સુરત ફાયરે જુઓ કઇ રીતે તાપીમાં છલાંગ લગાવનાર મહિલાનો જીવ બચાવ્યો

|

Sep 25, 2020 | 12:17 PM

આજે સવારે અંદાજે 9 વાગ્યે સુરત ફાયર વિભાગને એક કોલ મળ્યો હતો. જેમાં ઉતરાણ રેલવે બ્રિજ પરથી એક મહિલાએ તાપી નદીમાં છલાંગ લગાવી હોવાની માહિતી આપવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ મોટા વરાછા અને કાપોદ્રા ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યાં પહોંચતા માલુમ પડ્યું હતું કે મહિલા પિલરની વચ્ચે તાપી નદીમાં ફસાયેલી […]

સુરત ફાયરે જુઓ કઇ રીતે તાપીમાં છલાંગ લગાવનાર મહિલાનો જીવ બચાવ્યો

Follow us on

આજે સવારે અંદાજે 9 વાગ્યે સુરત ફાયર વિભાગને એક કોલ મળ્યો હતો. જેમાં ઉતરાણ રેલવે બ્રિજ પરથી એક મહિલાએ તાપી નદીમાં છલાંગ લગાવી હોવાની માહિતી આપવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ મોટા વરાછા અને કાપોદ્રા ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યાં પહોંચતા માલુમ પડ્યું હતું કે મહિલા પિલરની વચ્ચે તાપી નદીમાં ફસાયેલી છે. ફાયરે એકપણ ક્ષણનો વિલંબ કર્યા વિના બોયા અને રસ્સીની મદદથી બ્રિજના પિલર મારફતે તાપી નદીમાં નીચે ઉતર્યા હતા અને તાત્કાલિક જ મહિલાને રેસ્ક્યુ કરીને બોટમાં સહીસલામત બેસાડી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ મહિલાનું નામ કાળીબેન મનોજભાઈ પારઘી હતું. જેમની ઉંમર અંદાજે 30 વર્ષની છે. મહિલાએ શા માટે આવું પગલું ભર્યું તે જાણવા મળ્યું નથી. પણ ફાયર વિભાગે મહિલાનો કબજો પોલીસને સોંપ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article