તપાસના આદેશ : TV9 ના અહેવાલની અસર, રસ્તા પર હપ્તારાજ બાબતે ઉઘરાણું કરતા ટ્રાફિક જવાનોના નિવેદનો લેવાવાનું શરૂ

રવિવારથી જ ટ્રાફિકના રિજયન ૨ મદદનીશ પોલીસ કમિશનર દવે ની ઓફિસમાં વિડિયો માં દેખાયેલા ટીઆરબી અને પોલીસ જવાનોને પૂછપરછ સાથે નિવેદન લેવાનું શરૂ કર્યું છે જેના પગલે ટ્રાફિક પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

તપાસના આદેશ : TV9 ના અહેવાલની અસર, રસ્તા પર હપ્તારાજ બાબતે ઉઘરાણું કરતા ટ્રાફિક જવાનોના નિવેદનો લેવાવાનું શરૂ
TV9 Impact (File Image )
Follow Us:
| Updated on: Mar 28, 2022 | 1:16 PM

શનિવારે ન્યૂ બોમ્બે માર્કેટ પાસે સવારે ટ્રાફિક પોલીસના(Traffic Police ) ટીઆરબી દ્વારા પૈસા ઉઘરાવતા વીડિયો વાયરલ(Viral ) થયો હતો. આ બનાવ સંદર્ભે શહેર પોલીસ કમિશનર(Police Commissioner ) અજય કુમાર કુમાર દ્વારા સમગ્ર ઘટનાની તાપસ સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ એન્ડ ટ્રાફિકના શરદ સિંઘલ અને નાયબ પોલીસ કમિશનર ઝોન 2 ને સોંપી દીધી હોવાનું જાણવા મળ્યું છે. હપ્તાખોરીના વિડીયો વાયરલ પ્રકરણમાં તપાસમાં જવાબદાર પોલીસ જવાન કોઈ ઉપરી અધિકારીની સંડોવણી પણ હશે તો તેના વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે તેવું કમિશનર અજયકુમાર તોમર દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી કડોદરા – સુરત રોડ ઉપર વહેલી સવારે ટી આર બી ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકિંગના નામે વાહનચાલકોને મોટા દંડ બતાવીને ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી અને ખાસ કરીને ખેડૂતોને ટ્રાફિક પોલીસ દ્વારા સવારે ટાર્ગેટ બનાવતા હતા આ બાબતની જાણકારી શહેરના એક ધારાશાસ્ત્રી ને મળી હતી.

જેને પગલે તેઓ દ્વારા વહેલી સવારે શનિવારે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્રાફિક પોલીસના સવારે થતા વહીવટનો પર્દાફાશ કર્યો હતો સોશિયલ મીડિયામાં થયેલા વિડિયો વાયરલ થવાને પગલે શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા તાત્કાલિક સમગ્ર વીડિયોની ચકાસણી કરવાનો આદેશ આપ્યો હતો અને સંપૂર્ણ ઘટનાની તપાસ સુરત શહેરના સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક અને ક્રાઇમના શરદ સિંઘલ સોંપી દીધી હતી.

તેમજ વધુ એક તપાસ જે વિસ્તારમાં આ ઘટના બની છે તે વિસ્તારના નાયબ પોલીસ કમિશનર ઝોન 2 ભાવનાબેન પટેલે પણ આપી દીધી હતી અને સમગ્ર ઘટનામાં કોઇપણ અધિકારી કે પોલીસ જવાન કે ટ્રાફિકના ટી આર બી ની ભૂમિકા તપાસ દરમિયાન બહાર આવશે તો તાત્કાલિક તેઓની પર કડક અને શિક્ષાત્મિક પગલા ભરવામાં આવશે. ઉપરોક્ત ઘટના તપાસ દરમિયાન કોઈપણ ટ્રાફિકનો કર્મચારી કે ટી આર બી જવાન બળજબરીથી વાહનચાલકો પાસેથી પૈસા ઉઘરાવવા હશે તો તેના વિરોધમાં પણ ગુનો દાખલ કરવામાં આવશે એવું પોલીસ કમિશનર એ જણાવ્યું હતું

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

ઉઘરાણામાં વ્યસ્ત ટીઆરબીના નિવેદન લેવાયા

ન્યૂ બોમ્બે માર્કેટ સામે વહેલી સવારે શાકભાજીના ટેમ્પા અને ખેડૂત વાહન ચાલક પાસે ગેરકાયદેસર પૈસાની ઉઘરાણી કરતા ટ્રાફિક પોલીસ અને ટીઆરબી નો વિડીયો વાયરલ થયો હતો એ પણ માં પોલીસ કમિશનર દ્વારા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ અને ટ્રાફિક તેમજ નાયબ પોલીસ કમિશનર ઝોન 2ને તપાસ સોંપી હતી તે સંદર્ભમાં રવિવારથી જ ટ્રાફિકના રિજયન 2 મદદનીશ પોલીસ કમિશનર દવે ની ઓફિસમાં વિડિયો માં દેખાયેલા ટીઆરબી અને પોલીસ જવાનોને પૂછપરછ સાથે નિવેદન લેવાનું શરૂ કર્યું છે જેના પગલે ટ્રાફિક પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પોલીસ કમિશનર ની છબી ખરાબ કરનાર પોલીસ કર્મચારી અને ટીઆરબી નિવેદન નોંધ્યા બાદ તે લોકોની ભૂમિકા શંકાસ્પદ અને પૈસા લેતા હોવાનું પુરવાર થશે તું કાયદેસરની કરવાની સાથે કડક પગલાં સાથે ગુનો દાખલ થાય એવી પણ શક્યતા દેખાઈ રહી છે જેથી કરીને આવનારા દિવસોમાં કોઈપણ પોલીસ અધિકારી કે કર્મચારી પોલીસ કમિશનરને છબીને દાગ ન લગાવે એટલા માટે કડક પગલાં લેવામાં આવશે એવું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

આ પણ વાંચો :

Surat: શહેરના ખુણા ખુણા પર રહેશે પોલીસની નજર, 595 નવા સીસીટીવી લગાડવાની તૈયારી

Surat : સુરત સ્ટેશને અડધાથી વધુ ટીકીટ બારીઓ બંધ રહેતા હાલાકી ભોગવી રહેલા મુસાફરો

g clip-path="url(#clip0_868_265)">