Surat: કોરોનામાં હીરાઉધોગ સાથે જોડાયેલા 270 વ્યક્તિઓએ ગુમાવ્યા જીવ, મદદ માટે આગળ આવ્યું જેમ એન્ડ જવેલરી રિલીફ ફાઉન્ડેશન

|

Jun 19, 2021 | 9:44 PM

હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા અને કોરોનાથી મૃત્યુ પામનારા શ્રમિકોના પરિવારો માટે જેમ એન્ડ જવેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન તરફથી આર્થિક મદદ કરવામાં આવશે. તેના માટે ડાયમંડ એસોસિયેશને સર્વે પૂર્ણ કરી લીધો છે.

Surat: કોરોનામાં હીરાઉધોગ સાથે જોડાયેલા 270 વ્યક્તિઓએ ગુમાવ્યા જીવ, મદદ માટે આગળ આવ્યું જેમ એન્ડ જવેલરી રિલીફ ફાઉન્ડેશન
કોરોનામાં હીરાઉધોગ સાથે જોડાયેલા 270 વ્યક્તિઓએ ગુમાવ્યા જીવ

Follow us on

હીરા (Diamond) ઉદ્યોગ સાથે જોડાયેલા અને કોરોનાથી (Corona) મૃત્યુ પામનારા શ્રમિકોના પરિવારો માટે જેમ એન્ડ જવેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન તરફથી આર્થિક મદદ કરવામાં આવશે. તેના માટે ડાયમંડ એસોસિયેશને સર્વે પૂર્ણ કરી લીધો છે.

સુરતમાં હીરાના વ્યવસાય જોડાયેલા 270 લોકોની કોરોના કારણે મૃત્યુ થયું છે. જેના કારણે ઘણા પરિવારો બેસહારા થઈ ગયા છે અને આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. જેમ એન્ડ જવેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન આ પરિવારોને આર્થિક મદદ કરવાનો નિર્ણય કર્યો છે.

સુરતમાં રહેતા અને હીરા વ્યવસાયમાં સામેલ કોઈપણ વ્યક્તિ જેમ કે રત્નકલાકાર, મેનેજર, દલાલ કે નોકરી કરનારા કોઈપણ જાતિના વ્યક્તિનું જો કોરોના થી મૃત્યુ થયું છે અને મૃતકના પરિવાર માં કોઈપણ કમાનાર નથી તો તેને આર્થિક મદદ આપવામાં આવશે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

સુરતમાં ડાયમંડ જોડાયેલા 270 લોકોના મોત થયા છે. જેમાંથી 21 હીરા દલાલ અને 249 રત્ન કલાકાર છે. ડાયમંડ એસોસિયેશનના મંત્રી દામજી માવાણીએ જણાવ્યું છે કે ડાયમંડ એસોસિયેશને સર્વે પૂરો કરી લીધો છે. સુરતમાં ડાયમંડ ઉધોગ સાથે સંકળાયેલા અને કોરોના થી 270 વ્યક્તિઓના મોત થયા છે. તેની યાદી તૈયાર કરીને મુંબઈ મોકલી આપવામાં આવી છે. તેના પછી નક્કી કરવામાં આવશે કે કોને કેટલી મદદ કરવી.

જોકે તેમાંના કેટલાક પરિવારોને સુરત ડાયમંડ એસોસિયેશન પણ મદદ કરવા માટે આગળ આવ્યું છે. આ કોરોનામાં ઘણા પરિવારોને મોભી ગુમાવવાના કારણે નિઃસહાય બનવાનો વખત આવ્યો છે. ત્યારે એકબીજા માટે મદદનો હાથ લંબાવવા ડાયમંડ એસોસિયેશન આગળ આવ્યું છે.

Next Article