Holi 2022 : કોરોનાના બે વર્ષ પછી જામશે ધુળેટીનો રંગ, ભાવમાં 30 ટકા સુધીનો વધારો

રંગોનું ઉત્પાદન કરનાર ગણેશ યાદવે જણાવ્યું હતું કે , કુદરતી રંગોમાં પીળો રંગ હળદર , ભૂરો રંગ ગળી , કેસરી રંગ કેસર કે કેસૂડાં મુખ્ય છે . લીલો રંગ ઘણી વનસ્પતિનાં પાન અને ઘાસમાંથી પણ બને છે. લાલ , પીળો અને ભૂરો આ ત્રણ રંગ મુખ્ય છે તેના વધતા ઓછાં મિશ્રણથી બીજા રંગ મળે છે.

Holi 2022 : કોરોનાના બે વર્ષ પછી જામશે ધુળેટીનો રંગ, ભાવમાં 30 ટકા સુધીનો વધારો
Holi festival to be celebrated with fanfare after two years of Corona(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 8:41 AM

2020 અને 2021 ની હોળી(Holi) કોરોના સંક્રમણના કાળમાં આવતા છેલ્લા બે વર્ષ હોળીના રંગોનો વેપાર(Business ) મંદ રહ્યો હતો. ચાલુ વર્ષે સુરતમાં(Surat ) અને ગુજરાતમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં હોવાથી સ્થાનિક સુરતીઓ અને રાજસ્થાની , હરિયાણવી સમાજ રંગે ચંગે હોળી ધૂળેટીની ઉજવણી કરશે. સુરતની કાપડ માર્કેટમાં બે વર્ષ પછી હોળી ધૂળેટીની ઉજવણીના આયોજનો થયાં છે.

ચાલુ વર્ષે કલરના રો – મટિરિયલની કિંમતો વધતા રંગોની કિંમતમાં 30 ટકા જેટલા ભાવ વધ્યા છે. ચાલુ વર્ષે કેસુડા અને ગુલાબના ફૂલો , વનસ્પતિના પાન, ઘાસ, મકાઈની છાલ અને ગો – કાષ્ટની કિંમતો વધતા હોળીના રંગો મોંઘા થયાં છે. માર્કેટમાં પાંચ રંગો વેચાણ માટે મૂકાયા છે. જેમાં નેચરલ યલો, ગુલાબી, લીલો, પીળો અને ઓરેન્જ કલરનો સમાવેશ થાય છે. ફૂલોથી બનેલા કલરની કિંમત 120 થી 150 રૂપિયા વનસ્પતિના પાન, ઘાસ. મકાઈની છાલથી બનેલા રંગોની કિંમત 90 થી 120 રૂપિયા કિલો છે . જ્યારે વૈદિક હોળીનો ક્રેઝ પણ સુરતમાં વધ્યો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ગાયની છાણમાંથી ગો – કાષ્ટની સ્ટીક બનાવી તેનો ભૂકો કરી રંગો તૈયાર કરવામાં આવે છે . 2019 માં ઘોડદોડ રોડની પાંજરાપોળ દ્વારા 6000 રખડતા પશુઓની છાણમાંથી ગો – કાષ્ટના રંગો બનાવી વિતરણ કર્યા હતા. પાકા રંગો રસાયણોનો ઉપયોગ કરી બને છે. વાહનો અને દીવાલો રંગવા માટેના પેઇન્ટસ , ઓઇલમાંથી બને છે. તેને રંગીન બનાવવા જુદા જુદા રંગના ખનીજો અને તેનાં મિશ્રણો ઉમેરવામાં આવે છે. કપડાં રંગવાના રંગને ડાઈ કહે છે. તે પાણીમાં ઓગળે તેવા રસાયણોમાંથી બનાવાય છે.

કેટલાક રંગ ખાદ્ય વનસ્પતિ અને જુદા જુદા ફળોના સત્ત્વમાંથી બનાવાય છે. હળદર એ કુદરતી પીળો રંગ છે. રંગોનું ઉત્પાદન કરનાર ગણેશ યાદવે જણાવ્યું હતું કે , કુદરતી રંગોમાં પીળો રંગ હળદર , ભૂરો રંગ ગળી , કેસરી રંગ કેસર કે કેસૂડાં મુખ્ય છે . લીલો રંગ ઘણી વનસ્પતિનાં પાન અને ઘાસમાંથી પણ બને છે. લાલ , પીળો અને ભૂરો આ ત્રણ રંગ મુખ્ય છે તેના વધતા ઓછાં મિશ્રણથી બીજા રંગ મળે છે.

હોળીના તહેવારમાં ખજૂર , કોપરા , ધાણી અને પંજાબી , ઘઉંની સેવ ખાવાનો પણ મહિમા

હોળીના તહેવારમાં ખજૂર , કોપરા , ધાણી અને ઘઉંની સેવ ખાવાનો મહિમા છે . માર્કેટમાં ધાણી 120 રૂપિયે કિલો છે , ચણા 120 રૂપિયે કિલો , કોપરા 240 રૂપિયે કિલો અને ખજૂર 100 રૂપિયે કિલો વેચાશે . હોળીના પર્વ દરમ્યાન પીળા કપડા , હળદર , ચાંદીના સિક્કો , ગોમતી ચક્ર અને કોડીઓનો વેપાર પણ ચાલુ વર્ષે વધશે એવી શક્યતા છે.

ફૂલ , વનસ્પતિના પાન , ઘાસ , મકાઈની છાલ અને ગો – કાષ્ટની કિંમતોના વધારાએ રંગો પર અસર કરી હોળી મોંઘી : રંગોના ભાવો 30 ટકા વધ્યા હોળીના પર્વ દરમ્યાન પીળા કપડા , હળદર , ચાંદીના સિક્કો , ગોમતી ચક્ર , અને કોડીઓનો વેપાર પણ ચાલુ વર્ષે વધશે

આ પણ વાંચો :

Surat: સુરત પોલીસની ડોગ સ્ક્વોડમાં ફરજ બજાવતા ‘પ્રિન્સ’ અને ‘અરુણા’ નિવૃત્ત : સુરત પોલીસે યોજ્યો વિદાય સમારંભ

Surat: કાપડની દુકાનમાંથી 2.20 લાખ રૂપિયાની ચોરી કરનાર બે આરોપી પકડાયા, 71 હજારની મત્તા કબજે કરાઈ

g clip-path="url(#clip0_868_265)">