Surat : પલસાણાના બલેશ્વરમાં ફ્લેશ ફાયરની ઘટનામાં 4 કારીગરો દાઝ્યા, તમામ સારવાર હેઠળ

|

Aug 02, 2022 | 10:01 AM

રવિવારે (Sunday )સવારે એક કામદાર જયારે ચા બનાવવા માટે ગેસ સળગાવવા ગયો ત્યારે ફ્લેશ ફાયરની આ ઘટના બની હતી. અને તે બાદ રૂમમાં સુતેલા બીજા કામદારો પણ ગંભીર રીતે દાઝ્યા હતા. 

Surat : પલસાણાના બલેશ્વરમાં ફ્લેશ ફાયરની ઘટનામાં 4 કારીગરો દાઝ્યા, તમામ સારવાર હેઠળ
Workers burnt in Flesh Fire newar Baleshwar (File Image )

Follow us on

સુરતના પલસાણા (Palsana )તાલુકાના બલેશ્વર ખાતે એક જ રૂમમાં રહેતા 4 કામદારો ફ્લેશ ફાયર (Fire ) થતા ગંભીર રીતે દાઝી (Burnt )ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જે તમામને સારવાર માટે ચલથાણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રવિવારના રોજ આ ઘટના બની હતી. જેમાં વહેલી સવારે એકાએક ગેસની બોટલમાંથી ગેસ લીકેજ થયું હતું. અને તે બાદ ફ્લેશ ફાયર થતા આ ચારેય કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા.

ગેસ સળગાવવા જતા જ થઇ ફ્લેશ ફાયરની ઘટના :

વધુમાં મળતી માહિતી પ્રમાણે પલસાણા તાલુકાના બલેશ્વર ગામમાં આવેલા બિલાલ નગરમાં છોટુભાઈની એક બિલ્ડિંગના મકાન નંબર 17 માં રહેતા કામદારોના રૂમમાં રવિવારે સવારે એક કામદાર જયારે ચા બનાવવા માટે ગેસ સળગાવવા ગયો ત્યારે ફ્લેશ ફાયરની આ ઘટના બની હતી. અને તે બાદ રૂમમાં સુતેલા બીજા કામદારો પણ ગંભીર રીતે દાઝ્યા હતા.

ચારેય કારીગરો મૂળ મધ્યપ્રદેશના :

ગંભીર રીતે દાઝેલા કારીગરોમાં જોમરાજ વિજય પ્રજાપતિ, સુરેશ રાજકુમાર પ્રજાપતિ, રામસીયા ધરમદાસ , અને પ્રિન્સ મટુધારી નો સમાવેશ થાય છે. આ ચારેય કામદારો મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે. તેઓ પલસાણાની  એક મિલમાં કારીગર તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બ્લાસ્ટ થયો હોય તેવો અવાજ આવ્યો :

ફ્લેશ ફાયર થતા જ જાને કોઈ મોટો બ્લાસ્ટ થયો હોય તે રીતે અવાજ આવ્યો હતો. આ ઘટના બનતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને દાઝેલા કારીગરોને તાત્કાલિક જ નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. વધુ સારવાર તેઓને ચલથાણની સંજીવની હોસ્પિટલમાં આપવામાં આવી રહી છે. ઘટના અંગે પલસાણા પોલીસે જાણવા જોગ ફરિયાદ લઈને વધુ તપાસ શરૂ કરી છે.

Input Credit Jignesh Mehta (Bardoli )

Next Article