Surat : કામરેજમાં મેઘાની ધૂંઆધાર બેટિંગ, બે કલાકમાં 3.5 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન ખોરવાયુ

|

Jun 23, 2022 | 8:22 AM

સુરતના કામરેજ ગામમાં જતા સર્વિસરોડના હાઇવે(Service road highway)  પર પાણી ભરાઈ જતા, વાહનોની લાઈન લાગી ગઈ હતી.

Surat : કામરેજમાં મેઘાની ધૂંઆધાર બેટિંગ, બે કલાકમાં 3.5 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન ખોરવાયુ
Gujarat Monsoon 2022

Follow us on

Surat : સુરતના કામરેજમાં(kamrej area)  ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. બે કલાકમાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. તેમજ ભારે પવનના કારણે ઘણા ઘરના પતરાં પણ ઉડી ગયા હતા.કામરેજ ગામમાં જતા સર્વિસરોડના હાઇવે (Service road highway)  પર પાણી ભરાઈ જતા, વાહનોની લાઈન લાગી ગઈ હતી. બીજી તરફ કીમમાં ભારે પવન સાથે વરસાદ પડતા દુકાનો અને ઘરના પતરા ઉડી ગયા હતા, ઝાડ પણ ધરાશાયી થયાં હતા. જોરદાર પવન સાથે મેઘાની (Rain) જમાવટ થતા બે શાળાના પતરા પણ ઉડી ગયા હતા. ઉપરાંત ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

નવસારી જિલ્લામાં  NDRFની ટીમ તૈનાત

નવસારી (Navsari)  જિલ્લામાં વરસાદની આગાહીના પગલે NDRFની ટીમ તૈનાત કરી દેવાઈ છે. હવામાન વિભાગની(IMD)  આગાહીના પગલે તંત્ર સતર્ક બન્યું છે. નવસારી જિલ્લાના 7 જેટલા ગામ દરિયા કિનારે વસેલા હોવાથી તંત્રએ NDRFના 21 જવાનોની ટીમ તૈનાત કરી છે. ભારે વરસાદના પગલે કોઈ અનિચ્છીય ઘટના ન બને તે માટે NDRFની ટીમ ખડેપગે છે. મહત્વનું છે કે, 24 અને 25 જૂને નવસારી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.

Next Article