અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસ દૂર કરવા મુદ્દે કમિશ્નર અને સત્તાધારી પક્ષ વચ્ચે મતભેદ

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે શહેરમાં  વધી રહેલા ઢોરના ત્રાસને દૂર કરવા માટે હાલમાં વસુલાતા દંડમાં દોઢથી બે ગણો વધારો સુચવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 8:46 AM

અમદાવાદ(Ahmedabad)શહેરમાં એકતરફ રખડતાં ઢોરનો(Stray cattle )ત્રાસ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ રખડતાં ઢોર ત્રાસ દૂર કરવા મુદ્દે એએમસીના કમિશ્નર(Commissioner)અને સત્તાધારી પક્ષ વચ્ચે આ મુદ્દે મતભેદ સામે આવ્યા છે. જેમાં આકરો દંડ વસૂલવા કમિશ્નરે રજૂ કરેલી દરખાસ્તને પરત મોકલાઇ છે.હેલ્થ કમિટીએ(Health Committee)કમિશ્નરની દરખાસ્તને મંજૂરી નથી આપી.

કમિશ્નરની દરખાસ્ત પરત મોકલાઇ

જેમાં મ્યુનિસિપલ કમિશ્નરે શહેરમાં  વધી રહેલા ઢોરના ત્રાસને દૂર કરવા માટે હાલમાં વસુલાતા દંડમાં દોઢથી બે ગણો વધારો સુચવ્યો હતો. જેની સામે કમિશ્નરની દરખાસ્તમાં સુધારો કરવા સુચવાયું અને દરખાસ્ત પરત મોકલાઇ છે. તેમજ પશુપાલકોના આક્રોશને શાંત કરવા દંડ વધારવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી ન હતી.

શહેરીજનોની મુશ્કેલી યથાવત

જેના પગલે શહેરીજનોની મુશ્કેલી યથાવત રહેવાની છે. આ મુદ્દે તો હાઇકોર્ટે પણ મહાનગર પાલિકાને રોડ પર રખડતાં ઢોરના ત્રાસ મુદ્દે અસરકારક નીતિ બનાવીને તેનો અમલ કરવા માટે સૂચન આપ્યું છે.

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં રખડતાં ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. જેમાં તેને કાબૂમાં લેવા માટે મહાનગરપાલિકાએ રખડતાં ઢોરના માલિકને દંડ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. જો કે તેમ છતાં શહેરના રોડ પર રખડતાં ઢોરની અસંખ્ય ફરિયાદો સામે આવી છે. જેના પગલે હાલમાં જ વરાયેલા નવા મ્યુનિસપિલ કમિશ્નરે આ દંડની જોગવાઇના વધારો કરવાની દરખાસ્ત હેલ્થ કમિટીમાં રજૂ કરી હતી. જો કે પશુપાલકોના વિરોધના પગલે સત્તાધારી પક્ષ આ દરખાસ્ત પરત મોકલી છે.

આ પણ વાંચો :  અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધ્યા, આટલા વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા

આ પણ વાંચો :  અમદાવાદ શહેરની સુંદરતામાં થશે વધારો, કોર્પોરેશને લીધો આ મોટો નિર્ણય

Follow Us:
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">