સુરતમાં લોકોએ અંબાજી મંદિરે દર્શન કરીને નવા વર્ષનો પ્રારંભ કર્યો, લોકોની ભારે ભીડ

|

Nov 05, 2021 | 10:24 AM

સુરત શહેરના મોટા અંબાજી મંદિરમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં વહેલી સવાર થી લોકો મંદિર માં દર્શન કરવા આવી રહ્યા છે.

ગુજરાતમાં(Gujarat)  નૂતન વર્ષનો(New Year) પ્રારંભ થયો છે. જેના લીધે સુરતમાં(Surat) નવા વર્ષ ને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત શહેરના મોટા અંબાજી મંદિરમાં(Ambaji Temple) લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં વહેલી સવાર થી લોકો મંદિર માં દર્શન કરવા આવી રહ્યા છે. તેમજ લોકો પરિવાર સાથે દર્શન કરી નવ વર્ષની શરૂઆત કરી રહ્યા છે.તેમજ લોકોમાં કોરોના બાદ આ વર્ષે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

તો બીજી તરફ અમદાવાદીઓએ નગરદેવી ભદ્રકાળીના દર્શન કરીને નવા વર્ષનો પ્રારંભ કર્યો. નવા વર્ષની સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓએ માતાજીને પ્રાર્થના કરી હતી કે નવું વર્ષ સૌના માટે આરોગ્યપ્રદ અને ફળદાયી નીવડે અને કોરોનાથી દુનિયાને મુક્તિ મળે.

જ્યારે અમદાવાદમાં નવા વર્ષે શહેરના મંદિરોમાં અન્નકૂટ યોજાયા છે. જેમાં શાહીબાગમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે 500 ઉપર ભોગ ધરાવાય છે.. જોકે આ વર્ષે કોરોનાને કારણે 251 ભોગ ધરાવાયા હતા. નવા વર્ષે ભગવાનને પ્રશ્ન કરવા આશીર્વાદ લેવા અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષ વિક્રમ સંવત 2078 ના પ્રથમ દિવસનો પ્રારંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં અને અડાલજ ના ત્રિમંદિર માં  દર્શન પૂજન થી કર્યો છે. મુખ્યમંત્રી આજે વહેલી સવારે પંચદેવ મંદિર પહોંચ્યા હતા અને શ્રધ્ધા પૂર્વક દર્શન અર્ચન કર્યા હતા.

સી એમ ભૂપેન્દ્ર પટેલે આ અવસરે ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા સૌ ગુજરાતી પરિવારો ને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે આ વર્ષ સૌની  આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૃદ્ધિ અને વિકાસ લાવનારું બને તેવી  પ્રભુને  પ્રાર્થના કરી છે.

આ પણ વાંચો : Diwali પર્વે સોનું ખરીદતા પહેલા જાણી લો ઇન્કમ ટેક્સના આ નિયમ નહીંતર આવશે નોટિસ

આ પણ વાંચો : જાણો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષે પ્રભુને શું પ્રાથર્ના કરી

Next Video