Surat એસ.ટી નિગમમાં થયેલ કૌભાંડનો ભેદ ઉકેલાયો, પાંચ લોકોની ધરપકડ

|

Jun 05, 2022 | 6:31 PM

ભેજાબાજે સુરત (Surat) ડેપો મેનેજરનું યુઝરનેમ અને પાસવર્ડ કોઈક રીતે મેળવી લઈ કે હેક કરી ગત 17  એપ્રિલ થી  12  મે દરમિયાન સુરત ડેપોથી બસ ઉપડયો હતો. બાદ 60 ટ્રીપ કેન્સલ કરાવી હતી,તેને લીધે વિભાગ નિગમેં 11 એજન્ટો ની આ કૌભાંડ માં સંડોવણી હોવાનું સમયે આવ્યું સાથે જ તેમને રૂ.1,57, 864 નું રિફંડ મળ્યું હતું.

Surat એસ.ટી નિગમમાં થયેલ કૌભાંડનો ભેદ ઉકેલાયો, પાંચ લોકોની ધરપકડ
Surat Cyber Cell Arrest ST Scam Accused

Follow us on

ગુજરાતમાં સુરત(Surat) એસ.ટી નિગમમાં થયેલ કૌભાંડનો(Scam )ભેદ સાયબર ક્રાઇમે ઉકેલ્યો છે. તેમજ પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. જેમાં ઘટનાની વિગત મુજબ ગુજરાત એસ.ટી.નિગમમાં(GSRTC)સુરત ડેપોખાતે મેનેજર તરીકે ફરજ બજાવતા રવિન્દ્ર કુમાર સુરતથી ઉપડતી બસની ટ્રીપ કેન્સલ કરવાની સત્તા ધરાવે છે અને તે માટે તેમણે વિભાગીય કચેરીએ આપેલા યુઝર નેમ અને પાસવર્ડની મદદથી કાર્યવાહી કરવાની હોય છે.જો કે થોડા દિવસ અગાઉ દાહોદમાં સુરતથી ઉપડેલી એક બસમાં ચેકીંગ દરમિયાન ચોંકાવનારી વિગત બહાર આવી આવતાની સાથે સુરત STવિભાગે તપાસ શરૂ કરી હતી અને પ્રથમ તો સુરત STનિગમના નિયામક દ્વારા કોઈ ચોક્કસ તપાસ ન થયા બાદમાં ડેપો મેનજર દ્વારા સુરત સાયબર સેલ માં ફરિયાદ કરી હતી જેથી સાયબર પોલીસે એક એસ. ટી. બસ કન્ડક્ટર અને ચાર એજન્ટની ધરપકડ કરી છે. આખો મામલામાં ઘટસ્ફોટ કર્યો છે.

સુરત ST બસ ડેપો રેકોર્ડ બ્રેક ટ્રિપ સાથે સરકારની તિજોરીમાં આર્થિક રીતે મદદ કરતું આવ્યું છે. આ બ્રેક વચ્ચે પ્રથમ વાર એક કૌભાંડ પણ સામે આવ્યું હતું જેમાં પ્રથમ તો સુરત ST નિયામક આ મામલે કાંઈ બોલવા તૈયાર ન હતા બાદમાં વાત મીડિયામાં વહેતી થતા,છેવટે આ કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં ખેલ હતો ટીકીટ કૌભાંડનો જેમાં કેટલીક ટ્રિપ કેન્સલ થઈ છે અને તે ટ્રીપ ડેપો મેનેજરે કેન્સલ કરી છે અને તે ટ્રીપમાં ઓનલાઇન ટિકિટ બુક કરાવનારા મુસાફરોને નિગમે રિફંડ માટેની પ્રોસેસ પણ કરી છે.પહેલા તો આ કૌભાંડમાં વિગતોને પગલે આશંકાને પગલે નિગમે પોતાની રીતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કોઈક ભેજાબાજે ડેપો મેનેજરનું યુઝરનેમ અને પાસવર્ડ કોઈક રીતે મેળવી લઈ કે હેક કરી ગત 17  એપ્રિલ થી  12  મે દરમિયાન સુરત ડેપોથી બસ ઉપડયો હતો. બાદ 60 ટ્રીપ કેન્સલ કરાવી હતી,તેને લીધે વિભાગ નિગમેં 11 એજન્ટો ની આ કૌભાંડ માં સંડોવણી હોવાનું સમયે આવ્યું સાથે જ તેમને રૂ.1,57, 864 નું રિફંડ મળ્યું હતું.

