શાકભાજીના ભાવોએ દઝાડ્યા: ગરમીમાં શાકભાજીના ભાવો વધતા લોકોને કઠોળ ખાવાના દિવસો આવ્યા

|

Mar 25, 2022 | 9:48 AM

આ વખતના ભાવ અતિશય વધ્યા છે અને એટલે જ ગરીબ , લોઅર મિડલ ક્લાસના પરિવારોને પોષાય નહીં તેટલા ભાવ થઇ ગયા છે . સામાન્ય પરિવારો હાલ શાકભાજીને બદલે તેમના ભોજનમાં કઠોળ કે ડુંગળી બટાકાનો વધુ ઉપયોગ કરીને આ સમયગાળો કાઢી નાંખતા હોય છે .

શાકભાજીના ભાવોએ દઝાડ્યા: ગરમીમાં શાકભાજીના ભાવો વધતા લોકોને કઠોળ ખાવાના દિવસો આવ્યા
Vegetable Crops

Follow us on

હજુ તો ઉનાળાની(Summer ) સીઝનની શરૂઆત થઇ છે ત્યાં તો સુરતના હોલસેલ રિટેલ શાકભાજી માર્કેટોમાં લીલોતરી શાકભાજીના(Vegetables )  ભાવો ગરમીના પારાથી પણ વધારે દઝાડી રહ્યા છે . આજે એનર્જી ડ્રિંક ગણાતા લીંબુનો ભાવ અભૂતપૂર્વ રીતે કિલોના રૂ . 200 બોલાય રહ્યો છે . એવી જ રીતે કાંદા , બટાકા , કોબીજ , ફ્લાવરને બાદ કરતા મોટા ભાગના શાકના ભાવ લઘુત્તમ રૂ .100 થઇ ગયા છે . શાકભાજીના વધેલા ભાવો માટે ઓછી ઉપજ ઉપરાંત વાહનવ્યવહાર ખર્ચમાં વધારો તથા અન્ય કારણો ગણાવાય રહ્યા છે . શહેરમાં શાકભાજીનો હોલસેલ વેપાર પૂણા કુંભારીયા સ્થિત એપીએમસી માર્કેટમાંથી થાય છે . એપીએમસી માર્કેટમાં હાલ ઉનાળાના આરંભે જ અમુક પ્રકારના લીલોતરી શાકની જે આવક થતી હતી તેટલી થતી નથી તેના કારણે લીલા શાકભાજીના ભાવો ગરમીના પારા કરતા પણ વધુ ચઢી ગયા હોવાનું જણાય રહ્યું છે .

હોલસેલ માર્કેટમાં હાલ ફક્ત કોબીજ , ફ્લાવર અને કાંદા – બટાકા આ ચારને બાદ કરતા બાકીના તમામ શાકભાજીના ભાવો એટલી હદે વધી રહ્યા છે કે ખુદ વેપારીઓ પરેશાનીમાં મૂકાય ગયા છે .શહેરના સિટીલાઈટ વિસ્તારમાં શાકભાજીનો વેપાર કરતા લિયાકતભાઈ ટામેટાવાલા કહે છે કે શહેરમાં સૌથી વધુ ભાવ સિટી લાઇટ ઘોડદોડ રોડની માર્કેટોમાં હોય છે , અહીંના ગ્રાહકોને પણ હવે શાકભાજીના ભાવ મોંઘા લાગવા માંડ્યા છે , જે રીતે ફેબ્રુઆરી માસમાં શાકભાજીનો ઉપાડ હતો તેટલો ઉપાડ માર્ચમાં નથી થઇ રહ્યો .

એપીએમસી માર્કેટમાં હોલસેલ શાકભાજીનો વેપાર કરતા નિકેશભાઇ કહે છેકે દર વર્ષે આ સીઝનમાં શાકભાજીના ભાવ વધે છે પણ આટલા બધા વધ્યા નથી . ઉલ્ટાનું કોરોના પેન્ડેમિક અને લોકડાઉન હતું . ત્યારે પણ હાલના જેટલા શાકભાજીના ભાવ વધ્યા નથી . આ વખતના ભાવ અતિશય વધ્યા છે અને એટલે જ ગરીબ , લોઅર મિડલ ક્લાસના પરિવારોને પોષાય નહીં તેટલા ભાવ થઇ ગયા છે . સામાન્ય પરિવારો હાલ શાકભાજીને બદલે તેમના ભોજનમાં કઠોળ કે ડુંગળી બટાકાનો વધુ ઉપયોગ કરીને આ સમયગાળો કાઢી નાંખતા હોય છે . એપીએમસી માર્કેટમાં હાલ શાકભાજીની આવક પણ ઓછી થઇ રહી છે. આ ઉનાળામાં કઠોળ ખાઈને દિવસો પુરા કરવા પડે તેવી સ્થિતિ ઉભી થવા પામી છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

આ પણ વાંચો :

Surat Diamond Industry : રશિયા યુક્રેન યુદ્ધની કોઈ અસર નહીં, નિકાસમાં ગત વર્ષ કરતા 18 ટકાનો વધારો

Surat : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વહીવટી તંત્રની ગંભીર બેદરકારી, 300થી વધુ શાળાના 1.50 લાખ બાળકો મધ્યાહન ભોજન યોજનાથી વંચિત

Next Article