હવે કોળી સમાજમાં વકર્યો વિવાદ, કુંવરજી બાવળિયાના નિવેદન બાદ અજીત કોન્ટ્રાક્ટરે સમાજને તોડવાનો કર્યો આક્ષેપ- Video

કુંવરજી બાવળિયાના નિવેદન બાદ હવે કોળી સમાજમાં વિવાદ વકર્યો છે. સંગઠનના પૂર્વ પ્રમુખ અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયાની કામગીરી સામે સવાલ ઉઠાવતા કહ્યુ કે તેમના કાર્યથી કોળી સમાજમાં બે ભાગલા પડ્યા છે.

| Edited By: | Updated on: Mar 06, 2026 | 7:11 PM

હવે કોળી સમાજમાં બે ફાંટા પડ્યા હોય તેવુ ચિત્ર સામે આવ્યુ છે. જેમા બાવળિયા જૂથ અને એક અજીત કોન્ટ્રાક્ટરનું જૂથ છે. સંગઠનના પ્રમુખ અજીત કોન્ટ્રાક્ટરે કુંવરજી બાવળિયા સામે આક્ષેપ કર્યો છે કે બાવળિયાના કાર્યથી કોળી સમાજમાં બે ભાગલા પડ્યા છે. તેમણે કહ્યુ અખિલ ભારતીય કોળી સમાજનું જે સંગઠન ચાલે છે તેમાં પેરેલલ અન્ય એક સંગઠન કુંવરજી બાવળિયા એ ઉભુ કર્યુ છે. જેનાથી કોળી સમાજમાં બે ભાગલા પડ્યા છે. જેના કારણે સંગઠન તૂટી રહ્યુ છે. આથી હુ તેમને વિનંતિ કરુ છુ કે આ ભાગલા પડેલા છે તેને એક કરો. જરૂર પડે તો નવા પ્રમુખ બનાવો અને સમાજની બરબાદી અટકાવો

વધુમાં તેમણે કહ્યુ હું કાયદેસર અને બંધારણીય રીતે પ્રમુખ બન્યો છું, ચૂંટણી કમિશનરની હાજરીમાં ચૂંટણી થઈ હતી, જેમા ચંદ્રવદન પીઠાવાલાને 6 મત અને મને 46 મત મળ્યા હતા.

શું બોલ્યા હતા કુંવરજી બાવળિયા?

સુરત ખાતે મળેલી અખિલ ભારતીય કોળી સમાજની બેઠકમાં રાજ્યસરકારમાં મંત્રી કુંવરજી બાવળિયાએ કોળી સમાજના સંગઠનને તોડનારા તત્વો પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે કેટલાક લોકો મનસ્વી રીતે પોતાની જાતને પ્રમુખ તરીકે જાહેર કરી રહ્યા છે, જે ગેરબંધારણીય છે. આવા તત્વો ખોટી રીતે હોદ્દાઓ ધારણ કરી આખા કોળી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સાથે તેમણે કહ્યું, “સંગઠનના બંધારણની જોગવાઈ મુજબ જે કંઈ અત્યારે દિલ્હી કોર્ટમાં અને રજિસ્ટ્રાર કચેરીમાં ચાલી રહ્યું છે એનો જે નિર્ણય આવે ત્યાં સુધી સંગઠન એજ સ્થિતિમાં કામ કરી રહ્યું છે. ક્યાંક લોકો આ સંગઠનના નામે નવી નિમણૂકો આપીને આ સમાજને ગુમરાહ કરી રહ્યા છે એમાં કોઈ તથ્ય નથી.” કુંવરજી બાવળિયાએ કહ્યુ કે કેટલાક લોકો દુવિધા ઉભી કરવાનો પ્રયાસ કરે છે, સંગઠનના નામે નવી નિમણૂકો આપી સમાજને તોડવાનો પ્રયાસ થયો છે. કોર્ટમાં પડતર કેસનો ઉકેલ આવે પછી સંગઠન આગળ વધશે.

Input Credit- Mehul Bhokalva- Surat

20 વર્ષમાં અમેરિકાની જંગ: અફઘાનિસ્તાનથી લઈ લિબિયા સુધી 5 દેશો કેવી રીતે બની ગયા ખંડેર?

Published On - 7:10 pm, Fri, 6 March 26