સેવા અભિયાન : સુરતના આ ગ્રુપે જૂની ફાટેલી જીન્સમાંથી બેગ બનાવીને આદિવાસી વિસ્તારના બાળકો સુધી પહોંચાડવાનો કર્યો નિર્ધાર

|

May 18, 2022 | 6:55 PM

ગ્રુપના ફાઉન્ડરે ઉમેર્યું હતું કે અમે 25,000 બેગનું(Bag ) ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આગામી શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે દક્ષિણ ગુજરાતના અંતરિયાળ આદિવાસી ગામોમાં શાળાઓમાં બાળકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

સેવા અભિયાન : સુરતના આ ગ્રુપે જૂની ફાટેલી જીન્સમાંથી બેગ બનાવીને આદિવાસી વિસ્તારના બાળકો સુધી પહોંચાડવાનો કર્યો નિર્ધાર
Bag making from old jeans (File Image )

Follow us on

દક્ષિણ ગુજરાત(South Gujarat ) એ મોટા ભાગે આદિવાસી(Adivasi ) પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. અહીંના અંતરિયાળ વિસ્તારના ગામડાઓ(Villages ) સુધી હજુ ઘણી પ્રાથમિક સુવિધાઓ પણ પહોંચી નથી. તેમાં પણ વાત કરીએ શિક્ષણની તો આદિવાસી વિસ્તારોમાં તે પણ ખરાબ હાલતમાં છે. આવી સ્થિતિમાં આ વિસ્તારના બાળકોને મદદ કરવા માટે સુરતના યુવાનોના એક ગ્રુપ દ્વારા અનોખું અભિયાન શરૂકરવામાં આવ્યું છે. જેને તેઓએ સ્કૂલ બેગ અભિયાન નામ આપ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત ગ્રુપના યુવાનો લોકો પાસે જૂની જીન્સ અને પેન્ટ એકત્ર કરે છે. અને તેનો રિયુઝ કરીને  તેમની સ્કૂલ બેગ બનાવી રહ્યા છે. તૈયાર થયા પછી આ બેગ શાળાના આદિવાસી વિસ્તારના બાળકોને વિનામૂલ્યે આપવામાં આવશે.

સુરતના રક્ષક ગ્રૂપ દ્વારા સ્કૂલ બેગનું આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેના ફાઉન્ડર પ્રેસિડેન્ટ ગૌરવ પટેલે જણાવ્યું કે જ્યારે અમે જોયું કે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, વલસાડ જેવા જિલ્લાના છેવાડાના ગામડાઓમાં બાળકો પાસે સ્કૂલ બેગ પણ નથી ત્યારે તેમને આ  વિચાર આવ્યો. અને તેઓએ વિચાર્યું કે વેસ્ટમાંથી બેસ્ટ યુઝ કરીને ગરીબ આદિવાસી બાળકોની મદદ કરવામાં આવે.

ગ્રુપના યુવાનો અલગ-અલગ વિસ્તારમાં ફરીને જૂના જીન્સ-પેન્ટ એકઠા કરી રહ્યા છે અને તેમના પરિચિતોને મળીને તેમને સ્કૂલ બેગ તૈયાર કરાવી રહ્યા છે. ગ્રુપના ફાઉન્ડરે ઉમેર્યું હતું કે અમે 25,000 બેગનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આગામી શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે દક્ષિણ ગુજરાતના અંતરિયાળ આદિવાસી ગામોમાં શાળાઓમાં બાળકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સોશિયલ મીડિયામાં પણ અપીલ

આ અભિયાનમાં યુવાનોને જોડવા રક્ષક ગ્રુપ દ્વારા લોકોને સોશિયલ મીડિયા પર પણ અપીલ કરવામાં આવી રહી છે. આ અપીલને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. યુવાનો સોશિયલ મીડિયા પર તેમની તસવીરો સાથે આઇ સપોર્ટ સ્કૂલ બેગ અભિયાનની પોસ્ટ અપલોડ કરી રહ્યા છે

Next Article