Surat : ડાયમંડ સીટી સુરતમાં છે દેશના સૌથી મોંઘા 600 કરોડના શ્રી ગણેશ
Ganesh Chaturthi 2021: ડાયમંડ ગણેશ તેમનાં માટે સાક્ષાત ગણપતિનું સ્વરૂપ છે. અને તેમનાં માટે કોહીનુર હિરા કરતાં પણ વધુ અમુલ્ય છે. હિરો કિંમતી હોવાથી તે પ્રદર્શન માટે મુકવો મુશ્કેલ છે. પણ આ ગણેશજીની પુજા તેઓ ઘરઆંગણે જ કરે છે.
Ganpati festival: માણસ જો ચાહે તો તેને પથ્થરમાં પણ દેવતાનાં દર્શન થઇ શકે છે. જરૂર છે માત્ર શ્રધ્ધાની. ગણપતિ ઉત્સવ નજીક છે ત્યારે આજે અમે તમને દર્શન કરાવીએ દુર્લભ કહી શકાય તેવા ગણપતિનાં. ડાયમંડ સીટી સુરતમાં છે રફ ડાયમંડનાં આકારમાં આવેલા ગણેશજી. જે આખી દુનિયામાં એક જ હોવાનું મનાઇ રહ્યું છે. આ પહેલાં કે આ પછી ગણપતિનાં આકારમાં આ પ્રકારે રફ ડાયમંડ મળવો મુશ્કેલ છે જેમાં હુબહુ ગણપતિના સ્વરૂપમાં રફ ડાયમંડમાં દેખાતી ગણેશજીની આંખ હોય,ગણેશજીની સુંઢ હોય અને ગણેશજી જેવા જ પગ અને આકાર હોય..
સુરતનાં ડાયમંડ વેપારી એવા કનુભાઇ અસોદરિયા અવારનવાર ડાયમંડની ખરીદી માટે બેલ્જીયમ જતાં હોય છે. આજથી થોડા વર્ષો પહેલાં તેમણે બેલ્જીયમથી રફ ડાયમંડની ખરીદી કરી હતી. જેનું સુરત આવીને એસોર્ટીંગ કરતાં રફ ડાયમંડનાં જથ્થામાં તેમને એક અલગ જ હિરો જોવા મળ્યો. 182.53 કેરેટનાં આ હિરામાં ગણેશજીની આકૃતિ સ્પષ્ટપણે જોવા મળી હતી..હિરાની ખાણમાંથી નીકળેલા આ હિરામાં ગણેશજીની સુંઢ,હાથ,આંખ અને પગ સ્પષ્ટપણે જોવા મળે છે. કનુભાઇએ પોતાની માલિકીનો આ હિરો જેને પણ બતાવ્યો તેને એક જ નજરમાં કહ્યું કે આ તો સાક્ષાત્ ગણપતિનું સ્વરૂપ છે..
કનુભાઇ અસોદરિયાએ આ હિરાની ચકાસણી માટે ઇન્ડિયન ડાયમંડ એસોસિયેશનનો સંપર્ક સાધ્યો. અને જેમાં ત્યાંની જેમોલોજીકલ લેબોરેટરીમાં તેનું કદ,તેના રંગ અને તેના વજનની જાણકારી મેળવીત્યાંથી તેમને જાણવા મળ્યું કે આ હિરો આછા પીળા રંગનો છે. તેનું વજન 36.50 ગ્રામ છે. આ ડાયમંડ 48 એમએમ ઉંચો,32 એમએમ પહોળો અને 20 એમએમ જાડાઇનો છે. સામાન્ય રીતે આ હિરાની કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવતી હોય છે. ડાયમંડ એક્ષપર્ટનાં જણાવ્યા પ્રમાણે આ હિરાની અંદાજીત કિંમત 600 કરોડ રૂપિયા છે..પણ ઇશ્વરનું મુલ્ય આંકવાનું યોગ્ય નહિં લાગતાં તેઓ તેને વ્યર્થ જ ગણાવે છે..લંડનની એક ઓક્શન કંપનીએ પણ આ હિરાની જેટલી કિંમત જોઇએ તેટલી આપવા તૈયાર પણ હતી..પણ કનુભાઇએ આ અમુલ્ય ગણેશજીની કોઇ કિંમત ના આંકતા તેને તેમની પાસે જ રહેવા દીધા. અને આ રીતે આજે ગણેશજીનું મુલ્ય ઓર વધી ગયું છે..
આ ડાયમંડ ગણેશ તેમનાં માટે સાક્ષાત ગણપતિનું સ્વરૂપ છે. અને તેમનાં માટે કોહીનુર હિરા કરતાં પણ વધુ અમુલ્ય છે. હિરો કિંમતી હોવાથી તે પ્રદર્શન માટે મુકવો મુશ્કેલ છે. પણ આ ગણેશજીની પુજા તેઓ ઘરઆંગણે જ કરે છે. સામાન્ય દિવસોમાં સેફ્ટી બોક્ષમાં રહેતો આ ડાયમંડ ગણેશ ચતુર્થીમાં પુજા માટે કાઢવામાં આવે છે. અને પછી તેની પુજા કરવામાં આવે છે. સિધ્ધિવિનાયક મંદિરમાં પણ ભક્તોના દર્શન માટે આ ગણપતિને મોકલવામાં આવ્યા હતાં..
ગણપતિની મૂર્તિ ભલે આકારમાં નાની હોય. પણ કિંમત અને ભક્તોની શ્રદ્ધા માટે તે ખૂબ જ અમૂલ્ય છે..આમ,આ દુર્લભ કહી શકાય તેવા રફ ડાયમંડનાં ગણપતિ ડાયમંડ સીટી સુરતની ચમક બનીને ચમકી રહ્યાં છે. સાથે જ લોકોની આસ્થાનું પણ પ્રતિક બની રહ્યા છે..
આ પણ વાંચો :