Gujarati Video : સુરતમાં મહિલા પ્રોફેસરના આપઘાત કેસમાં આરોપી જુહી શેખની આંધ્રપ્રદેશથી ધરપકડ

| Edited By: | Updated on: May 25, 2023 | 1:08 PM

મુખ્ય સુત્રધાર જુહી શેખનું લોકેશન મળતા રાંદેર પોલીસની છ કર્મીઓની ટીમ આંધ્રપ્રદેશ પહોંચી હતી.પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ આખો વિસ્તાર મુસ્લિમ સમુદાયનો છે.જેથી મહિલા સુધી પહોંચવા પોલીસકર્મીની ટીમ એક સાથે મળી એક પ્રયુક્તિ વાપરી હતી.

સુરતના(Surat) જહાંગીરપૂરામાં મહિલા પ્રોફેસરના આપઘાત(Suicide)  કેસમાં રોજ નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે.ત્યારે રાંદેર પોલીસે આંધ્રપ્રદેશથી આરોપી જુહી શેખની ધરપકડ કરી છે.પાકિસ્તાન સાથે સીધા જ સંપર્કમાં રહેતી અને રૂપિયા પહોંચાડતી મુખ્ય મુસ્લિમ મહિલાને આંધ્રપ્રદેશથી પોલીસે દબોચી છે.આરોપી મહિલાને પકડવા માટે પોલીસ કર્મચારીઓ બે દિવસ મુસ્લિમ પહેરવેશમાં મહિલાના ઘર આસપાસ રેકી કરી હતી અને ત્યારબાદ પાકિસ્તાનથી ભારત વચ્ચેની મુખ્ય સૂત્રધાર જૂહી શેખને દબોચી હતી.

રાંદેર પોલીસની છ કર્મીઓની ટીમ આંધ્રપ્રદેશ પહોંચી હતી

મુખ્ય સુત્રધાર જુહી શેખનું લોકેશન મળતા રાંદેર પોલીસની છ કર્મીઓની ટીમ આંધ્રપ્રદેશ પહોંચી હતી.પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ આખો વિસ્તાર મુસ્લિમ સમુદાયનો છે.જેથી મહિલા સુધી પહોંચવા પોલીસકર્મીની ટીમ એક સાથે મળી એક પ્રયુક્તિ વાપરી હતી.તમામ પોલીસ કર્મચારી પોતાની સાચી ઓળખ બદલીને મુસ્લિમ પહેરવેશ ધારણ કરી તપાસ શરૂ કરી હતો.

ઘરમાં પ્રવેશ્યા બાદ મહિલાને ઝડપી પાડી હતી.

જેમાં આરોપી જુહીને પકડવા આંધ્ર પ્રદેશના વિજયવાડામાં પોલીસકર્મીની ટીમે વેશ પલટો કરીને રેકી કરી હતી. કોઈવાર પોલીસની ટીમ એકબીજા ભાઈ બહેન બનીને વિસ્તારમાં ફરતા તો ઘણીવાર એક પરિવારના સભ્યોની જેમ સાથે મળીને રેકી કરતા હતા. રેકી કર્યા બાદ આરોપી મહિલાના ઘરનું ચોક્કસ લોકેશન મળી આવ્યા બાદ પોલીસની ટીમ તેના ઘરે એક પછી એક જુદા જુદા પરિવારના સભ્યોના કિરદાર બનીને પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ્યા બાદ મહિલાને ઝડપી પાડી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો