Breaking News : લો બોલો, ખૂંખાર આરોપીએ જેલમાં બેઠા બેઠા ગેંગને કરી ઓપરેટ, સુરતની SBI બેંકમાં કરી લૂંટ, જુઓ videoમાં કેવી રીતે ઉકેલાયો ગુનાનો ભેદ

સુરત ક્રાઇમ બ્રાન્ચે, આશરે 50 કરોડની બેંક લૂંટ કેસની ગંભીરતા જોતા 7 પોલીસ ઇન્સ્પેક્ટર અને 100થી વધુ પોલીસ જવાનોની ટીમ બનાવી હતી. પોલીસે અત્યાર સુધીમાં ગેંગના બે સાગરીત શુભમ અને વિકાસને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યા છે. ખાસ કરીને શુભમ કુમાર ઠાકુરને અયોધ્યાથી ઝડપી પાડવા માટે પોલીસ ટીમે ત્રણ દિવસ સુધી સતત ઓપરેશન ચલાવ્યું હતું.

Breaking News : લો બોલો, ખૂંખાર આરોપીએ જેલમાં બેઠા બેઠા ગેંગને કરી ઓપરેટ, સુરતની SBI બેંકમાં કરી લૂંટ, જુઓ videoમાં કેવી રીતે ઉકેલાયો ગુનાનો ભેદ
| Edited By: | Updated on: May 06, 2026 | 6:55 PM

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ગત 27 એપ્રિલ, 2026ના રોજ થયેલી આશરે 50 લાખ રૂપિયાની લૂંટ કેસમાં બે આરોપી ઝડપાયા છે. જેમની પ્રાથમિક પુછપરછમાં ચોંકાવનારા નવા ખુલાસા સામે આવ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ સમગ્ર લૂંટ કાંડનો માસ્ટરમાઇન્ડ બિહારની જેલમાં બેઠો રહીને ગેંગને સંચાલિત કરતો હતો.

સુરત પોલીસની તપાસ અનુસાર, કુંદન કુમાર ઉર્ફે કુંદન ભગત હાલ પટનાની આદર્શ સેન્ટ્રલ જેલ બેઉરમાં બંધ છે. જેલમાં હોવા છતાં તેણે પોતાની ગેંગ સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો. એટલું જ નહીં જેલમાં બેઠા બેઠા સુરતની બેંકને નિશાન બનાવી હતી. નોંધનીય છે કે કુંદન ભગત અગાઉ દેહરાદૂનમાં થયેલી 14 કરોડની રિલાયન્સ જ્વેલરી લૂંટમાં પણ સંડોવાયેલો હતો.

સુરત ક્રાઇમ બ્રાન્ચે, આશરે 50 કરોડની બેંક લૂંટ કેસની ગંભીરતા જોતા 7 પોલીસ ઇન્સ્પેક્ટર અને 100થી વધુ પોલીસ જવાનોની ટીમ બનાવી હતી. પોલીસે અત્યાર સુધીમાં ગેંગના બે સાગરીત શુભમ અને વિકાસને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યા છે. ખાસ કરીને શુભમ કુમાર ઠાકુરને અયોધ્યાથી ઝડપી પાડવા માટે પોલીસ ટીમે ત્રણ દિવસ સુધી સતત ઓપરેશન ચલાવ્યું હતું.

તપાસ દરમિયાન પોલીસે 1000થી વધુ CCTV કેમેરાની તપાસ કરી હતી. જેમાં ખુલ્યું કે લૂંટ માટે વપરાયેલી ત્રણ બાઈક, સ્પ્લેન્ડર, પલ્સર અને અપાચે ઉપર નકલી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.

આ ગેંગે લૂંટ કરતા પહેલા બે મહિના સુધી સુરતમાં રહીને પૂરી તૈયારી કરી હતી. આરોપીઓએ જહાંગીરપુરા, રાંદેર અને વેડરોડ વિસ્તારમાં નકલી આધાર કાર્ડના આધારે ભાડે મકાનો રાખ્યા હતા. આ દરમિયાન તેઓએ બેંક અને આસપાસના વિસ્તારોની વારંવાર રેકી કરી હતી.

પોલીસ તપાસમાં વધુમાં ખુલ્યું છે કે લૂંટ માટે વપરાયેલી એક બાઈક ખટોદરા વિસ્તારમાંથી ચોરી કરવામાં આવી હતી, જ્યારે બીજી બાઈક તેલંગાણાથી લાવી તેની પર નકલી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. પોલીસ હવે આ કેસમાં અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળમાં લાગી છે અને જેલમાંથી ગેંગ કેવી રીતે ઓપરેટ થતી હતી તેની પણ ઊંડી તપાસ શરૂ કરી છે.

Breaking News : ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ ક્યારે આવશે વરસાદ ? અંબાલાલ પટેલની આગાહી, જુઓ Video

Published On - 6:53 pm, Wed, 6 May 26

Follow Us