AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરામાં પથ્થરમારાની ઘટનામાં કડક કાર્યવાહીના ગૃહ પ્રધાનના સંકેત, કહ્યુ પથ્થરબાજો ભવિષ્યમાં પથ્થર સામે પણ નહીં જુએ

વડોદરામાં રામનવમીને લઈ આજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં પથ્થર મારો થયો હતો અને મામલોતંગ બન્યો હતો. જેને લઇ વડોદરામાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચીને મામલો શાંત પાડ્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત ખાતેથી ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી.

વડોદરામાં પથ્થરમારાની ઘટનામાં કડક કાર્યવાહીના ગૃહ પ્રધાનના સંકેત, કહ્યુ પથ્થરબાજો ભવિષ્યમાં પથ્થર સામે પણ નહીં જુએ
Vadodara Stome Pelting Action
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 30, 2023 | 11:05 PM
Share

વડોદરામાં આજે રામનવમીને લઈ નીકળેલી શોભાયાત્રામાં પથ્થર મારવાની ઘટના બની હતી. જેને લઇ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્તરે દોડી આવીને મામલો શાંત પાડ્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત ખાતેથી ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં વડોદરાના વડોદરાના પોલીસ કમિશનર રાજ્યના ડીજીપી વિડિયો કોન્ફરન્સથી જ્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર બેઠકમાં જોડાયા હતા. જ્યાં હર્ષ સંઘવી એ કહ્યું કે રામનવમીની શોભાયાત્રામાં જેણે પણ પથ્થર ફેંક્યા છે તે બીજી વાર ક્યારેય પથ્થર તરફ જોશે નહીં તેવા કડક પગલાં ભરવામાં આવશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત ખાતેથી ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી

વડોદરામાં રામનવમીને લઈ આજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં પથ્થર મારો થયો હતો અને મામલોતંગ બન્યો હતો. જેને લઇ વડોદરામાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચીને મામલો શાંત પાડ્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત ખાતેથી ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતેથી વિડિયો કોન્ફરન્સ ના માધ્યમ દ્વારા રાજ્યના ડીજીપી વિકાસ સહાય, વડોદરા પોલીસ કમિશનર તેમજ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિપાણી ઉપસ્થિત ઘટનાની સમીક્ષા કરી હતી.

યાત્રામાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થર મારો ફેંકવામાં આવ્યો હતો

આ બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે વડોદરામાં રામનવમીને લઈ શાંતિપ્રિય રીતે શોભાયાત્રા નીકળી રહી હતી. દરમિયાન શહેરની શાંતિને ભંગ કરવાનો પ્રયાસ કરાયો છે. રામનવમીની આ યાત્રામાં જે લોકોએ પથ્થરમારો કર્યો છે તે લોકો ફરી ભવિષ્યમાં ક્યારેય પથ્થર સામે જોશે નહીં તેવા કડક પગલાં ભરવામાં આવશે. પથ્થર ફેકનાર તમામને શોધી શોધીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ યાત્રામાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થર મારો ફેંકવામાં આવ્યો હતો.

જેમાં આજે પથ્થર ફેકનાર 15 થી 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 354 થી વધુ કેમેરાથી આરોપીની ઓળખ કરવામાં આવી રહી છે. ત્યારે તમામને શોધી શોધીને તમામ ગુનેગારો પર કડક એક્શન લેવામાં આવશે. આ ઘટના બન્યા બાદ ખૂબ જ અનુભવી અધિકારીઓને પણ વડોદરા મોકલવામાં આવ્યા છે અને સમગ્ર ઘટનાને લઇ સમીક્ષા કરવામાં આવી છે.

આ પણ વાંચો : Surat : સામાન્ય બોલાચાલીમાં યુવક પર 4 લોકો લાકડી લઇ તૂટી પડ્યા, સારવાર દરમિયાન યુવકનું મોત થયું

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
g clip-path="url(#clip0_868_265)">