Breaking News : ગોપાલ ઇટાલિયા સામે નોન બેલેબલ વોરંટ કર્યું ઇસ્યૂ , જુઓ Video

મહેસાણા કોર્ટે ગોપાલ ઇટાલિયા સામે નોન-બેલેબલ વોરંટ ઈસ્યૂ કરતા રાજકીય ગરમાવો આવ્યો છે. 2020ના કેસમાં આ કાર્યવાહી થઈ છે. ઇટાલિયાએ ભાજપ પર નિશાન સાધ્યું અને પોલીસ સમન્સ સામે પ્રતિકાર કર્યો.

Breaking News : ગોપાલ ઇટાલિયા સામે નોન બેલેબલ વોરંટ કર્યું ઇસ્યૂ , જુઓ Video
| Edited By: | Updated on: Apr 07, 2026 | 11:13 PM

મહેસાણા કોર્ટે ગોપાલ ઇટાલિયા સામે નોન બેલેબલ વોરંટ ઇસ્યૂ કર્યું છે. ગોપાલ ઇટાલિયા સામે નોન-બેલેબલ વોરંટ ઈસ્યૂ થવાથી રાજકીય વાતાવરણમાં નવી ગરમાવો આવ્યો છે. વર્ષ 2020માં નોંધાયેલા એક ગુનામાં કાર્યવાહી આગળ વધતા, થર્ડ એડિશનલ સિવિલ જજ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે.

કોર્ટના સમન્સ મુદ્દે ઇટાલિયાએ ભાજપ પર નિશાન સાધ્યું છે અને જણાવ્યું છે કે જો પોલીસમાં હિંમત હોય તો તેઓ સીધી તેમની ધરપકડ કરે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ પોલીસ, જેલ કે દંડાથી ડરતા નથી.

આ વચ્ચે, સમગ્ર મામલે વધુ એક નવો વળાંક આવ્યો છે. ગોપાલ ઇટાલિયાની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ પોલીસ સમન્સ અંગે પહેલેથી જાણ હોવાનો ઉલ્લેખ કરતા સંભળાય છે. ઓડિયોમાં એવી પણ ચર્ચા છે કે કાયદેસર કાર્યવાહી ને રાજકીય મુદ્દો બનાવવાની વાત કરવામાં આવી હતી. ઉપરાંત, સમન્સની બજવણી દરમિયાન તેમના ઘરે માતા એકલા હોવાનો મુદ્દો ઉઠાવી રાજકીય લાભ મેળવવાની ચર્ચા પણ થઈ હોવાનો દાવો છે.

ઇટાલિયાએ પોલીસ પર આક્ષેપ કર્યો છે કે સમન્સ આપવા આવેલા અધિકારીઓએ તેમની માતા સાથે ગેરવર્તણૂક કરી હતી. જોકે, આ સમગ્ર ઓડિયો ક્લિપ અંગે TV9 Gujarati દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ગુજરાતમાં ભર ઉનાળે કરા અને પવન સાથે કમોસમી વરસાદ, મહેસાણા, બહુચરાજી સહિતના વિસ્તારોમાં માવઠાનો કહેર

Published On - 11:13 pm, Tue, 7 April 26

Follow Us