Breaking News : સુરતમાં નવરાત્રી પહેલાં મોટો વિવાદ, ‘રેન્ટ અ ગરબા પાર્ટનર’ પોસ્ટથી હિન્દુ સંગઠનોનો ઉગ્ર વિરોધ, જુઓ Video

સુરતમાં નવરાત્રી પહેલાં રેન્ટ અ ગરબા પાર્ટનર નામની સોશિયલ મીડિયા પોસ્ટથી મોટો વિવાદ સર્જાયો છે. આ પોસ્ટમાં ગરબા પાર્ટનર ભાડે મેળવવાની જાહેરાત કરાઈ હતી.

Breaking News : સુરતમાં નવરાત્રી પહેલાં મોટો વિવાદ, રેન્ટ અ ગરબા પાર્ટનર પોસ્ટથી હિન્દુ સંગઠનોનો ઉગ્ર વિરોધ, જુઓ Video
| Updated on: Sep 19, 2026 | 5:37 PM

સુરતમાં નવરાત્રીના પાવન પર્વના આગમન પૂર્વે સોશિયલ મીડિયા પર રેન્ટ અ ગરબા પાર્ટનર નામની એક વાયરલ પોસ્ટને કારણે શહેરમાં ભારે વિવાદ અને આક્રોશનો માહોલ સર્જાયો છે. આ પોસ્ટમાં ગરબા પાર્ટનર ભાડે મેળવવાની જાહેરાત કરવામાં આવી હતી, જેને પગલે હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવી કડક કાર્યવાહીની માંગ કરી છે.

વાયરલ થયેલી પોસ્ટ મુજબ, રૂપિયા 1000 થી 2000 સુધીની રકમમાં ગરબા પાર્ટનર ઉપલબ્ધ કરાવવાની વાત લખાઈ હતી. આ જાહેરાતમાં સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ એમ અલગ-અલગ સ્કીમનો ઉલ્લેખ હતો. ખાસ કરીને પ્લેટિનમ સ્કીમમાં દર્શાવેલી કેટલીક વિગતોને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. પોસ્ટમાં દુપટ્ટા અને ઝુમકા સેટ કરવામાં મદદથી લઈને આફ્ટર પાર્ટી જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે નવરાત્રી જેવા ધાર્મિક અને સાંસ્કૃતિક પર્વ સાથે ખુબ જ અભદ્ર અને અનૈતિક ગણાવવામાં આવી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (IHP) એ આ પ્રકારની પોસ્ટ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. સંગઠનનો આરોપ છે કે આવા મેસેજ સમાજ, ધર્મ અને સંસ્કૃતિ વિરુદ્ધનું કાવતરું છે, અને તે Gen Z ના યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. IHP એ સાયબર ડિપાર્ટમેન્ટ સમક્ષ આવા અસામાજિક તત્વો વિરુદ્ધ તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી આવા અનૈતિક પ્રચાર પર રોક લગાવી શકાય.

આ સમગ્ર મામલે બજરંગ દળ પણ મેદાનમાં આવ્યું છે. બજરંગ દળે પોતાની એક ટીમ દ્વારા આ વાયરલ પોસ્ટની તપાસ હાથ ધરી હતી. તેમની તપાસમાં સામે આવ્યું કે કેટલાક એકાઉન્ટ્સ પરથી પાર્ટનરની જરૂરિયાત અંગે મેસેજ કરતા રિપ્લાય મળ્યા હતા કે આ સુવિધા રાજકોટ, અમદાવાદ અને વડોદરા જેવા જિલ્લાઓ માટે ઉપલબ્ધ છે, પરંતુ સુરત માટે કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો ન હતો. કેટલાક લોકોએ એડવાન્સ પૈસાની માંગણી કરી હતી, પરંતુ પાર્ટનરના ફોટા મોકલવાની માંગણી પર કોઈએ ફોટા પૂરા પાડ્યા ન હતા. બજરંગ દળે સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે કે આવા અનૈતિક પ્રચાર કરનારાઓ ગરબા રમવાને લાયક પણ નહીં રહે.

હિન્દુ સંગઠનો આ મામલે આકરા પાણીએ છે અને તેમણે કમિશનરને ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે. તેમની માંગ છે કે જે લોકો વ્યક્તિગત વીડિયો બનાવીને આવા કૃત્યોનો પ્રચાર કરે છે, તેમના પર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. સંગઠનોએ ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત એવો દેશ છે જ્યાં નારીઓની પૂજા થાય છે અને હિન્દુ ધર્મમાં નારીને શક્તિ સ્વરૂપ ગણીને નવ દિવસ પૂજા અને ઉપાસના કરવામાં આવે છે. આવા વાતાવરણમાં પાર્ટનર ભાડે મળશે જેવા કૃત્યો સાંખી લેવામાં આવશે નહીં.

આ વિવાદે સોશિયલ મીડિયા પર પ્રસારિત થતી સામગ્રીની સત્યતા અને તેની સામાજિક અસરો અંગે ગંભીર ચર્ચા જગાવી છે. તંત્ર આવા તત્વો સામે શું કાર્યવાહી કરે છે અને સોશિયલ મીડિયા પર આવા પ્રચાર સામે વધુ કડક મોનિટરિંગ થાય છે કે કેમ, તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

આ નવરાત્રીમાં અનોખી સર્વિસ, ગરબા પાર્ટનર ભાડે લો, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ ડાન્સર્સ માટે ચાર્જ જાણી લો

Published On - 5:36 pm, Sat, 19 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.