ઊલ્ટી ગંગા : ખાનગી શાળાને ટક્કર આપતી શિક્ષણ સમિતિની શાળા, પ્રવેશ માટે 1400ની ક્ષમતા સામે 4 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓની અરજી

|

May 11, 2022 | 10:23 AM

કોરોનાના (Corona ) કારણે વાલીઓને વેકેશન પહેલા સોશિયલ મીડિયા દ્વારા ગૂગલ ફોર્મ મોકલવામાં આવ્યા હતા. જે લિંકના આધારે લોકોએ ફોર્મ ભરીને અરજીઓ મોકલી હતી. આજે આ ફોર્મની સંખ્યા 4042ને વટાવી ગઈ છે

ઊલ્ટી ગંગા : ખાનગી શાળાને ટક્કર આપતી શિક્ષણ સમિતિની શાળા, પ્રવેશ માટે 1400ની ક્ષમતા સામે 4 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓની અરજી
Rush for admission in government school (File Image )

Follow us on

છેલ્લા 3 વર્ષથી સુરત મહાનગર પાલિકા (SMC) સંચાલિત સમિતિની શાળાઓમાં પ્રવેશ (Admission ) માટે વિદ્યાર્થીઓની (Students ) ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં આ વર્ષે 1400ની ક્ષમતા સામે 4042  જેટલી પ્રવેશ માટેની અરજીઓ આવી છે. સુરત મનપા સંચાલિત સરકારી શાળાઓમાં ખાનગી શાળાઓને ટક્કર આપતી અત્યાધુનિક સુવિધાઓ આપવામાં આવે છે. જેના કારણે છેલ્લા ત્રણ વર્ષોથી આ શાળામાં પ્રવેશ લેવા વાલીઓની ઉત્સુકતા વધી છે.

સામાન્ય રીતે સરકારી કે સમિતિની શાળાઓમાં વાલીઓ તેમના બાળકોને અભ્યાસ માટે મોકલવાનું ટાળે છે. જો કે સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉતરાણ ખાતે આવેલી શાળા નંબર 354માં પ્રવેશ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ કતાર લગાવીને બેસે છે. છેલ્લા ત્રણ વર્ષથી સારા શિક્ષણને કારણે આ સરકારી શાળા ખાનગી શાળાના વિદ્યાર્થીઓને સતત આકર્ષી રહી છે. અહીં વાલીઓ પોતાના બાળકોના અભ્યાસ માટે આતુર દેખાય છે. આ શાળામાં એક જ બિલ્ડીંગમાં ચાલતી બે પાળીમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 1400 છે. પરંતુ તેની સામે હાલમાં અહીં 4042 થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે આવી રહ્યા છે.

કોરોનાના કારણે વાલીઓને વેકેશન પહેલા સોશિયલ મીડિયા દ્વારા ગૂગલ ફોર્મ મોકલવામાં આવ્યા હતા. જે લિંકના આધારે લોકોએ ફોર્મ ભરીને અરજીઓ મોકલી હતી. આજે આ ફોર્મની સંખ્યા 4042ને વટાવી ગઈ છે. આ શાળામાં શિક્ષણનું ધોરણ ખાનગી શાળા કરતાં પણ સારું જોવા મળે છે જેથી વાલીઓ તેમના સંતાનોને આ શાળામાં પ્રવેશ અપાવવાનો આગ્રહ રાખે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ શાળાના શિક્ષકો ખાનગી શાળા કરતાં વધુ સારું ભણાવે છે અને પરિણામ સારું આવતા વાલીઓ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપે છે. આ સાથે અહીં બાળકોને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભણાવવામાં આવે છે. અહીં બાળકોને સ્માર્ટ બોર્ડ સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. એટલું જ નહીં, પુસ્તકો, ભોજન અને પરિવહનનો ખર્ચ પણ શાળા ચૂકવે છે.

છેલ્લા ઘણા સમયથી શિક્ષણ સમિતિમાં શિક્ષણનું ધોરણ સુધરતું હોવાનું વાલીઓ માને છે. સરકાર અને મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી સુવિધાઓનો લાભ લઈને શિક્ષકો વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી રહ્યા છે. શિક્ષણ સમિતિની શાળાઓનું સ્તર સતત સુધરી રહ્યું છે, આ જ કારણ છે કે લોકો તેમના બાળકોને ખાનગી શાળામાંથી શિક્ષણ સમિતિની શાળામાં શિફ્ટ કરી રહ્યા છે. સમિતિની શાળામાં આચાર્ય અને સુપરવાઈઝર પોતે પણ બાળકોને ભણાવે છે.

શિક્ષણ સમિતિના ઓનલાઈન એડમિશનના ઈન્ચાર્જ કહે છે કે સમિતિની શાળાના ધોરણ 1માં પ્રજ્ઞા પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. તેમજ સમિતિની શાળામાં વિદ્યાર્થીઓને કોઈપણ જાતનું દબાણ વગર શિક્ષણ આપવામાં આવે છે. તેથી વિદ્યાર્થીઓનો માનસિક વિકાસ પણ ખૂબ સારો થાય છે. આ સાથે સમિતિના શિક્ષકો વિદ્યાર્થીઓને ખંતથી અભ્યાસ કરાવે છે અને શિક્ષણ સમિતિને સતત સમય સાથે અપડેટ કરવામાં આવી રહી છે.

Published On - 10:20 am, Wed, 11 May 22

Next Article