AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો શોધવા પાલિકાનું અભિયાન, પ્રથમ દિવસે જ 841 કિલો જથ્થો જપ્ત

તંત્ર દ્વારા 1164 સંસ્થાઓની ચેકિંગ દરમિયાન 75 માઇક્રોનથી ઓછી જાડાઇવાળી પ્લાસ્ટિક કેરીબેગ્સ તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો 841 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

Surat : શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો શોધવા પાલિકાનું અભિયાન, પ્રથમ દિવસે જ 841 કિલો જથ્થો જપ્ત
Plastic Waste Management Center
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 02, 2022 | 1:13 PM
Share

પહેલી જુલાઈથી કેન્દ્ર સરકાર તથા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (Pollution Control Board) દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામાના ભાગરૂપે સુરત શહેર(Surat City)  હદવિસ્તારમાં આવેલ સિંગલ યુઝ પ્લાસ્ટિકના હોલસેલર, રીટેઇલર, જનરલ સ્ટોર, માર્કેટ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકમાં ઉત્પાદક, સ્ટોકિસ્ટ અને વેચાણ કરનારી સંસ્થાઓમાં સઘન ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.ઉપરાંત આરોગ્ય વિભાગ (Health dept) દ્વારા દરેક ઝોનમાં સ્પેશિયલ ટીમો (Special Team) બનાવવામાં આવી હતી. આ ટીમોએ અલગ- અલગ ઝોનમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમણે 1164 સંસ્થાઓની ચેકિંગ દરમિયાન 75 માઇક્રોનથી ઓછી જાડાઇવાળી પ્લાસ્ટિક કેરીબેગ્સ તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો 841 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

તંત્ર દ્વારા સઘન ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી

કેન્દ્ર સરકાર અને CPCBના જાહેરનામા અન્વયે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા પ્લાસ્ટિક મુક્ત સુરતની ઝૂંબેશ મોટાપાયે હાથ ધરી છે. શહેરમાં 75 માઇક્રોનથી ઓછી જાડાઇવાળા પ્લાસ્ટિકના ઉત્પાદન-વેચાણ-ઉપયોગ પર પ્રતિબંધ છે.હવે સરકારે સિંગલયુઝ પ્લાસ્ટિક પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. જેના ભાગરૂપે શહેરના તમામ 9 ઝોનોમાં પ્લાસ્ટિક પ્રોડક્ટો સાથે સંકળાયેલ 1164 સંસ્થા, દુકાનોમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને કુલ 841 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

આ પ્લાસ્ટિકને  રી-સાઇકલ માટે મોકલી દેવામાં આવ્યો

આ પ્લાસ્ટિકનો જથ્થો પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એજન્સીને રી-સાઇકલ માટે મોકલી દેવામાં આવ્યો છે. સંસ્થાઓ પાસેથી 1.47 લાખનો વહિવટી ચાર્જ પણ વસૂલ કરાયો છે.કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે પણ પ્લાસ્ટિક વિરોધી આ અભિયાન ચાલુ રાખવામાં આવનાર છે. જે સંસ્થાઓ આ પ્રતિબંધ બાદ હજી પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કે વેચાણ કરે છે. તેવી સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.કોર્પોરેશન દ્વારા આવી સંસ્થાઓને અને લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોય તેનો ઉપયોગ ટાળવો જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી જ્યૂટ કે કાપડની બેગનો વપરાશ વધારવો જોઈએ.

દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
g clip-path="url(#clip0_868_265)">