ગુજરાતના(Gujarat) નાગરિકોને ઉડ્ડયનની સેવાઓ (Air Service) સત્વરે પુરી પાડવા રાજ્ય સરકારે સુરતમાં(Surat) વેન્ચુરા એરકનેક્ટ (Ventura Air Connect) દ્વારા સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેની અંદર સૌથી પહેલા સુરત પોલીસના 10 જવાનો અને SMCના સફાઈ કર્મચારીઓ અને નાના વર્ગના કર્મચારીઓને સુરત દર્શન કરવામાં આવ્યું હતું.
સુરત પોલીસ દ્વારા જે સારી કામગીરી કરી તેમાથી 10 જવાનો અને SMC માં સારી કામગીરી કરનાર કર્મચારીઓને હવાઈ ઉડ્ડયનનો લાભ આપવામાં આવ્યો હતો.
સુરત એટલે તમામ બાબતોમાં આગળ રહેતું હોય છે ત્યારે આ વખતે દેશમાં સુરત શહેર સ્વચ્છતામાં બીજા નંબર પર આવ્યા જેથી સફાઈ કર્મચારીઓને આ પ્લેનમાં બેસાડી રાઉન્ડ મારવા આવ્યો સાથે સુરત શહેરમાં કાયદાકીય બાબતે પોલીસની કામગીરીને ધ્યાનમાં રાખી સેવા આપતા પોલીસ જવાનોને પણ પ્લેનમાં બેસાડી રાઉન્ડ મરાવવામાં આવ્યો હતો.
શહેરમાં અલગ અલગ સારી કામગીરી કરી જેમાં એક એક પોલીસ જવાનનું સિલેકન્સ કરી પ્રથમ વખત આ વેન્ચુરા માં મુસાફરી કરવામાં આવી જેમાં આજે આ વેન્ચુરા સેવાનું ઉદઘાટન સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષ અને રાજયના ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ વેન્ચુરા દ્વારા વિમાન ૯ પેસેન્જર અને ૨ પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર ૩૦ મિનિટનો સમય જ્યારે સુરતથી અમરેલી ૪૫ મિનિટમાં સુરતથી અમદાવાદ ૬૦ મિનિટમાં અને સુરતથી રાજકોટ ૬૦ મિનિટમાં સફર પૂર્ણ થશે જેમાં સમય નો પણ બચાવ થશે.સુરતમાં લોકો સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે.
આ એરલાઈન્સનો તમામ વર્ગના લોકો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેકટર માટે એકસમાન રૂ. 1999 ટિકિટ દર રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો : રાજકોટના ધોરાજી માર્કેટ યાર્ડમાં કપાસ-મગફળીની પુષ્કળ આવક, સારા ભાવ મળતા ખેડૂતો ખુશ
આ પણ વાંચો : અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસ દૂર કરવા મુદ્દે કમિશ્નર અને સત્તાધારી પક્ષ વચ્ચે મતભેદ
Published On - 9:58 am, Sat, 1 January 22