હજીરા રોડ પર મોડી રાત્રે બે ટ્રકો વચ્ચે જબરજસ્ત ટક્કર : કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને ફાયર જવાનોએ મહામુસીબતે બહાર કાઢ્યો
હજીરા પોલીસ સ્ટેશનની પાછળ નવા બાયપાસ રોડ પર ગઈ કાલે રાત્રે એક ટ્રક આગળ જઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવતા એક ટ્રક ચાલકે ધડાકા સાથે પોતાની ટ્રક આગળ ચાલતા ટ્રક સાથે ટકરાવી દીધી હતી.
સુરતના (Surat) હજીરા (Hazira) પોલીસ (Police) સ્ટેશન પાછળ નવા બાયપાસ રોડ પર મોડી રાત્રે બે ટ્રકો (trucks) જબરજસ્ત ટકરાઈ (collision) હતી.અકસ્માતના કારણે પાછળની ટ્રકનો કેબીન ભાગ દબાઈ ગયો હતો અને ડ્રાઈવર કમર તથા પગના ભાગેથી અંદર જ ફસાઈ જતા ચીસો પાડવા લાગ્યો હતો.ઘટના અંગે જાણ કરવામાં આવતા જુદા જુદા ફાયર સ્ટેશનથી ફાયરના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે જહેમત કરી ટ્રકના કેબિનમાં ફસાયેલા ડ્રાઇવર (Driver) ને બહાર કાઢી લોહીલુહાણ અને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ (Hospital) માં ખસેડાયો હતો. ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હજીરા પોલીસ સ્ટેશનની પાછળ નવા બાયપાસ રોડ પર ગઈ કાલે રાત્રે એક ટ્રક આગળ જઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવતા એક ટ્રક ચાલકે ધડાકા સાથે પોતાની ટ્રક આગળ ચાલતા ટ્રક સાથે ટકરાઈ દીધી હતી.
ટક્કર એટલી જબરદસ્ત હતી પાછળની ટ્રકનો કેબિનનો ભાગ દબાઈ ગયો હતો અને ડ્રાઈવર પ્રકાશ પટેલ (ઉ.વ.35) કેબિનમાં ફસાય ગયો હતો.તેના પગ એક્સિલેટરની નીચે દબાઈ ગયા હતા અને કમરનો ભાગ પણ ફસાઈ ગયો હતો અને ચીસો પાડવા લાગ્યો હતો.જયારે આગળની ટ્રક ચાલક પોતાની ટ્રક લઈને ત્યાંથી નીકળી ગયો હતો.
ઘટના અંગે રાત્રે 11.45 કલાકે ફાયરને જાણ કરવામાં આવતા પાલનપુર અને મોરાભાગળ ફાયર સ્ટેશનથી ફાયરના જવાનો સ્થળ પર દોડી ગયા અને રેસ્ક્યૂની કામગીરી શરૂં કરી હતી.ફાયર ઓફિસર ગિરીશ સેલરે જણાવ્યું હતું કે ડમ્પર ટ્રક (જીજે-06-એ ઝેડ-7832) નો કેબીન દબાઈ જતા ડ્રાઈવર અંદર જ ફસાઈ ગયો હતો.
ત્યારે અન્ય એક ટ્રકથી કેબીનનો ભાગ ખેંચવામાં આવ્યો હતો.તેમજ ફાયરના સાધનો વડે દબાયેલ ભાગ ખોલીને અંદર ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો.કેબિનમાં દબાઈ જવાના લીધે તેના બને પગમાં ફ્રેક્ચર થયો હતો અને ઈજાઓ થઇ હતી.તેને 108 એમ્બ્યુલેન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેઆયો હતો.તેમજ અક્સમાતગ્રસ્ત ટ્રકને પણ સાઈડમાં ખસેડવામાં આવી હતી.એકાદ કલાકની રેસ્ક્યૂની કામગીરી કરી ડ્રાઇવરની બહાર કાઢી તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ ગાંધીનગર પોલીસના સર્વેલન્સ સ્કવોર્ડે બોગસ ડિગ્રી કૌભાંડ ઝડપ્યુ, આરોપીઓની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા