Surat: ખજોદ ગામમાં મોડી રાત્રે દીપડાના આંટા ફેરા, દીપડાને પકડવા વન વિભાગના ખજોદમાં ધામા

|

Jul 16, 2022 | 3:50 PM

દીપડાના (Leopard) આંટાફેરાનો આ વીડિયો એક વ્યક્તિએ તેના મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધો હતો. જે પછી આ બાબતે સુરત ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. હાલમાં ગામની અંદર ફોરેસ્ટ વિભાગની ટીમ દીપડાને પાંજરે પુરવાના કામે લાગી છે.

Surat: ખજોદ ગામમાં મોડી રાત્રે દીપડાના આંટા ફેરા, દીપડાને પકડવા વન વિભાગના ખજોદમાં ધામા
ખજોદ ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં દહેશત

Follow us on

સુરત (Surat) શહેરના છેવાડાના વિસ્તારમાં આવેલા ખજોદ ગામની (Khajod Village) અંદર મોડી રાત્રે એક ફળિયામાં દીપડો દેખાયો હતો. જેના પગલે સમગ્ર ગામમાં ડરનો માહોલ ઊભો થયો છે. શુક્રવારે મોડી રાત્રે ગામના એક ફળિયામાં એક ઘરની બહાર દીપડો (Leopard) ફરતો હતો. દીપડાના આંટાફેરાનો આ વીડિયો એક વ્યક્તિએ તેના મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધો હતો. જે પછી આ બાબતે સુરત ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. હાલમાં ગામની અંદર ફોરેસ્ટ વિભાગની ટીમ દીપડાને પાંજરે પુરવાના કામે લાગી છે.

ફોરેસ્ટ વિભાગની ટીમના ખજોદ ગામમાં ધામા

સુરતના છેવાડા વિસ્તારમાં આવેલ ખજોદ ગામમાં શુક્રવારે મોડી રાત્રે દીપડો દેખાયા પછી ભયનો માહોલ છવાયો છે. દીપડો દેખાયાની ઘટના બાદ સમગ્ર ગામ સતર્ક થઇ ગયુ છે. દીપડો ગામના કોઇ વ્યક્તિ કે પશુઓ પર હુમલો ન કરે તે માટે ગામના સરપંચે તાત્કાલિક સુરત ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. જે પછી સુરત ફોરેસ્ટ વિભાગની ટીમે ખજોદ ગામમાં ધામા નાખ્યા હતા. જે પછી ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા દીપડાની ચહલ પહલ અંગે તપાસ હાથ ધરી છે.

વન વિભાગે દીપડાને પકડવા મુક્યા પાંજરા

મોડી રાત્રે દીપડાના ખજોદ ગામમાં આંટાફેરાનો જે વીડિયો સામે આવ્યો હતો તે અંગે તપાસ હાથ ધરાઇ હતી. તપાસ કરતા વન વિભાગની ટીમને દીપડાના પંજાના નિશાન પણ મળી આવ્યા હતા. જે પછી આ નિશાનના આધારે દીપડો જે દિશામાં ગયો હતો તે દિશામાં વન વિભાગે દીપડાને પકડવા પાંજરા મુક્યા છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024

મહત્વની વસ્તુ એ છે કે, આ ગામની અંદર લોકોની અવરજવર વધુ હોય છે, છતાં પણ દીપડો ક્યાંથી આવ્યો તે મોટો સવાલ છે. કારણ કે થોડા મહિના અગાઉ પણ આજ રોડ ઉપર દીપડો દેખાયો હોવાની વાત સામે આવી હતી પણ તાત્કાલિક દીપડો કોઈ પણ હુમલો કરે તે પહેલા જ ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરા મૂકીને દીપડાને પકડવા માટે કામગીરી કરી રહ્યા છે. સાથે કેટલીક જગ્યાએ તો કેમેરા પણ મૂકવામાં આવ્યા છે. રાત્રિના સમયે દીપડો જે જે વિસ્તારની અંદર ફરે છે તેના પંજાના આધારે હાલમાં તપાસ કરવામાં આવી છે. જો કે આ ગામનો કેટલોક ભાગ જાડી ઝાંખરા વિસ્તાર હોવાથી ત્યાં જવું ઘણું મુશ્કેલી ભરેલું છે. હાલમાં તો ગ્રામજનો દીપડો જલ્દી જ પાંજરામાં પુરાય તેની રાહ જોઇ રહ્યા છે.

Next Article