
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારથી પસાર થતો તાપી નદીનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી ગંભીર હાલતમાં છે. Ahmedabad-Mumbai હાઈવે પર આવેલો આ બ્રિજ વાહનચાલકો માટે અત્યારે જીવના જોખમ સમાન બની ગયો છે.
બ્રિજના વચગાળામાં લગભગ 2 ફૂટથી વધુનો ખતરનાક ગેપ પડ્યો છે. તંત્ર દ્વારા આ ગેપને ઢાંકવા માટે લોખંડની પ્લેટ મૂકવામાં આવી છે, પરંતુ આ પ્લેટ વારંવાર ખસી જતી હોવાથી વાહનચાલકોના જીવ અધ્ધર થઈ જવાના બનાવો બન્યા છે.
તાજેતરમાં આણંદના ગંભીરા બ્રિજ પર થયેલી દુર્ઘટના બાદ કામરેજ બ્રિજની સ્થિતિને લઈને વાહનચાલકોમાં વધુ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોમાં ભયનો માહોલ છે કે આજ કે કાલ અહી દુર્ઘટના ન બની જાય.
તાત્કાલિક લોખંડની પ્લેટ ખસેડી કાયમી રીતે બ્રિજનું સમારકામ કરવું.
બ્રિજનું પૂરું નિરીક્ષણ કરી નુકસાનગ્રસ્ત ભાગોને તુરંત મરામત કરવી.
વાહનચાલકોના જીવના જોખમને ટાળવા માટે તાત્કાલિક પગલાં ભરવા.
સ્થાનિક આગેવાનો અને વિરોધ પક્ષે પણ તંત્રને આ મુદ્દે ઘણા સમયથી રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કાયમી ઉકેલ નથી લાવવામાં આવ્યો. હવે વાહનચાલકો તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે.
જ્યારે આવી સ્થિતિ નજરઅંદાજ થવાથી મોટી દુર્ઘટનાઓ બની શકે છે, ત્યારે કામરેજ બ્રિજની હાલત તાત્કાલિક સુધારવી જરૂરી બની ગઈ છે. નહીં તો આ બ્રિજ પણ ગંભીર દુર્ઘટનાનું કારણ બની શકે છે.
બુધવારે સવારે જ આ પ્રકારની ઘટના બની છે જેમાં અનેક લોકોના મોત થયા છે. મહિસાગર પરના ગંભીરા બ્રિજ તુટી પડ્યો જે બાદ તંત્ર દોડતું થયું પરંતુ વાત એ છે કે કોઈ ઘટના બની પછી જ કેમ તંત્ર જાગે છે. ?
Published On - 5:42 pm, Wed, 9 July 25