Helmet Phobia : હેલ્મેટ ફરજીયાત કરાતા લોકો થઇ રહ્યા છે હેલ્મેટ ફોબિયાનો શિકાર

|

Mar 16, 2022 | 9:11 AM

મનોચિકિત્સકોના જણાવ્યા પ્રમાણે કેટલાક લોકો અચાનક આવતા બદલાવને સ્વીકારી નથી શકતા, પરિસ્થિતિને સહન નથી કરી શકતા. આવી સમસ્યાને સિચુએશનલ ઍન્ગ્ઝાયટી ડિસઓર્ડર કહેવામાં આવે છે. જે મૂખ્ય રીતે ચાર પ્રકારના લોકો પર અસર કરે છે. જેમાં ડિપ્રેશનથી પીડાતા, ચિંતિત સ્વભાવ વાળા, જેવા લોકોનો સમાવેશ થાય છે.

Helmet Phobia : હેલ્મેટ ફરજીયાત કરાતા લોકો થઇ રહ્યા છે હેલ્મેટ ફોબિયાનો શિકાર
People who wear helmets are falling prey to helmet phobia(Symbolic Image )

Follow us on

શહેરમાં ફરી એકવાર હેલ્મેટને(Helmet ) લઈને કડકાઈ વધી છે. આવી સ્થિતિમાં કેટલાક લોકોને હેલ્મેટ ફોબિયાની (Phobia )ફરિયાદ પણ થવા લાગી છે. આવા લોકો હવે ડોક્ટરો(Doctor ) સુધી પહોંચી રહ્યા છે. છેલ્લા 4 થી 5  દિવસમાં દરરોજ અડધો ડઝન થી વધુ દર્દીઓ હેલ્મેટની સમસ્યાને લઈને શહેરના મનોચિકિત્સક પાસે પહોંચી રહ્યા છે. એટલે કે દરરોજ આવા 20 થી વધુ કેસ આવી રહ્યા છે.

ડોક્ટર પાસે પહોંચી રહેલા હેલ્મેટ ફોબિયાવાળા દર્દીઓને ફરિયાદ રહે છે કે હેલ્મેટ લગાવીને બાઈક ચલાવવાથી તેમને ચક્કર આવે છે, માથાનો દુખાવો થાય છે, ગભરાહટ થાય છે, અને સતત એક્સિડન્ટનો ભય પણ સતાવ્યા કરે છે. જોકે આવા કિસ્સામાં ડોકટરો તેમને કોઈ દવા તો નથી આપતા પણ કાઉન્સિલિંગ કરીને તેમને સમજાવે છે.

મનોચિકિત્સકો કહે છે કે ઘણા લોકોના મનમાં કંઈક ડર બેસી જાય છે. આવા માનસિક રોગોની શોધ હજુ સુધી થઈ નથી. આમાંના કેટલાક લોકો હેલ્મેટ પહેરવા માટે સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જો કે તે એટલી મોટી સમસ્યા નથી, પરંતુ તે ચોક્કસપણે માનસિક રીતે સમસ્યા છે. હાલ તો તબીબો તેમને સમજાવીને મોકલી આપે છે. પોલીસ મેનેજમેન્ટે પણ આ માટે વ્યવસ્થા કરવાની રહેશે. હેલ્મેટ માટે જાગૃતિ કાર્યક્રમો ચલાવવા પડશે. હેલ્મેટ ફોબિયા ધરાવતા લોકોને આ ઘણી મદદ કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ઍન્ગ્ઝાયટી ડિસઓર્ડરનો શિકાર : ડોક્ટર પાસે સર્ટિફિકેટ માંગી રહ્યા છે

ટ્રાફિક નિયમોના બદલાવને કારણે કેટલાક લોકોને ખુબ મુશ્કેલી પડી રહી છે. એટલું જ નહીં તેનાથી કેટલાક લોકો માનસિક રીતે બીમાર પણ પડી રહ્યા છે. હેલ્મેટ, સીટ બેલ્ટ, લાયસન્સ, પીયુસી, આરસી અને ઈન્સ્યોરન્સના કારણે આવા લોકો ચિંતાની બીમારીનો શિકાર બની રહ્યા છે. રોજના 20 થી વધુ દર્દીઓ મનોચિકિત્સકો પાસે આવી રહ્યા છે. આવા લોકોની પોતાની સમસ્યાઓ હતી, જે તેઓએ ડોકટરો સાથે શેર કરી. આમાંથી કેટલાક લોકોને હેલ્મેટ પહેરવામાં તકલીફ પડી રહી છે.

આવા કેટલાક દર્દીઓએ જણાવ્યું કે હેલ્મેટ ન હોવાને કારણે તેઓ ઓફિસ પણ જતા નથી. દંડ ભરવા માટે તેમની પાસે પૂરતો પગાર નથી. જો બહાર ન નીકળો તો ઘરમાં ઝઘડો થાય છે. હેલ્મેટ પહેરવાથી માથાનો દુખાવો થાય છે, પરસેવો આવવાની અને ધબકારા ઝડપી થવાની ફરિયાદો છે. તેમાંના કેટલાક આ માટે પ્રમાણપત્ર પણ માંગે છે. ડૉક્ટરોએ આવા લોકોને સાયકોથેરાપીની દવા આપી હતી.

અચાનક બદલાવને સહન નથી કરી શકતા કેટલાક લોકો

મનોચિકિત્સકોના જણાવ્યા પ્રમાણે કેટલાક લોકો અચાનક આવતા બદલાવને સ્વીકારી નથી શકતા, પરિસ્થિતિને સહન નથી કરી શકતા. આવી સમસ્યાને સિચુએશનલ ઍન્ગ્ઝાયટી ડિસઓર્ડર કહેવામાં આવે છે. જે મૂકી રીતે ચાર પ્રકારના લોકો પર અસર કરે છે. જેમાં ડિપ્રેશનથી પીડાતા, ચિંતિત સ્વભાવ વાળા, જેવા લોકોનો સમાવેશ થાય છે. ટ્રાફિકના નિયમોના બદલાવની અસર પણ તે લોકો પર વધારે પડી છે.

આ પણ વાંચો :

સુરત: પુણા પોલીસ આખી લકઝરી બસને 54 પેસેન્જરો સાથે કેમ લઈ ગઈ પોલીસ સ્ટેશન ? જાણો પેસેન્જરોએ શું કર્યું ?

The Kashmir Files movie : સુરત મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરો- પદાધિકારીઓએ સાથે ફિલ્મ નિહાળી

Next Article