5:57 PM

સુરત પોલીસે તમામ જુગારીયાઓની ધરપકડ કરી તેમની સામે જુગારધારા એક્ટ મુજબનો ગુનો નોંધી રોકડા રૂપિયા તથા 9 મોબાઈલ મળી કુલ 1.70 લાખની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Surat : કતારગામ વિસ્તારમાં 9 જુગારીઓ પકડાયા, 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત
Surat Katargam Police Arrest Gamblers (File Image)

Follow us on

સુરતના (Surat)કતારગામ વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે આવેલ પાર્વતીનગર સોસાયટીમાં એક મકાનમાં બીજા માળે ધમધમતા જુગારધામ( Gambling) પર પોલીસે(Police)દરોડા પાડ્યા હતા. રૂમમાં જુગાર રમતા હીરા દલાલ, લેસનો વેપારી, રત્નકલાકારો સહીત કુલ નવ જુગારીયાઓને(Gamblers) પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે તમામ જુગારીયાઓની ધરપકડ કરી તેમની સામે જુગારધારા એક્ટ મુજબનો ગુનો નોંધી રોકડા રૂપિયા તથા 9 મોબાઈલ મળી કુલ 1.70 લાખની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

કતારગામ પોલીસને બાતમી મળી હતી કે કતારગામ બાપા સિતારામ ચોક પાસે આવેલ પાર્વતીનગર સોસાયટી ખાતે આવેલ પ્લોટ નં-28 ના બીજા માળે આવેલ રૂમ નં-2 માં જુગારધામ ધમધમી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડી જુગાર રમતા નરોતમભાઈ વિઠ્ઠલભાઈ વરીયા (રહે-ઘર નં ડી/201 યજ્ઞ ફલેટ ધનમોરા ચાર રસ્તા પાસે કતારગામ), પ્રવિણભાઈ વાલજીભાઈ કાકલોતર (રહે-ઘર નં 48 સંતોષીકૃપા સોસાયટી બાપા સિતારામ ચોક પાસે કતારગામ), કાંનજીભાઈ જેઠુરભાઈ સિસોદીયા (રહે-ઘર નં 165 કુબેરનગર સોસાયટી વિભાગ-૦૨ ચોકબજાર),

મેરામભાઈ નનકુભાઈ મયડ (રહે.ફલેટ નં-૪૦૬ સોના એપાર્ટમેન્ટ મગનનગર સોસાયટી વિભાગ-૦૨ કતારગામ), ગોવિંદભાઈ હરીભાઈ સોજીત્રા (રહે-ફલેટ નં-202 ગોકુળધામ સોસાયટી છાપરાભાઠા રોડ અમરોલી), નરેશભાઈ માધવજીભાઈ પટેલ (રહે-ફલેટ નં-301 નીલકંઠ એપાર્ટમેન્ટ અંકુર ચોકડી પાસે વરાછા), પ્રકાશભાઈ મનુભાઈ બહ્મભટ્ટ (રહે-ઘર નં 11 અંબિકાપાર્ક સોસાયટી સુમુલ ડેરી રોડ કતારગામ), નરેશભાઈ ભીખાભાઈ પટેલ (રહે-ઘર નં 40 ભગવતી સોસાયટી કાપોદ્રા) અને કાંતિભાઈ રવજીભાઈ સોવઢીયા (રહે.ઘર નં એન-1/103 અમૃત એપાર્ટમેન્ટ લસકાણા રોડ વરાછા)ને રંગેહાથ જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પોલીસે તમામ જુગારીયાઓ પાસેથી અંગઝડતીના રોકડા રૂપિયા 90,400 તથા દાવ ઉપરનાં રોકડા રૂપિયા 5100, નાળના રોકડા રૂપિયા 1200, અલગ અલગ કંપનીના કુલ 9 મોબાઇલ મળી કુલ 1,70,200 મત્તાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : RAJKOT : શહેરમાં વધી રહ્યાં છે કોરોનાના કેસ, 3 દિવસમાં બમણા થઇ રહ્યાં છે કેસો

આ પણ વાંચો : ગાંધીનગરમાં પણ કોરોનાને લઇને તંત્ર સતર્ક, દરરોજ 1000 ટેસ્ટ માટેનું આયોજન

Next Article