આમ પ્રાથમિક તપાસમાં ST વિભાગ ને ગંભીરતા લાગતા કૌભાંડ મોટું હોવાનું જાણવા મળ્યું હતું આમાં જ્યારે મુસાફરી કરી હોવા છતાં ટ્રીપ કેન્સલ થતા પ્રવેશ ઓનલાઈન ટિકિટ બુક કરાવનાર મુસાફરોને દિવાળી પણ રિફંડ મળતા નિગમને કુલ રૂ.6,12,813 નું નુકશાન થયું હતું. જે અંગે સુરત ડેપો મેનેજર વિરેન્દ્રકુમાર પવારે 11 એજન્ટો વિરુદ્ધ સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને આ કૌભાંડની તપાસમાં પાંચ કૌભાંડી આરોપી પકડાય જવા પામ્યા છે.આ ટીકીટ કૌભાંડ મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાતાની સાથે જ સુરત સાયબર સેલની ટીમ એકટિવ થઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓએ સમાન ઇરાદો પાર પાડવા પુર્વ આયોજીત કાવતરૂ રચી હોવાનું બહાર આવ્યું છે,આ ટોળકીએ GSRTC ના યુઝરનેમ તથા પાસવર્ડની ગમે તે રીતે ચોરી કરી પરવાનગી વગર તેઓના યુઝરનેમ તથા પાસવર્ડનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી કૌભાંડ આચરી લીધું હતું

સંડોવાયેલ આરોપી

(૧)  વિપુલભાઇ ભગાભાઇ મોહનીયા જે નો ધંધો છે ઓનલાઇન ટીકીટ બુકીંગનો
રહે.મોહનીયા ફળીયું, ગામ-નરવાઇ, તા ગરબાડા, જી.દાહોદ
(૨)  ચીતનકુમાર સંજયભાઇ પંચાલ
ધંધો-ઓનલાઇન ટીકીટ બુકીંગ રહે.ઘર નં.૩૯૧/૧, શિવનગર, ઇન્ડીયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે, તા.ગરબાડા, જી.દાહોદ
(3)  કુલદીપસિંહ જનકસિંહ જાડેજા
ધંધો- ઓનલાઇન ટીકીટ બુકીગ રહે,ઘર નં.૧૧૫, જીત સોસાયટી, માલધારી હોટલની પાછળ, ગોંડલ, જી.રાજકોટ મુળ રહેગામ-કાલમેઘડા તા.કાલાવાડ જી.જામનગર
(૪)  સુરેશભાઇ કરણભાઇ નલવાયા
ધંધો- ઓનલાઇન ટીકીટ બુકીંગ રહે.નલવાયા ફળીયુ, ગામ-મંડોર, તા. ધાનપુર, જી.દાહોદ
(૫)  અનવર મહોમ્મદ યુસુફ આકબાણી એસ.ટી નિગમમાં કંડક્ટર તરીકે ફરજ બજવે છે,
રહે.ચક્કીવાળી શેરી, બસ સ્ટેશનની પાછળ, કાલાવાડ, જી.જામનગર

કુલ 11 એજન્ટો સિવાય પણ કોઈની ટીકીટ કૌભાંડ માં સરકાર ને ચુનો ચોપડવામાં સંડોવણી છે કે નહીં એ માટે પણ તપાસ નો વિષય બન્યો છે,જોકે આ કૌભાંડમાં રાજ્યના અન્ય શહેરોમાં પણ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની શકયતા નકારી ન શકાય

Next Article