સુરતમાં મહિને 80 હજાર કમાતી IT એન્જિનિયર મધુલિકાએ બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી કરી લીધી આત્મહત્યા, આ હતુ કારણ-વાંચો

|

Jun 27, 2024 | 3:12 PM

સુરતમાં એક સોફ્ટવેર એન્જિનિયર યુવતિની આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે. હાઈલી ક્વોલિફાઈડ અને મહિને 80 હજાર કમાતી યુવતીએ તેની બિલ્ડીંગના છઠ્ઠા માળેથી પડતુ મુકી આત્મહત્યા કરી લીધી. આ પગલુ ભરતા પહેલા યુવતીએ તેના પતિને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો. આ વોટ્સએપ મેસેજમાં જ તેની આત્મહત્યાનું કારણ પણ ઉજાગર થયુ છે.

સુરતમાં મહિને 80 હજાર કમાતી IT એન્જિનિયર મધુલિકાએ બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી કરી લીધી આત્મહત્યા, આ હતુ કારણ-વાંચો

Follow us on

સુરતના ભટાર રોડ પર આકાશ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતી પરિણિતા મધુલિકા વિકાસ પેરીવાલે 21 જૂનના સાંજે 7.30 વાગ્યા આસપાસ તેની બિલ્ડીંગના છઠ્ઠા માળેથી પડતુ મુકતુ હતુ. જેના કારણે તે ગંભીર રીતે ઈજા પામી હતી અને ઉંચાઈએથી પટકાવાને કારણે તેનુ ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. જો કે છતા તેના બચવાની આશાએ તેના પતિ તેને ગોલ્ડન કેર હોસ્પિટલ લઈ ગયો પરંતુ તબીબે તેમને મૃત જાહેર કરી હતી.

80 હજારની પગારદાર IT એન્જિનિયર પરિણિતાએ ટૂંકાવ્યુ જીવન

શહેરમાં ચકચાક જગાવનારી આ આત્મહત્યાનું કારણ પણ તેનો પતિ જ હોવાનુ સામે આવ્યુ છે. સોફ્ટવેર એન્જિનિયર અને મહિને 80 હજાર કમાનાર મૃતક મધુલિકાના પિતાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. તેમણે પોલીસ સમક્ષ જણાવ્યુ કે મધુલિકાના લગ્ન 30.06.2020 ના રોજ વિકાસ ગોપી કિશન પેરીવાલ સાથે કરાવાયા હતા. લગ્ન વખતે 40 તોલા સોનું-ચાંદી તથા રોકડા એક લાખ રૂપિયા પણ અપાયા હતાં. લગ્નના આઠેક મહિના પછી વિકાસે મધુલિકાને તારા પિતાએ આપેલા એક લાખ રૂપિયામાં તો ખાલી બાથરૂમ જ બની શકે, એમ કહી મહેણા ટોણા મારવા માંડ્યા હતાં

પતિના ત્રાસથી મધુલિકા રહેતી હતી પરેશાન

સોફ્ટવેર ઇજનેર મધુલિકા લગ્નના એકાદ વર્ષ બાદ વરાછાની રામક્રિષ્ના સોસાયટીમાં આવેલી નોવેટર ટેકનોલોજી કંપનીમાં માસિક 80,000 પગારથી નોકરી કરવા માંડી હતી. જો કે આખો પગાર વિકાસ લઇ લેતો હતો. પોતે ઇજનેર હોવા છતાં શંકાશીલ સ્વભાવનો વિકાસ તેણીને નાની-નાની વાત પર હિસાબ કરીને ઝઘડો કરી માર પણ મારતો હતો. મધુલિકાની તબિયત ખરાબ હોવાથી કે અન્ય સામાજિક પ્રસંગો કે તહેવારોમાં પણ પગાર કપાઈ જશે એમ કહી રજા મૂકવા દેતો ન હતો.

WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો

20મી જૂને પતિ પૂણેથી આવ્યો અને 21મી જૂને મધુલિકાએ આત્મહત્યા કરી લીધી

પતિ વિકાસ પેરીવાલ રોજ મધુલિકાનો મોબાઇલ ચેક કરી કોલ રેકોર્ડ સાંભળીને મધુલિકાને વધારે હેરાન- પરેશાન કરતો હતો. આ વાત મધુલિકા એ જણાવતાં પિતાએ તેણીના સાસુ સસરા સાથે વાત પણ કરી હતી. પિતા સાથે 20મી તારીખે વીડિયો કોલથી વાત કરનારી મધુલિકાએ તેના પતિ વિકાસ રાતે પૂણેથી આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેના ઘરે આવવા અંગે નારાજગી અને ગભરાહટ તેણીની વાતોમાં જણાતો હતો. આ કોલના બીજા જ દિવસે મધુકિલાએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ રીતે પતિ વિકાસના ત્રાસે મધુલિકાને આપઘાત કરવા મજબૂર કરી હોવાની ફરિયાદ પ્રેમરતન ઝવરે નોંધાવી છે.

આત્મહત્યા પહેલા પતિને કર્યો હતો વોટ્સએપ મેસેજ

મૃતક મધુલિકાએ આત્મહત્યા કરતા પહેલા પતિને કરેલા વોટ્સએપ મેસેજમાં પણ તેણી એવુ જ કહી રહી છે કે હવે તેની સહનશક્તિની હદ આવી ગઈ છે. હવે તે વધુ કંઈ જ સહન કરવાની તેનામાં તાકાત નથી બચી. છેલ્લે તેમણે પતિને વિનંતિ પણ પણ કરી છે કે તેમના પિયરમાંથી આવેલા દાગીના તેમના પિતાને આપી દે. તેની નાની બહેન માટે કામ લાગી જશે. આ એક મેસેજમાં જ પરિણિતા યુવતીનું દર્દ છલકાઈ રહ્યુ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:11 pm, Thu, 27 June 24

Next Article