South Gujarat: 40 કરતા વધુ દીપડાઓને વનવિભાગ દ્વારા લગાવવામાં આવી માઈક્રોચિપ

|

May 21, 2022 | 2:38 PM

ખેડૂતો (Farmers) પાસેથી દીપડાના દેખાવાની માહિતી મળે છે ત્યારે વન વિભાગ દ્વારા પાંજરા મુકવામાં આવે છે. દીપડો પાંજરામાં કેદ થતાં જ તેને અન્ય પાંજરામાં મુક્યા બાદ ઈન્જેક્શન દ્વારા પૂંછડીમાં ચિપ લગાવવામાં આવે છે.

South Gujarat: 40 કરતા વધુ દીપડાઓને વનવિભાગ દ્વારા લગાવવામાં આવી માઈક્રોચિપ
More than 40 leopards have been fitted with microchips (File Image )

Follow us on

દક્ષિણ ગુજરાતના (South Gujarat) જંગલો એ દીપડાઓના (Leopard) ઘર સમાન છે. અહીં મોટી સંખ્યામાં દીપડાઓ જોવા મળે  છે, જે ક્યારેક ખેતરોમાંથી (Farm) થઈને ગામડાઓમાં પહોંચી જાય છે. આવી સ્થિતિમાં દીપડાઓની ગતિવિધિઓ પર નજર રાખવા માટે વન વિભાગ દ્વારા તેમાં માઈક્રોચીપ લગાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં બે વર્ષમાં 40થી વધુ દીપડાઓને માઇક્રોચિપ લગાવવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતના જંગલોમાં દીપડાની હાજરી મોટા પાયે જોવા મળી રહી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર સુરત જિલ્લાના માંગરોળ, માંડવી અને મહુવા તાલુકાઓમાં સૌથી વધુ દીપડાઓ છે. ઘણી વખત દીપડા શિકારની શોધમાં રહેણાંક વિસ્તારોમાં પહોંચી જાય છે અને કેટલીકવાર તેઓ પ્રાણીઓની સાથે માણસોનો પણ શિકાર કરે છે.

આવી ઘટનાઓને અંકુશમાં લેવા માટે વન વિભાગ દ્વારા દીપડાઓની ગતિવિધિઓ પર નજર રાખવા માટે માઈક્રોચિપ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ અભિયાન છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 40થી વધુ દીપડાઓને પકડવામાં આવ્યા છે. વન વિભાગના જણાવ્યા અનુસાર વર્ષ 2019માં થયેલી વસ્તી ગણતરી મુજબ દક્ષિણ ગુજરાતમાં 200થી વધુ દીપડા છે. બે વર્ષમાં 333 દીપડાના મોત થયા છે. વિધાનસભા સત્ર દરમિયાન વન વિભાગના મંત્રીએ રાજ્યમાં બે વર્ષમાં સિંહ અને દીપડાના મૃત્યુના આંકડા રજૂ કર્યા હતા.

વધુમાં મળતી માહિતી મુજબ બે વર્ષમાં 333 દીપડાના મોત થયા છે, જેમાં 242 દીપડા અને 91 બચ્ચા સામેલ છે. ચીપીંગની મદદથી જંગલમાં દીપડાની હિલચાલ પર સરળતાથી નજર રાખી શકાય છે. તે જ સમયે, એંથ્રોપોમોર્ફિક પદ્ધતિથી તેમને શોધવાનું શક્ય છે, કેવી રીતે દીપડો મૃત્યુ પામ્યો એટલે કે કુદરતી અથવા કોઈ દ્વારા માર્યો ગયો તે વગેરે બાબતો પણ જાણી શક્ય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દીપડાના સંરક્ષણ માટે આ ચિપ મહત્વની સાબિત થઈ રહી છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર નેહા ચૌધરીએ જણાવ્યું હતું કે જ્યારે પણ ખેડૂતો પાસેથી દીપડાના દેખાવાની માહિતી મળે છે ત્યારે વન વિભાગ દ્વારા પાંજરા મુકવામાં આવે છે. દીપડો પાંજરામાં કેદ થતાં જ તેને અન્ય પાંજરામાં મુક્યા બાદ તેને પકડવામાં આવે છે અને ઈન્જેક્શન દ્વારા પૂંછડીમાં ચિપ લગાવવામાં આવે છે.

Next Article