સુરતમાં ઉધના રેલવે સ્ટેશનની કાયાકલ્પ, ઉદ્ઘાટન સમારોહની તૈયારી

|

Feb 14, 2022 | 8:22 AM

ફેબ્રુઆરીમાં સુરત અને ઉધના સ્ટેશન પર મુસાફરો માટે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થવાનું છે. જેમાં સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચારને એસ્કેલેટર, શેડ, લેવલ-સરફેસિંગ, કોચ ઈન્ડિકેટર, સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે.

સુરતમાં ઉધના રેલવે સ્ટેશનની કાયાકલ્પ, ઉદ્ઘાટન સમારોહની તૈયારી
Rejuvenation of Udhana Railway Station in Surat, Preparations for the inauguration ceremony(File Image )

Follow us on

સુરત(Surat ) અને ઉધના(Udhna ) રેલ્વે સ્ટેશનો પર રેલવે(Railway )  મુસાફરો માટે લાખો રૂપિયાના પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે અને હવે તેના ઉદ્ઘાટન સમારોહની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. મુસાફરોની સુવિધાઓમાં સુરત સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4નું કાયાકલ્પ, ફૂટ ઓવરબ્રિજનું વિસ્તરણ અને ઉધના પ્લેટફોર્મ નંબર 4-5 સહિત અન્ય નાના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

જો કે રેલવેએ ડિસેમ્બરમાં કામ પૂર્ણ કરવાની છેલ્લી તારીખ નક્કી કરી હતી, પરંતુ હજુ પણ નાના કામો બાકી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. સુરતના સાંસદ દર્શના જરદોશ જ્યારથી રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી બન્યા છે ત્યારથી પશ્ચિમ રેલ્વેના ઉચ્ચ અધિકારીઓએ ખાસ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે.

રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોષે શરૂઆતમાં સુરત અને ઉધના સ્ટેશન પર એક-બે કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેમાં સુરત-મહુઆ ટ્રેન, વીઆઈપી રૂમ રિનોવેશન અને અન્ય સુવિધાઓનો લાભ મળ્યો છે. પરંતુ પેસેન્જર સુવિધાઓને લગતા મુખ્ય કામો જે પૂર્ણ થવામાં વધુ સમય લાગતો હતો, તેના ટેન્ડરીંગ કરવામાં આવ્યા હતા અને ડિસેમ્બર સુધીમાં કામ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સૂત્રોએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીમાં સુરત અને ઉધના સ્ટેશન પર મુસાફરો માટે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થવાનું છે. જેમાં સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચારને એસ્કેલેટર, શેડ, લેવલ-સરફેસિંગ, કોચ ઈન્ડિકેટર, સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચારેય પ્લેટફોર્મને જોડતા ફૂટ ઓવરબ્રિજનું નવીનીકરણ અને GRP પોલીસ સ્ટેશન સુધી વિસ્તરણનો પણ સમાવેશ થાય છે.

આનાથી મુસાફરોને પ્લેટફોર્મથી સીધા બસ સ્ટેન્ડની બહારથી કનેક્ટિવિટી મળશે. ઉધના સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4-5 તૈયાર છે. પ્લેટફોર્મ પર નવા કોચ ઈન્ડિકેટર, ઘડિયાળ સહિતની અન્ય સુવિધાઓ બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત ગંગાધરા ખાતે નવા ફેટ ટર્મિનલનું પણ ઉદ્ઘાટન થવાનું છે.

નોંધનીય છે કે છેલ્લા એક મહિનાથી રેલવે તમામ કામ ઝડપથી પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હતું. હવે મુંબઈ રેલવે ડિવિઝનના અધિકારીઓ ઉદ્ઘાટન કાર્યક્રમ કરી રહ્યા છે. જોકે, અધિકારીઓએ આ કાર્યક્રમ અંગે કોઈ વિગતો જાહેર કરી નથી.

આ પણ વાંચો :

હિજાબનો વિવાદ હવે ગુજરાત સુધી પહોંચ્યો, અમદાવાદ અને સુરતમાં મહિલાઓ દ્વારા રેલીનું આયોજન, અટકાયતો કરાઈ

સુરતમાં હવે પોલીસ સ્ટેશનમાં અરજી નિકાલ ઝડપી થશે, તમામ પોલીસ સ્ટેશનોમાં કેમ્પ યોજાશે

Next Article