સુરતમાં એક ચોર માત્ર તેની પસંદગીની જ મોપેડની ચોરી કરતો હતો. શું હતી પસંદગી?

|

Jun 26, 2022 | 12:26 PM

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેય આરોપીઓ બેરોજગાર છે અને મોજ શોખ કરવા માટે આવી રીતે એક્ટિવાની ચોરી કરતાં હતા.

સુરતમાં એક ચોર માત્ર તેની પસંદગીની જ મોપેડની ચોરી કરતો હતો. શું હતી પસંદગી?
Police arrested two accused

Follow us on

અત્યારે જેમ લોકો આધુનિક થઈ રહ્યા છે તેની સાથે તસ્કરો અને ચોરી કરતા એકમો પણ પોતાની પસંદગી અથવા સ્પેશિયલ ચોરી કરતા હોય તેવા કિસ્સા સામે આવતા હોય છે આવો જ એક કિસ્સો સુરત (Surat) ની અંદર સામે આવ્યો જે પોતાની પસંદગીની બાઈક ચોરી કરતો હતો હકીકત જાણો સુરત ક્રાઇમ બ્રાન્ચ (Crime branch)  દ્વારા વાહન ચોરી (Theft) ના કેસમાં બે વ્યક્તિઓ અને એક કિશોરની ધરપકડ કરવામાં આવી છે. જેની પૂછપરછ કરતા જાણવા મળ્યું પણ આ કેસમાં નવાઈની વાત એ હતી કે આ ત્રણેય આરોપીઓ માત્ર એક્ટિવાની ચોરી કરતાં હતા અને તેમાં પણ માત્ર સફેદ કલરના એક્ટિવાની જ ચોરી કરતાં હતા, આના પાછળનું કારણ તેમણે જણાવ્યું હતું કે તેમને સફેદ જ કલર ગમે છે.જેથી માત્ર સફેટ જ ગાડી ચોરી કરતો.

સુરતમાં પાંડેસારા અને ઉધના વિસ્તારમાંથી આ ત્રણેય આરોપીઓએ 5 એક્ટિવાની ચોરી કરી હતી અને ત્યાર બાદ બે એક્ટિવા જ્યાંથી ચોરી કરી હતી તે જ જગ્યાએ ફરીથી મૂકી દીધા હતા. પોલીસ ની તપાડમાં જાણવા મળ્યું કે આ ઉપરાંત તેમણે રસ્તે ચાલતા એક રાહગીરના હાથમાંથી એક મોબાઈલ ફોન પણ છીનવી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેય આરોપીઓ બેરોજગાર છે અને મોજ શોખ કરવા માટે આવી રીતે એક્ટિવાની ચોરી કરતાં હતા.

તેમાં પણ પોતાની પસંદગીની તેમને સફેદ કલર ગમતો હોવાને કારણે તેમણે માત્ર સફેદ કલરના એક્ટિવા ચોરી કરતાં હતા.વધુમાં આ લોકો 10 દિવસના સમયગાળામાં આ ત્રણેય આરોપીઓએ 5 એક્ટિવા અને એક મોબાઇલની લૂંટ કરી હતી. આ આરોપીઓને શોધવા માટે સુરત DCBમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટરના સૂચન મુજબ DCBના પોલીસકર્મીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન તેમને આ આરોપીઓ અંગે બાતમી મળી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. મહત્વનું એ છે કે હવે તસ્કરો અને ચોરી કરતા હશો પણ ચોરી પોતાની પસંદગી પ્રમાણે કરતા હોય છે પોતાની સ્ટાઈલ પ્રમાણે બાઈક અથવા તો મોપેડ અથવા તો કારની ચોરી કરતા હોય છે પણ હવે અનેક કિસ્સા સામે આવ્યા છે કે માત્ર ઇકો કારમાં આવી અને ઘડિયાળની દુકાન હોય માત્ર હોય એવી દુકાનોને ટાર્ગેટ ચોરી કરતા હોવાના કિસ્સા સામે આવ્યા છે પણ આ મહત્વનું છે કે આ ઇસમ અને માત્ર સફેદ કલરની જ ગમતી હતી એમ સફેદ કલરનો ફેટ ની ચોરી કરતો હતો બીજા કલર ની કોઈ દેખાય તો તે ચોરી કરતા ન હતા.

Next Article