સુરત માર્કેટયાર્ડમાં બારદાનની અછતના પગલે ખેડૂતો મુશ્કેલીમાં, ડાંગર સડી જવાની ભીતિ

|

Nov 24, 2021 | 9:25 AM

સુરત એપીએમસીમાં ખેડૂતોને  ટેકાના ભાવે ડાંગર વેચવી છે પરંતુ બારદાન નથી. તેમજ હાલ પડેલા કમોસમી વરસાદ અને શિયાળાના પગલે ભેજવાળા વાતાવરણમાં ડાંગર એમ જ પડી રહેતા સડી જવાની ભીતિ છે.

ગુજરાતમાં(Gujarat)સારા ચોમાસા બાદ હવે દક્ષિણ ગુજરાતના માર્કેટ યાર્ડમાં ખેડૂતો(Farmers)મોટી સંખ્યા તેમના પાકને વેચવા માટે આવી રહ્યા છે. જો કે આ દરમ્યાન ખેડૂતોને ટેકાના ભાવે (MSP) અનાજ વેચવા માટે સરકારે નોંધણી શરૂ કરી છે. પરંતુ માર્કેટ યાર્ડમાં ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જેમાં બારદાનની( Jute bags) અછત પ્રર્વતી છે.

ખેડૂતોને  ટેકાના ભાવે ડાંગર વેચવી છે પરંતુ બારદાન નથી. તેમજ હાલ પડેલા કમોસમી વરસાદ અને શિયાળાના પગલે ભેજવાળા વાતાવરણમાં ડાંગર એમ જ પડી રહેતા સડી જવાની ભીતિ છે.

ખેડૂતોએ તેવા સમયે તંત્રને બારદાનની વ્યવસ્થા કરવા માટે માંગ કરી રહ્યા છે. તેમજ જો માર્કેટ યાર્ડમાં બારદાનની સમયસર વ્યવસ્થા કરવામાં નહિ આવે તો ખેડૂતોના તૈયાર અને બજાર સુધી લાવેલા પાકના પુરતા નાણા નહિ મળવાની પણ ભીતિ છે.

આ પણ વાંચો : વિડીયો : નળ સરોવર ખાતે વિદેશી પક્ષીઓનું આગમન લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું

આ પણ વાંચો : ગોંડલ અકસ્માતના મૃતકોના વારસોને રાજય સરકારે સહાયની જાહેરાત કરી

Published On - 9:24 am, Wed, 24 November 21

Next Video