Paper Leak : AAP અને NSUIનો સાથે મળીને પેપર લીક મામલે વિરોધ, AAP કાર્યકરો અને પોલીસ વચ્ચે થયુ ઘર્ષણ

|

Jan 30, 2023 | 2:56 PM

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી જુનિયર ક્લાર્કની (Junior Clerk) પરીક્ષા પહેલા જ પેપર લીક થતા રાજ્યભરમાં વિરોધ નોંધવામાં આવી રહ્યો છે, ત્યારે સુરતમાં પણ આમ આદમી પાર્ટી અને NSUIના કાર્યકર્તાઓ એક સાથે સરકાર સામે વિરોધ કરતા નજરે પડ્યા હતા.

Paper Leak : AAP અને NSUIનો સાથે મળીને પેપર લીક મામલે વિરોધ, AAP કાર્યકરો અને પોલીસ વચ્ચે થયુ ઘર્ષણ
પેપર લીક મામલે AAP અને NSUIનું વિરોધ પ્રદર્શન

Follow us on

ગુજરાત પેપર કાંડ મામલે સુરતમાં આપ અને NSUI મળીને વિરોધ કરતા નજરે આવ્યા. હંમેશા એક બીજાનો વિરોધ કરનાર બન્ને પાર્ટીના કાર્યકરો એક સાથે સરકાર સામે વિરોધ કરતા નજરે આવ્યા. સુરત કલેકટર કચેરી ખાતે બન્ને પાર્ટીના કાર્યકરોએ એક સાથે સૂત્રોચાર કર્યા હતા. સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પેપર લીકના મુદ્દે કલેકટરને આવેદનપત્ર આપવામાં પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા પહેલા જ પેપર લીક થતા રાજ્યભરમાં વિરોધ નોંધવામાં આવી રહ્યો છે, ત્યારે સુરતમાં પણ આમ આદમી પાર્ટી અને NSUIના કાર્યકર્તાઓ એક સાથે સરકાર સામે વિરોધ કરતા નજરે પડ્યા હતા. આમ આદમી પાર્ટીએ પેપર કાંડમાં સામેલ કસૂરવારો સામે કડકમાં કડક કાર્યવાહીની માગ કરી હતી.

પોલીસે પાંચ જ કાર્યકર્તાઓને આવેદનપત્ર આપવા આવવાનું જણાવતા આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથેરીયા અને સુરત પોલીસ વચ્ચે બોલા ચાલી થઇ હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ચીમકી આપી હતી કે, તમામ કાર્યકર્તા સાથે મળી આવેદનપત્ર આપશે, નહીં તો કલેકટરને બહાર બોલાવો જેથી તેમને અમે આવેદનપત્ર આપીએ. આ સાથે જ પેપર લીક મામલે સુરત આપ કાર્યકર્તા અને એનએસયુઆઈ મળીને વિરોધ પ્રદર્શન પણ કર્યુ હતુ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ સાથે જ ગૌણ સેવાના પસંદગી મંડળના અધ્યક્ષને સસ્પેન્ડ કરવાની માગ NSUI દ્વારા કરવામાં આવી છે. સાથે જ સમગ્ર પેપર લીક કેસમાં સામેલ એજન્ટ અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે. તો આવેદનપત્ર આપવા દરમિયાન કલેક્ટર કચેરી પાસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અલ્પેશ કથેરીયા અને સુરત પોલીસ સાથે આવેદનપત્ર આપવા બાબતે ચકમક ઝરી હતી.

બીજી તરફ જુનિયર ક્લાર્કના પેપર લીક કેસમાં રાજકોટમાં પણ NSUI ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કલેકટર કચેરી ખાતે NSUIએ વિવિધ પોસ્ટર લઈને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે વિરોધ પ્રદર્શન કરતા NSUIના કાર્યકરોની અટકાયત કરી હતી..જુનિયર ક્લાર્કનું પેપર લીક કરનાર આરોપીઓ સામે NSUIએ કડક કાર્યવાહીની માગ કરી હતી..બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને B.comના પેપર લીકના 110 દિવસ થયા છતાં કાર્યવાહી નહીં થતા સવાલો ઉઠાવ્યા..સાથે ભાજપના કોઈ નેતાના કોલેજની સંડોવણી હોવાની NSUIએ આરોપ લગાવ્યો હતો.

Next Article