Surat : કોરોના કાળમાં રેલવે સ્ટેશન પર મળેલા 36 બાળકોનો પરિવાર સાથે ભેંટો કરાવાયો

સુરત રેલવે પોલીસના જણાવ્યા પ્રમાણે કેટલાક બાળકો ટ્રેનમાં ચઢતી વખતે પરિવારજનોથી છૂટા થઈ જાય છે. તો કેટલાક માતા-પિતાના ઠપકા, માર, ઘર કંકાસ, આર્થિક તંગી વગેરે કારણોથી ઘરેથી ભાગી જાય છે.

Surat : કોરોના કાળમાં રેલવે સ્ટેશન પર મળેલા 36 બાળકોનો પરિવાર સાથે ભેંટો કરાવાયો
Surat Railway Station
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 4:11 PM

કોરોનાકાળમાં માતા-પિતાનો ઠપકો, ગૃહ કંકાસ અને આર્થિક તંગી જેવા કારણોથી ઘરથી બહાર ભાગેલા 74 બાળકો રેલવે સ્ટેશન પર મળી આવ્યા છે. આરપીએફ દ્વારા 36 બાળકોના તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે. બાકી આડત્રીસ બાળકોને એનજીઓને સોંપી દેવામાં આવ્યા છે.

આરપીએફના જણાવ્યા પ્રમાણે 2020 માં કોરોનાકાળ દરમિયાન કુલ 25 બાળકો મળ્યા હતા. જેમાંથી 16 જેટલા બાળકોને પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. જ્યારે 9 બાળકોને ચાઈલ્ડ લાઈન એનજીઓને સોંપી દેવામાં આવ્યા હતા. આ વર્ષે અત્યાર સુધી કુલ 49 બાળકોને રેલવે  સ્ટેશનથી પકડવામાં આવ્યા હતા. જેમાંથી 20 બાળકો તેમના પરિવારજનો સાથે ભેંટો કરાવવામાં આવ્યો હતા. જ્યારે 29 બાળકોને ચાઈલ્ડ લાઈન એનજીઓને સોંપવામાં આવ્યા હતા.

આ વર્ષે પશ્ચિમ રેલવેના બધા જ સ્ટેશનો પર કુલ 919 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ બાળકો ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, બિહાર, મહારાષ્ટ્રથી ભાગીને આવ્યા હતા. કેટલાક બાળકો ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી ભાગીને આવ્યા હતા. સુરત સ્ટેશન પર આરપીએફ એ તેમને રખડતા પકડ્યા હતા. સુરત સ્ટેશન પર રોજ અંદાજે દોઢસો જેટલી ટ્રેન રોકાય છે અને લગભગ 45 હજાર જેટલા મુસાફરો અવર જવર કરે છે. અમુક બાળકો સ્ટેશન પર ઉતરી જાય છે, તો કેટલાક પરિવારથી વિખુટા પડી જાય છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

પાછલા ચાર વર્ષની વાત કરવામાં આવે તો સુરત સ્ટેશન પર 141 જેટલા બાળકો મળ્યા હતા. સુરત સ્ટેશન પર કોરોના પહેલા રોજ 250 એક્સપ્રેસ ટ્રેનોની અવર જવર થતી હતી. સુરત રેલવે પોલીસના જણાવ્યા પ્રમાણે કેટલાક બાળકો ટ્રેનમાં ચઢતી વખતે પરિવારજનોથી છૂટા થઈ જાય છે. તો કેટલાક માતા-પિતાના ઠપકા, માર, ઘર કંકાસ, આર્થિક તંગી વગેરે કારણોથી ઘરે થી ભાગી જાય છે. આવા બાળકોની ઉંમર બે વર્ષથી 18 વર્ષ સુધીની હોય છે. તે પ્લેટફોર્મ પર જ રાત દિવસનો સમય ગુજારે છે અને ઉદાસ ચહેરા સાથે ભટકતા મળી જાય છે.

અન્ય અસામાજિક તત્વોના હાથે ચડી જાય તો બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જાય છે અને કેટલાક બાળકો તો ગુનાખોરીના રવાડે પણ ચડી જતા હોય છે. ત્યારે આવા બાળકોને પરિવારજનો સાથે ભેંટો કરવાનું કામ રેલવે પોલીસ વર્ષોથી કરતી આવી છે.

આંકડા પ્રમાણે જોવા જઈએ તો આટલા બાળકો ચાર વર્ષથી રેલવે સ્ટેશન પર મળી આવ્યા છે.

વર્ષ                      બાળકો 2021                      49 2020                      25 2019                       31 2018                      36

કુલ                         141

આ પણ વાંચો : Surat : ડાયમંડ સીટી સુરતમાં છે દેશના સૌથી મોંઘા 600 કરોડના શ્રી ગણેશ

આ પણ વાંચો : યુદ્ધની સ્થિતિ અને ઈમરજન્સી લેન્ડીંગ માટે રાજ્યમાં આ 2 હાઈવે પર એરસ્ટ્રીપ જેવી સુવિધા ઉભી કરવામાં આવશે

g clip-path="url(#clip0_868_265)">