Surat: શહેર વચ્ચે પસાર થતી ખાડીમાં મચ્છરોનો ત્રાસ, સફાઈના નામે આશ્વાસન આપતા નેતાઓથી સ્થાનિકો અકળાયા
સુરતની ગુરુકૃપા સોસાયટીમાંથી પસાર થતી ખાડીમાં મચ્છર અને ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. તેવામાં સ્થાનિકો વારંવાર મચ્છર જન્ય બિમારીનો શિકાર બને છે.
Surat: સુરતમાં ઘણા વર્ષોથી ખાડી સફાઈની ફરિયાદો ઉઠી રહી છે. દર વર્ષે મનપા દ્વારા બજેટમાં પણ ખાડી મુદ્દે બજેટ મંજુર કરાય છે. પરંતુ હાલની પરિસ્થિતિને જોતા ચોક્કસ મનપા દ્વારા ખાડી સફાઈ મુદ્દે આંખ આડા કાન કરતી હોય તેમ લાગી રહ્યું છે. સુરતની ગુરુકૃપા સોસાયટીમાંથી પસાર થતી ખાડીમાં મચ્છર અને ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. તેવામાં સ્થાનિકો વારંવાર મચ્છર જન્ય બિમારીનો શિકાર બને છે.
જોકે આ મામલે સ્થાનિકોએ કોર્પોરેટર, ધારાસભ્ય અને મનપાને વારંવાર સફાઈ કરવા રજુઆત કરી હતી, પરંતુ સફાઈના નામે માત્ર સાંત્વના આપવામાં આવતા આજે સ્થાનિકો અકળાયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. જોકે આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા છે, ત્યારે આપ દ્વારા થોડા દિવસો અગાઉ યોગી ચોક ખાતે રોડ પર આવેલી ખાડી સફાઈ કરી હતી અને મેયર, ડેપ્યુટી મેયર તેમજ શાસક પક્ષને ગોબર દાસ કહ્યા હતા.
જો કે ગુરુકૃપા સોસાયટીની ખાડીને જોતા ચોક્કસ એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી માત્ર વિરોધ કરવા ફોટો પડાવીને કામ કરતા હોય છે. જો તે રસ્તો સાફ કરે તો ગુરુકૃપા સોસાયટીમાં પણ તેમના જ કોર્પોરેટર છે. ત્યાં સફાઈ ક્યારે થશે તે એક પ્રશ્ન છે. હાલ સોસાયટીના રહીશો વિરોધ કરી રહ્યા છે અને ચીમકી આપી હતી કે જો વહેલી તકે યોગ્ય સફાઈ નહીં થાય તો ધરણા પર બેસવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવશે.
આ પણ વાંચો : Ahmedabad : આગામી ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે : કેજરીવાલ
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી