પાટણની પટોળા સાડી એટલે આકર્ષકતાનું બીજું નામ

|

Jan 18, 2021 | 10:18 AM

આજની મોર્ડન યુવતી ભલે ગમે તેટલી આધુનિક વિચારસરણી વાળી હોય, પણ લગ્નગાળો શરૂ થાય કે લગ્નમાં જવાનું હોય કે પછી એના પોતાના જ લગ્ન કેમ ન હોય, એની પસંદગી સાડી પર જ ઉતરે છે. એમાંય જો પટોળુ હોય તો પૂછવાનું જ શું ? Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 […]

પાટણની પટોળા સાડી એટલે આકર્ષકતાનું બીજું નામ

Follow us on

આજની મોર્ડન યુવતી ભલે ગમે તેટલી આધુનિક વિચારસરણી વાળી હોય, પણ લગ્નગાળો શરૂ થાય કે લગ્નમાં જવાનું હોય કે પછી એના પોતાના જ લગ્ન કેમ ન હોય, એની પસંદગી સાડી પર જ ઉતરે છે. એમાંય જો પટોળુ હોય તો પૂછવાનું જ શું ?

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજની તારીખમાં પણ પોતાની પાસે પટોળુ છે એવું કહીને યુવતીઓને ગર્વ પણ થાય છે. પટોળા સામાન્ય રીતે પાટણના પ્રખ્યાત છે, પણ તેની સાથે સાથે જામનગર, રાજકોટ, ખંભાત વગેરે શહેરમાં પણ પટોળા ખૂબ વખણાય છે.

પટોળા મોટાભાગે બ્રાઇટ કલર્સમાં જ મળતા હોય છે, તેમાંય ખાસ કરીને રેડ, ગ્રીન, રોયલ બ્લુ, ડાર્ક પિંક, મેજન્ટા, પર્પલ વગેરેની સાથે હવે મલ્ટીકલર અને આકર્ષક પ્રિન્ટ ધરાવતા પટોળા પણ મળે છે. જેમાંથી પસંદગી કરવું પણ મુશ્કેલ થઈ જાય છે કે કયું પસંદ કરવું ?

રેડ કે ઓરેન્જ રંગના પટોળામાં કેરીની ડિઝાઇન અને તેની સાથે ગોલ્ડન બોર્ડર તો ક્યારેક આ જ રંગના પટોળામાં મોટા મોટા પાંદડાની ડિઝાઇન સાથે ડબલ પાલવ, જેમાં અડધામાં ગીચ ડિઝાઇન હોય તો અડધામાં સોનેરી તાર વણેલા હોય છે. આવા પટોળા નવવધૂ પર ખૂબ સુંદર લાગે છે.

આવા પટોળા યુવતીઓ ઈચ્છે તો સ્લીવલેસ કે ઓફ શોલ્ડર અથવા હોલ્ટર નેક ધરાવતી બ્લાઉઝ પર પહેરી શકે છે. રોયલ બ્લુ કલર એવો છે જે આજની યુવતીઓમાં લગ્નપ્રસંગમાં પહેરવા માટે ખૂબ લોકપ્રિય છે. સહેલીની સગાઈ હોય કે સંબંધીના ઘરે લગ્નપ્રસંગ આવું પટોળુ પહેરીને જશો તો કોઈ નજર ખસેડી શકશે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 11:51 am, Fri, 25 September 20

Next Article